________________
સમ્યક્ પરાક્રમ
[ ૨૧૩]
ઉત્તર- ચક્ષુરિન્દ્રિયને વશ કરવાથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપમાં થતાં રાગદ્વેષનો નિગ્રહ કરે છે. તેથી તે જીવ રૂપ નિમિત્તક કર્મ બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચનઃચકુઈન્દ્રિયના વિષય અને વિકાર – કાળો, નીલો, લાલ, પીળો અને સફેદ; આ પાંચ ચક્ષુઇન્દ્રિયના વિષય છે, તેના સાઠ વિકાર છે. તે આ પ્રમાણે છે– પાંચ સચિત્ત, પાંચ અચિત્ત, પાંચ મિશ્ર; આ પંદર શુભ અને પંદર અશુભ; તે ત્રીસ પર રાગ અને ત્રીસ પર દ્વેષ કરવો; આ રીતે જ વિકાર છે.
ચક્ષુરિન્દ્રિયને પાંચ પ્રકારના વિષયોથી પાછી વાળવી, તેના ૬૦ પ્રકારના વિકાર ન કરવા તે ચક્ષુરિન્દ્રિય નિગ્રહ છે.
ચક્ષુરિન્દ્રિયનો નિગ્રહ કરનાર સાધક તજન્ય રાગદ્વેષ અને કર્મબંધ કરતો નથી. કર્મબંધ અટકી જતાં પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા થાય છે અર્થાતુ નવા કર્મોનો સંગ્રહ થતો નથી અને સાથે જ પ્રાણા સંગ્રહિત કર્મોનો ક્ષય થાય છેપરિણામે તે આત્મા હળુકર્મી એટલે કર્મ ભારથી હળવો બને છે. ધ્રાણેન્દ્રિય નિગ્રહ:६६ घाणिदिय-णिग्गहेणं भंते ! जीवे किं जणयइ ?
घाणिदिय-णिग्गहेणं मणुण्णामणुण्णेसु गंधेसु रागदोस-णिग्गहं जणयइ, तप्पच्चइयं च णं कम्म ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધ્રાણેન્દ્રિયને વશમાં રાખવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– ધ્રાણેન્દ્રિયને વશમાં રાખવાથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ ગંધમાં થતા રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી તે ગંધ નિમિત્તક કર્મ બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચનઃધ્રાણેન્દ્રિયના વિષય અને વિકાર- સુરભિગંધ(સુગંધ) અને દુભિગંધ (દુર્ગધ), આ ધ્રાણેન્દ્રિયના બે વિષય છે, તેના ૧૨ વિકાર છે. તે આ પ્રમાણે છે– બે સચિત્ત, બે અચિત્ત અને બે મિશ્ર, તે છ પર રાગ અને છ પર દ્વેષ, આ રીતે બાર વિકાર થાય છે.
ધ્રાણેન્દ્રિયને તેના બે વિષયોમાં પ્રવૃત્ત થવા ન દેવી અને તેના બાર પ્રકારના વિકાર ન કરવા તે ધ્રાણેન્દ્રિય નિગ્રહ છે. જિલૈંદ્રિય નિગ્રહ:६७ जिभिदिय-णिग्गहेणं भंते ! जीवे किं जणयइ ?
जिभिदिय-णिग्गहेणं मणुण्णामणुण्णेसु रसेसु रागदोस-णिग्गहं जणयइ, तप्पच्चइयं च णं कम्मं ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જિહા ઇન્દ્રિયને વશમાં રાખવાથી જીવને શું લાભ થાય છે?