________________
[ ૨૧૬ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ – નવવિગM = માયાવિજય, માયા(કપટ)ને જીતવાથી = આર્જવ, સરળતા ગુણ માયાવેખિન્ન — = માયા વેદનીય, માયાજન્ય, માયાનું વેદન કરાવે તેવા કર્મનો. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માયા વિજયથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– માયા વિજયથી જીવ ઋજુતા-સરળતા પ્રાપ્ત કરે છે. તે માયા વેદનીય કર્મનો બંધ કરતો નથી; પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન:
માયા મોહનીય કર્મના ઉદયથી થતાં કપટના પરિણામને માયા કહે છે. માયાચારનું સેવન તે જીવની કુટિલતા કે વક્રતા છે. માયાકષાય પર વિજય પ્રાપ્ત કરવાથી જીવ સરળ બની જાય છે. જે આત્મા સરળતા ધારણ કરે તે ઉક્ત માયારૂપે ઉદયમાં આવવાના કર્મનો બંધ કરતા નથી અને પૂર્વમાં બાંધેલા કર્મોનો ક્ષય પણ કરે છે. લોભ વિજયઃ७२ लोभ-विजएणं भंते ! जीवे किं जणयइ ?
लोभ-विजएणं संतोसं जणयइ, लोभ-वेयणिज्जं कम्मण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ। શબ્દાર્થ -રોગ-વિન" = લોભવિજયથી, લોભને જીતવાથી સંતોન્ન = સંતોષ નોમવેગનું
== = લોભ વેદનીય, લોભનું વેદન કરાવે તેવા કર્મો, લોભજન્ય કર્મો. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોભ-વિજયથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- લોભવિજયથી જીવ સંતોષ ગુણની પ્રાપ્તિ કરે છે. તે લોભવેદનીય કર્મનો બંધ કરતો નથી; પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન : -
લોભ મોહનીય કર્મના ઉદયથી થતાં અસંતોષ રૂપ આત્મ પરિણામોને લોભ કહે છે. લોભ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જીવ સંતોષામતનો લાભ મેળવે છે. સંતોષી જીવ લોભજન્ય કર્મનો બંધ કરતો નથી અને લોભથી સંચિત પૂર્વ કર્મોની નિર્જરા કરે છે. રાગ-દ્વેષ મિથ્યાત્વ વિજય - ७३ पिज्ज-दोस-मिच्छादसण-विजएणं भंते ! जीवे किं जणयइ ?
पिज्ज-दोस-मिच्छादसण-विजएणं णाणदंसणचरित्ताराहणयाए अब्भुढेइ, अट्ठविहस्स कम्मस्स कम्मगठिं विमोयणयाए तप्पढमयाए जहाणुपुव्वि अट्ठावीसइविहं मोहणिज्ज कम्म उग्घाएइ, पंचविहं णाणावरणिज्ज, णवविह दसणावरणिज्जं, पंचविहं अंतरायं एए तिण्णि वि कम्मसे जुगवं खवेइ, तओ