________________
સમ્યક પરમ
[ ૨૨૩ ]
ભાવાર્થ:- આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે સમ્યક પરાક્રમ નામના અધ્યયનના અર્થનું સામાન્ય રૂપે, વિશેષરૂપે પ્રતિપાદન કર્યું છે, તેના સ્વરૂપનું વર્ણન, અનેક ભેદોનું દિગ્દર્શન, દષ્ટાંત દ્વારા ઉપનય અને નિગમનથી સમજાવ્યું છે.
વિવેચન :
આ સમ્યક પરાક્રમ નામના અધ્યયનનો અર્થ શ્રમણ ભગવાન મહાવીરે પ્રકાશિત કર્યો છે. તેના માટે સૂત્રકારે વિવિધ શબ્દોનો પ્રયોગ કર્યો છે, તેના અર્થ નીચે પ્રમાણે છે
આવિ - પ્રતિપાદન કર્યું. સામાન્ય રૂપથી સમજાવ્યું છે. પવિપ-પ્રજ્ઞાપન કર્યું. વિશેષ રૂપથી હેતુ, ફળ આદિના પ્રકાશનથી પ્રકૃષ્ટ રીતે સમજાવ્યું છે. પરવિ-પ્રરૂપિત કર્યું. તેના સ્વરૂપનું કથન કર્યું છે. વંતિ- દર્શિત કર્યું. જુદા-જુદા ભેદોનું દર્શન કરાવ્યું છે. fણવંસિ- નિદર્શિત કર્યું. દાંતો, ઉપનય આપી વર્ણન કર્યું છે. ૩વવંતિ- ઉપદર્શિત કર્યું. નિગમનપૂર્વક ઉપસંહાર કર્યો છે. ત્તિ નિ:- સુધર્માસ્વામી પોતાના શિષ્ય જંબુસ્વામીને કહે છે, હે જંબૂ! જે રીતે મેં ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે તે રીતે જ મેં તને કહ્યું છે. આ કથન સર્વજ્ઞ તીર્થકર ભગવાનનું છે.
- ઓગણત્રીસમું અધ્યયન સંપૂર્ણ