________________
તપોમાર્ગ ગતિ
[ ૨૨૯ ]
શબ્દાર્થ:- નો = જે તો = આ રૂરિય = ઇત્વરિક તવો = તપ છે તો = તે સમારે = સંક્ષેપમાં છગ્લિશ= છ પ્રકારના હો= છે તિવો = શ્રેણી તપ પથરતવ= પ્રતર તપવનો= ઘન તપ વો = વર્ગ તપ વધવો = વર્ગ વર્ગ તપ છઠ્ઠઓ = છકું ફતવો = પ્રકીર્ણ તપ માફક = મન ઈચ્છિત, ઈચ્છા પ્રમાણે વિરત્યો = અનેક પ્રકારે હોવું = થાય છે ગબ્બો = તેમ જાણવું જોઈએ. ભાવાર્થ - સંક્ષેપમાં ઈન્ગરિક તપના છ પ્રકાર છે– શ્રેણિતપ, પ્રતરતપ, ઘનતપ, વર્ગ ત૫; પાંચમું વર્ગ-વર્ગ તપ અને છઠ્ઠ ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારનું પ્રકીર્ણ તપ હોય છે, આ રીતે ઈવરિક તપ જાણવું જોઈએ. / ૧૦–૧૧ . વિવેચન - અનશન - અનુ+અશન = આહારનો ત્યાગ. - ભોજનાદિ ખાદ્ય પદાર્થો. પણ- પાણી. હાફ – ફળ, મેવા. સામં– મુખવાસ. આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો, તે અનશન છે. તેના બે ભેદ છે– (૧) ઇત્વરિક અનશન- અલ્પકાલ માટે આહારનો ત્યાગ કરવો. (૨) યાવત્કથિતજીવનપર્યત આહારનો ત્યાગ કરવો. તેમાં ઈન્ગરિક તપ પારણાની આકાંક્ષા સહિત હોય છે. પ્રથમ તીર્થકરના સમયે તેની મર્યાદા ઉત્કૃષ્ટ એક વર્ષની હોય છે. મધ્યના બાવીસ તીર્થકરના સમયે આઠ મહિનાની તથા અંતિમ ચોવીસમા તીર્થંકરના સમયે છ મહિનાની ઉત્કૃષ્ટ અવધિ હોય છે અને જઘન્ય મર્યાદા હંમેશાં અંતર્મુહૂર્તની હોય છે. ઈત્વરિક તપના પ્રકાર - એક ઉપવાસથી લઈને છ માસના ઉપવાસ સુધીનું કોઈ પણ તપ કોઈ પણ પ્રકારે કરવું, તે ઇવરિક તપ છે. તેના અનેક પ્રકાર છે. પ્રસ્તુત ગાથાઓમાં તેના છ ભેદ કહ્યા છે. શ્રેણીતપ:- શ્રેણી = પંકિત. આ તપમાં પંકિતબદ્ધ ઉપવાસ કરવામાં આવે છે. આ તપમાં એક ઉપવાસપારણું, બે ઉપવાસ–પારણું, ત્રણ ઉપવાસ–પારણું તેમ ક્રમશઃ આગળ વધે છે. જેમ કે– ૩ પદાત્મક શ્રેણીમાં ત્રણ ઉપવાસ સુધી, ૪ પદાત્મક શ્રેણીમાં ચાર ઉપવાસ સુધી, તપ વૃદ્ધિ થાય છે. આ જ રીતે પાંચ પદાત્મક, છ પદાત્મક અને ઉત્કૃષ્ટ ૧૨૦ પદાત્મક અર્થાત્ છ માસ સુધીની શ્રેણી થાય છે. અહીં ત્રણ પદાત્મક શ્રેણીના ઉદાહરણથી આકૃતિ આપી છે. [૧] [૩] આ ત્રણ પદાત્મક શ્રેણીમાં કુલ છ ઉપવાસ
અને ત્રણ પારણા થાય છે. ૩ પ્રતર તપ :- શ્રેણીxશ્રેણી = પ્રતર. ત્રણ પદાત્મક શ્રેણીxત્રણ પદાત્મક શ્રેણી = નવ
પદાત્મક પ્રતર તપ થાય છે. અર્થાત્ ત્રણ પદાત્મક શ્રેણી તપ એક સાથે ત્રણવાર કરવામાં આવે, તો તે પ્રતર તપ કહેવાય છે. તેમાં ૧૮ ઉપવાસ અને ૯ પારણા થાય છે.
કુલ ૨૭ દિવસે નવ પદાત્મક પ્રતર તપ પૂર્ણ થાય છે. જુઓ– સ્થાપના. ધનતપ :- પ્રતરxશ્રેણી = ઘન. નવ પદાત્મક પ્રતર x ત્રણ પ્રદાત્મક શ્રેણી = ઘન તપ થાય છે. અર્થાત્ નવ પદાત્મક પ્રતર તપ એક સાથે ત્રણ વાર કરવામાં આવે, તો તે ઘન તપ કહેવાય છે. આ ઘન તપમાં ૫૪ ઉપવાસ અને ૨૭ પારણા થાય છે. તે કુલ ૮૧ દિવસે પૂર્ણ થાય છે. ઘન તપની સ્થાપના પ્રતર તપની સ્થાપના સમાન સમજવી પરંતુ તેમાં ત્રણ શ્રેણીની બદલે નવ શ્રેણી સમજવી.
આ જ રીતે ચાર ઉપવાસ–પાંચ ઉપવાસ વગેરેથી પ્રતર તપ અને ઘન તપ સમજવા. (૪) વર્ગ તપ – કોઈપણ સંખ્યાને તે જ સંખ્યાથી ગુણતાં વર્ગ થાય છે. અહીં ઘન તપને ઘન તપથી ગુણતાં