________________
[ રરર |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ઉપયોગ હોય છે. કારણ કે કોઈપણ લબ્ધિ કે ઉપલબ્ધિ સાકારોપયોગમાં જ થાય છે, સિદ્ધોમાં જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ક્રમિક થતો જ રહે છે પરંતુ સિદ્ધ થવાના સમયે સાકાર ઉપયોગ જ હોય છે. જીવની ઊર્ધ્વગતિના કારણો – મનુષ્ય ક્ષેત્રમાં કર્મોથી મુક્ત થયેલો જીવ એક સમયમાં ઊર્ધ્વગતિથી લોકાગ્રે પહોંચી જાય છે. તેના છ કારણો છે. (૧) નિ સંગતા – ઘાસ અને માટીજન્ય લેપ દૂર થતાં તુંબડું પાણીની ઉપર આવે છે, તેમ કર્મનો સંગ દૂર થતાં જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૨) નીરાગતા - લેપ રહિત તુંબડાની જેમ રાગ રહિત જીવની પણ ઊર્ધ્વગતિ થાય છે. (૩) ગતિ પરિણામ :- જલની સપાટી પર તરવાના સ્વભાવવાળું તુંબડું સ્વભાવથી જ ઊર્ધ્વગતિ કરી જલની સપાટી પર આવી જાય છે. તે જ રીતે જીવ કર્મરહિત થતાં ઊર્ધ્વગમનના સ્વભાવથી જ લોકોગ્રે પહોંચી જાય છે. (૪) બધચ્છદ – વટાણા આદિની શીંગ અથવા એરંડબીજની જેમ કર્મનો વિચ્છેદ થતાં જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૫) નિરિબ્ધનતા - ઇન્ધનરહિત ધૂમની ઊર્ધ્વગતિની જેમ કર્મ અને શરીર રહિત જીવની ઊર્ધ્વગતિ થાય છે. () પૂર્વપ્રયોગ :– અનાદિકાલથી કર્મ અને શરીરના સંયોગથી જીવનું ગમન થતું રહ્યું છે. કર્મ અને શરીરથી મુક્ત થવા છતાં પૂર્વપ્રયોગથી જીવની ગતિ થાય છે. જેમ કુંભારનો ચાક(ચક્ર) દંડ હટાવી લીધા પછી પણ થોડી વાર ફર્યા કરે છે, તેમ જીવ પણ મુક્ત થયા પછી પૂર્વ પ્રયત્નથી જ એક સમય માટે ઊર્ધ્વગતિ કરે છે. આ રીતે કર્મોથી મુક્ત થયેલો જીવ એક જ સમયમાં ઊર્ધ્વગતિથી લોકાગ્રે પહોંચી જાય છે. શુદ્ધ થયેલા જીવમાં ગતિ કરવાનો સ્વભાવ નથી પરંતુ સ્થિત થવાનો સ્વભાવ છે તેથી સિદ્ધ જીવ લોકાંતે સ્થિર થઈ જાય છે. લોકની બહાર જતાં નથી. તે સિવાય જીવ અને પુલની ગતિ, ગતિ સહાયક ધર્માસ્તિકાય દ્રવ્યની સહાયતાથી જ થાય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય લોકમાં જ છે. અલોકમાં ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોવાથી સિદ્ધ થયેલા જીવની લોક બહાર ગતિ થતી નથી. તે લોકાન્તમાં જઈને સિદ્ધસ્થાનમાં સ્થિર થાય છે. ઉપસંહાર:७६ एस खलु सम्मत्त-परक्कमस्स अज्झयणस्स अट्टे समणेणं भगवया महावीरेणं आघविएपण्णविए, परूविए, दंसिए, णिदसिए, उवदसिए त्ति बेमि । શબ્દાર્થ :- સુધર્માસ્વામી પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહે છે કે હે આયુષ્યમાન્ જંબૂ ! સમત્તપમન્સ = આ સમ્યક પરાક્રમ નામના યાસ્ત = અધ્યયનનો પણ = આ સકે = અર્થ સમ = શ્રમણ ભાવયા = ભગવાન મહાવીર = મહાવીર સ્વામીએ આવિ = સામાન્ય રૂપથી કહ્યો છે પવિત્ર વિશેષ રૂપથી તેના હેતુ-ફળ આદિ બતાવ્યા છે પવિણ = સ્વરૂપનું વર્ણન કર્યું છે વંલિ = અનેક ભેદોનું દિગ્દર્શન કરાવ્યું છે વંલિ = દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે ૩નવલિ = ઉપસંહાર દ્વારા બતાવ્યું છે.