________________
[ ૨૧૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ઉત્તર- જિહા ઇન્દ્રિયને વશમાં રાખવાથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ રસમાં થતા રાગદ્વેષનો નિગ્રહ કરે છે. તેથી તે જીવ રસ નિમિત્તક કર્મ બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન : - રસનેન્દ્રિયના વિષય અને વિકાર – તીખો, કડવો, કષાયેલો, ખાટો અને મીઠો, આ પાંચ રસનેન્દ્રિયના વિષય છે. તેના ૬૦ વિકાર છે, તે આ પ્રમાણે છે– પાંચ સચિત્ત, પાંચ અચિત્ત, પાંચ મિશ્ર; આ પંદર શુભ અને પંદર અશુભ; તે ત્રીસ પર રાગ અને ત્રીસ પર દ્વેષ કરવો, આ રીતે ૬૦ વિકાર થાય છે. જિલૅન્દ્રિયને પાંચ પ્રકારના વિષયોથી પાછી વાળવી અને તેના ૬૦ પ્રકારના વિકાર ન કરવા તે જિલૅન્દ્રિય નિગ્રહ છે. સ્પર્શેન્દ્રિય નિગ્રહ - ६८ फासिंदिय-णिग्गहेणं भंते ! जीवे किं जणयइ ?
फासिंदिय-णिग्गहेणं मणुण्णामणुण्णेसु फासेसु रागदोस-णिग्गहं जणयइ, तप्पच्चइयं च णं कम्म ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્પર્શેન્દ્રિયને વશમાં રાખવાથી જીવને શું લાભ થાય છે? - ઉત્તર- સ્પર્શેન્દ્રિયને વશમાં રાખવાથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શમાં થતાં રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી તે સ્પર્શ નિમિત્તક કર્મ બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન :સ્પર્શેન્દ્રિયના વિષય અને વિકાર :- કર્કશ (ખરબચડો), મૃદુ(કોમળ), લઘુ(હળવો), ગુરુ(ભારે), શીત, ઉષ્ણ, રૂક્ષ(લુખો) અને સ્નિગ્ધ(ચિકણો), તે આઠ સ્પર્શેન્દ્રિયના વિષય છે. તેના ૯૬ વિકાર છે, તે આ પ્રમાણે છે- આઠ સચિત્ત, આઠ અચિત્ત, આઠ મિશ્ર; તે ચોવીસ શુભ અને ચોવીસ અશુભ; આ અડતાલીસ પર રાગ અને અડતાલીસ પર દ્વેષ, આ રીતે ૯૬ વિકાર થાય છે. આઠ વિષયોમાં જતી સ્પર્શેન્દ્રિયને પાછી વાળવી અને ૯૬ પ્રકારના વિકાર ન કરવા, તે સ્પર્શેન્દ્રિય નિગ્રહ છે. સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ કરનાર તજ્જન્ય રાગદ્વેષ અને કર્મબંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
પાંચે ય ઇન્દ્રિયોની સામે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ આદિ વિષયો આવે, ત્યારે ઇન્દ્રિયો દ્વારા તેનું ગ્રહણ ન થાય તે સંભવિત નથી પરંતુ તેમાં વિકાર ન કરવો અર્થાત્ રાગદ્વેષ ન કરવો, એ જ્ઞાની પુરુષોનું કર્તવ્ય છે. તેમ કરવાથી તેઓને કર્મબંધ થતો નથી. ક્રોધ વિજયઃ६९ कोह-विजएणं भंते ! जीवे किं जणयइ ?
कोह-विजएणं खंति जणयइ, कोहवेयणिज्ज कम्मं ण बंधइ, पुव्वबद्धं च fષરેડ્ડા શબ્દાર્થ - વિગM = ક્રોધ ઉપર વિજય મેળવવાથી તં = ક્ષમા જોદર્યાપિન્ન = ક્રોધ વેદનીય, ક્રોધનું વેદન(અનુભવ) કરાવે તેવા કર્મનો, ક્રોધ કરીને ભોગવવા યોગ્ય કર્મનો.