________________
૨૨૮
મુખ્ય કારણ છે અને બાહ્ય તપ શરીરની આસક્તિ અને પુદ્ગલાસક્તિ છોડાવવાનું મુખ્ય સાધન છે. બાહ્ય તપના પ્રકારઃ
८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ । कायकिलेसो संलीणया, य बज्झो तवो होइ ॥
શબ્દાર્થ :- અળસળ = અનશન (તપ) બોરિયા = ઊણોદરી, ઊનોદરિકા મિવન્વાયરિયા = ભિક્ષાચર્યા રસરિત્ત્તાઓ - રસપરિત્યાગ યજિજ્ઞેસો - કાયક્લેશ સંલીયા - સંલીનતા-પ્રતિસંલીનતા વજ્જો = બાહ્ય તત્વો = તપના, છ ભેદ (પ્રકાર) દોફ = હોય છે.
=
ભાવાર્થ :- (૧) અનશન (૨) ઊણોદરી (૩) ભિક્ષાચર્યા (૪) રસ પરિત્યાગ (૫) કાયક્લેશ અને (૬) સંલીનતા, આ છ બાહ્ય તપ છે.
વિવેચનઃ
બાહ્ય તપના છ પ્રકાર આ પ્રમાણે છે– (૧) અનશન– ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો. (૨) ઊણોદરી– ભૂખ કરતાં ઓછું ભોજન કરવું. (૩) ભિક્ષાચરી– અભિગ્રહ યુક્ત ગોચરી કરવી. તેને ‘વૃત્તિસંક્ષેપ’ તપ પણ કહે છે. (૪) રસપરિત્યાગ– ઘી, તેલ, દૂધ, દહીં આદિ વિગય અને મહાવિગયોનો તથા ગરિષ્ટ પદાર્થોનો ત્યાગ કરવો. (૫) કાયક્લેશ– શરીરને કષ્ટ આપવું, લોચ કરવો, ખુલ્લા પગે ચાલવું, આતાપના લેવી, કઠિન આસન કરવા વગેરે. (૬) સંલીનતા– ઇન્દ્રિય, કષાય અને યોગોનું ગોપન કરવું અર્થાત્ ઇન્દ્રિયોને વશમાં રાખવી; કષાયો પર વિજય પ્રાપ્ત કરવો અને યોગ પ્રવૃત્તિ ઘટાડવી. તેમજ એકાંત સ્થાનમાં નિવાસ કરવો, તે પ્રતિસંલીનતા તપ છે.
(૧) બાહ્ય તપ અનશન ઃ ઈત્વરિક અનશન તપ ઃ
९
११
इत्तरिय मरणकाला य, अणसणा दुविहा भवे । इत्तरिय सावकंखा, णिरवकंखा उ बिइज्जिया ॥
શબ્દાર્થ :- અળસળા = અનશન તપ તુવિજ્ઞા = બે પ્રકારના મવે = થાય છે વૃત્તરિય = થોડા સમયનું માળવાતા = જીવન પર્યંત, મરણકાલ સુધીનું ફત્તરિય = થોડા સમયનું તપ સાવલા = આહારની આકાંક્ષા સહિત હોય છેલિબ્નિયા = બીજું મરણકાલ સુધીનું અનશન વિલા= આહારની આકાંક્ષા રહિત હોય છે. ભાવાર્થ :– અનશન તપના બે પ્રકાર છે– ઈત્વરિક (થોડા સમય માટેનું અનશન) અને જીવન પર્યંતનું અનશન. ઇત્વરિક અનશન આકાંક્ષા અને મર્યાદા સહિત હોય છે, જીવન પર્યંતનું અનશન આકાંક્ષા અને
મર્યાદા રહિત હોય છે.
जो सो इत्तरिय तवो, सो समासेण छव्विहो । सेढितवो पयरतवो, घणो य तह होइ वग्गो य ॥ तत्तो य वग्गवग्गो उ, पंचमो छटुओ पइण्णतवो । मणइच्छियचित्तत्थो, णायव्वो होइ इत्तरिओ ॥