________________
| ૨૨૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શ્વાસોચ્છવાસનો નિરોધ કરીને પાંચ હૃસ્વ અક્ષરો (અ, ઇ, ઉ, &, લ)ના ઉચ્ચારણ કાળ જેટલો સમય વ્યતીત થાય તેટલા સમયમાં “સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ' નામના શુક્લ ધ્યાનના ચોથા ચરણમાં લીન થયેલા તે અણગાર વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મોનો એક સાથે ક્ષય કરે છે. વિવેચન :યોગ નિરોધ :- યોગ નિરોધનો અર્થ છે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સર્વથા રોકાઈ જવી. કેવળી ભગવંતનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ત બાકી હોય છે ત્યારે તેઓ યોગ નિરોધ કરે છે. તેની ક્રિયા આ પ્રકારે થાય છે.– શુક્લ ધ્યાનના ત્રીજા ચરણમાં પ્રવર્તમાન સાધક સર્વ પ્રથમ સ્થૂલ કાયયોગના આશ્રયથી સ્કૂલ વચન અને મનયોગને સૂક્ષ્મ બનાવે છે; ત્યાર પછી સૂક્ષ્મ મનયોગનું અવલંબન કરીને સ્થૂલ કાયયોગને સૂક્ષ્મ બનાવે છે, ત્યાર પછી સૂમકાયોગના આલંબનથી સૂક્ષ્મ મન અને વચનયોગનો નિરોધ થાય છે અને અંતે સૂક્ષ્મકાયયોગનો નિરોધ થઈ જાય છે. ત્યાર પછી અસંખ્યાત સમયમાં શ્વાસોચ્છવાસનો નિરોધ થાય છે. શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ – યોગોનો સંપૂર્ણ નિરોધ થતાં જ અયોગી અથવા શૈલેશી અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. યોગનો નિરોધ થઈ જતાં તેમના આત્મપ્રદેશો નિષ્ઠપ થઈ જાય છે. તેને અયોગી કેવળી ગુણસ્થાન (૧૪મું ગુણસ્થાન) કહે છે. મધ્યમ ગતિથી “અ, ઇ, ઉ, ઋ, લ” આ પાંચ લઘુ અક્ષરોના ઉચ્ચારણ કરવામાં જેટલો સમય વ્યતીત થાય તેટલી સ્થિતિ ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનની હોય છે. ચૌદમા ગુણસ્થાનમાં “સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ’ નામનું શુક્લધ્યાનનું ચોથું ચરણ હોય છે. આ ધ્યાનના પ્રભાવથી ચાર અઘાતી કર્મો સર્વથા ક્ષીણ થઈ જાય છે. તે સમયે આત્મા ઔદારિક, તૈજસ અને કાર્પણ શરીરને છોડીને, દેહમુક્ત થઈને સિદ્ધ થઈ જાય છે.
હુમરિય મખડિવાડું:- સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ. શુક્લ ધ્યાનના ચાર ચરણ છે. તેમાં ત્રીજા ચરણનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ છે. તેમાં ગુણસ્થાનવર્તી સયોગી કેવળીનું આયુષ્ય અંતર્મુહૂર્તનું શેષ રહે, ત્યારે કેવળી ભગવાન સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનમાં સ્થિત થાય છે. તેમાં યોગ નિરોધની પ્રક્રિયા થાય છે. યોગ નિરોધ પછી શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયાઓ શેષ રહે છે. જે ધ્યાનમાં સૂક્ષ્મક્રિયાઓ જ શેષ રહે અને જ્યાંથી પતન થવાનું નથી, તે ધ્યાનને સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ કહે છે. સચ્છિUવિશ્વરિયં કિ - સચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. આ શુક્લ ધ્યાનનું ચોથું ચરણ છે. તેરમા ગુણસ્થાને યોગનિરોધ થયા પછી તે સાધક ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. તે અયોગી અવસ્થામાં સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામનું શુક્લ ધ્યાન હોય છે.
જે ધ્યાનમાં સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ ક્રિયાઓનો વિચ્છેદ થઈ જાય અને જ્યાંથી પાછા ફરવાપણું રહેતું નથી, તેવી આત્માની સંપૂર્ણ નિષ્કપ અવસ્થાને સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ કહે છે. આ ધ્યાનના પ્રભાવથી સાધક ચાર અઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરીને સિદ્ધ થાય છે. મુક્ત જીવનું લોકાગ્રે ગમન - ७५ तओ ओरालिय-तेयकम्माई सव्वाहिं विप्पजहणाहिं विप्पजहित्ता उज्जुसेढिपत्ते अफुसमाणगईए उड्डे एगसमएणं अविग्गहेणं तत्थ गंता सागारोवउत्ते सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वायइ सव्वादुक्खाणमंत करेइ । શબ્દાર્થ:- તો = વેદનીય આદિ ચાર અઘાતિ કર્મોનો ક્ષય કર્યા પછી ગોરાણિયોવા -