________________
સમ્યક પશw
૨૨૧ ]
ઔદારિક, તૈજસ અને કાશ્મણ શરીરનો સળહં = સર્વવિખગદહિં = સર્વથા છોડવા યોગ્યવિપત્તિ = છોડીને, ૩જુએપિત્ત જુશ્રેણીને પ્રાપ્ત કરીને અણુસમાળા= અસ્પૃશ્યમાન ગતિથી આકાશ પ્રદેશોને સ્પર્શ ન કરતો સમાન = એક સમયવાળી ઉઠ્ઠ = ઊંચી વિદેખ = અવિગ્રહ ગતિથી તલ્થ = ત્યાં મોક્ષમાં ત = ચાલ્યો જાય છે અને ત્યાં જઈને સારો વકરે = સાકાર ઉપયોગે સિદ્દ = સિદ્ધ થઈ જાય છે ગુરુ = બુદ્ધ થઈ જાય છે મુવ = સર્વ કર્મોથી મુક્ત થઈ જાય છે પરિબ્લિાય = આત્મા પરમ શાંત થઈ જાય છે સન્નકુળ = સર્વ દુઃખોનો અંત વ = અંત કરે છે. ભાવાર્થ:- ત્યાર પછી તે છોડવા યોગ્ય ઔદારિક, તૈજસ અને કાશ્મણ શરીરનો સદાને માટે સર્વથા પરિત્યાગ કરી દે છે. સંપૂર્ણરૂપે શરીરથી રહિત થઈને તે ઋજુશ્રેણીને પ્રાપ્ત કરે છે અને એક સમયની ઊર્ધ્વ, અવિગ્રહ અને અસ્પૃશ્યમાન ગતિથી સીધો લોકાગ્રમાં જઈને સાકારોપયોગમાં(જ્ઞાનોપયોગી અવસ્થામાં) સિદ્ધ થાય છે, જ્ઞાન સ્વરૂપ થાય છે, મુક્ત થાય છે, પરમ શાંત અવસ્થા પ્રાપ્ત કરે છે અને સમસ્ત દુઃખોનો અંત
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં સર્વ કર્મોનો ક્ષય થયા પછી સિદ્ધાત્માની લોકાગ્રસિદ્ધક્ષેત્રમાં સ્થિત થવાની પ્રક્રિયાનું નિદર્શન છે.
વેદનીયાદિ કર્મોનો ક્ષય થયા પછી આત્મા દારિક, તેજસ અને કાર્મણ, આ ત્રણે શરીરોનો પરિત્યાગ કરીને, સમશ્રેણીને પ્રાપ્ત થઈને, આકાશપ્રદેશોને સ્પર્શ કર્યા વિના, એક સમયની ઊર્ધ્વ, અવિગ્રહ ગતિથી મોક્ષસ્થાનમાં જઈને શૈલેશીકરણમાં સંકોચિત કરેલી પોતાના મૂળ શરીરની અવગાહનાના, બે તૃતીયાંશ(૩) જેટલા આકાશપ્રદેશોમાં પોતાના આત્મપ્રદેશોથી શાશ્વતકાલ પર્યત સ્થિત થઈ જાય છે. ૩ષ્ણદીપQ:- ઋજુ શ્રેણીને પ્રાપ્ત થઈને, કર્મથી મુક્ત થયેલો જીવ ઋજુશ્રેણી એટલે વળાંક રહિત સીધી શ્રેણીથી જ ગમન કરે છે. મુક્ત થયેલો જીવ એક સમયમાં જ લોકાગ્રે પહોંચી જાય છે, જો સીધી ગતિથી જાય, તો જ એક સમયમાં પહોંચી શકે; વળાંકવાળી ગતિમાં બે, ત્રણ સમય લાગે છે. આત્મા જે ક્ષેત્રથી સિદ્ધ થાય તેની જ બરાબર ઉપર સિદ્ધ ક્ષેત્રમાં લોકાગ્રે પહોંચી જાય છે. આ રીતે મુક્ત થયેલા જીવનું ગંતવ્યસ્થાન એકદમ સીધાઈમાં જ હોવાથી તેને વળાંક લેવાની જરૂર થતી નથી. તેથી જ તે જીવ એક સમયની જુગતિથી જાય છે. અસમાણ :- અસ્પૃશ્યમાનગતિ. (૧) સ્વાવગાઢ આકાશ પ્રદેશો સિવાયના બાકીના આકાશ પ્રદેશોનો સ્પર્શ ન કરતાં જે ગતિ થાય, તે અસ્પૃશ્યમાનગતિ છે. (૨) મનુષ્ય ક્ષેત્રમાંથી સિદ્ધ ક્ષેત્ર સુધી પહોંચવામાં અંતરાલવર્તી આકાશ પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જે ગતિ થાય તે અસ્પૃશ્યમાનગતિ છે. મુક્ત થયેલો જીવ એક જ સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે. જો તે વચ્ચેના આકાશપ્રદેશોને સ્પર્શ કરતો જાય, તો એક સમયમાં પહોંચી શકે નહીં. જીવ એક સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે, તેનાથી પણ એ જ સિદ્ધ થાય છે કે તે અસ્પૃશ્યમાન ગતિથી જ જાય છે.
સીરોવરને લિફાફ – સાકારોપયોગે સિદ્ધ થાય છે. મુક્ત થયેલા જીવને કેવળજ્ઞાન અને કેવળ દર્શન, તે બે ઉપયોગ હોય છે, તેમાં સિદ્ધ થવાના સમયે અવશ્ય સાકારોપયોગ અર્થાત્ કેવળજ્ઞાનનો