________________
સમ્યક્ પરાક્રમ
[ ૨૧૫ ]
ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! ક્રોધ વિજયથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– ક્રોધ વિજયથી જીવ ક્ષમા ગુણને પ્રાપ્ત કરે છે, ક્રોધ વેદનીય કર્મનો બંધ કરતો નથી; પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરે છે. વિવેચન :
ક્રોધ મોહનીય કર્મના ઉદયથી થતાં પ્રજ્વલાત્મક આત્મ પરિણામને ક્રોધ કહે છે, ક્રોધના ઉદયથી જીવ કૃત્ય-અકૃત્યના વિવેકને ભૂલી જાય છે. તેના પરિણામે અનેક અનર્થોનું સર્જન થાય છે.
ક્ષમા ભાવથી ક્રોધને જીતી શકાય છે. ક્રોધ મોહનીયના ઉપશમ કે ક્ષયથી થતાં શાંત આત્મ પરિણામને ક્ષમા કહે છે. ક્રોધ ઉપર વિજય મેળવવાથી અર્થાતુ ઉદયમાં આવેલા ક્રોધને શાંત કરવાથી ક્ષમા ગુણની પ્રાપ્તિ થાય છે. ક્રોધનો ઉદય શાંત થઈ જવાથી તે જીવ ક્રોધજન્ય કર્મો બાંધતો નથી. મોહનીયકર્મમાં એવો નિયમ છે કે જે તે વંદુ જે કષાયનું વેદના થાય છે, તે જ કષાયનો બંધ થાય છે. ક્રોધના ઉદયમાં ક્રોધ મોહનીયનો, માનના ઉદયમાં માનમોહનીય કર્મનો બંધ થાય છે. ક્રોધનું પરિવર્તન ક્ષમામાં થઈ ગયું હોવાથી તે જીવ ક્રોધવેદનીય એટલે ક્રોધ રૂપે ઉદયમાં આવનાર કર્મ બાંધતો નથી. પૂર્વે બાંધેલા તથા પ્રકારના કર્મોની નિર્જરા કરે છે. માન વિજય - ७० माण-विजएणं भंते ! जीवे किं जणयइ ?
माण-विजएणं मद्दवं जणयइ, माणवेयणिज्जं कम्मं ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ। શબ્દાર્થ માન-વિન= માનવિજય, માનને જીતવાથી, સન્માન-અપમાનમાં સમભાવ રાખવાથી મર્વ = માર્દવ-મૃદુતા(સ્વભાવની કોમળતા)નો ગુણ મેળવેપન્ન H = માન વેદનીય, માનનું વેદન કરાવે તેવા કર્મનો, માનજન્ય કર્મનો. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માન વિજયથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– માન વિજયથી જીવ નમ્રતા(સ્વભાવની કોમળતા) ગુણને પ્રાપ્ત કરે છે. તે માનવેદનીય કર્મનો બંધ કરતો નથી; પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરે છે. વિવેચનઃ
માન મોહનીયકર્મના ઉદયથી થતાં ગર્વ તથા અહંકારના પરિણામને માન કહે છે. આ માન કષાયનો નિગ્રહ કરવાથી જીવના પરિણામ કોમળ અને નમ્ર બને છે. કોમળતા, મૃદુતા ગુણથી જીવ માનજન્ય કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરે છે. માયા વિજયઃ७१ माया-विजएणं भंते ! जीवे किं जणयइ ?
माया-विजएणं अज्जवं जणयइ, मायावेयणिज्ज कम्मं ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ ।