________________
[ ૨૧૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શીલેશ, શીલેશની અવસ્થા, તે શૈલેશી; આ દષ્ટિએ શૈલેશીનો અર્થ થાય છે– શીલ એટલે યથાખ્યાત ચારિત્રની પરાકાષ્ટાએ પહોંચેલો સાધક. શ્રોતેન્દ્રિય નિગ્રહ - ६४ सोइंदिय-णिग्गहेणं भंते ! जीवे किं जणयइ ?
सोइंदिय-णिग्गहेणं मणुण्णामणुण्णेसु सद्देसु रागदोस-णिग्गहं जणयइ, तप्पच्चइयं च णं कम्म ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ । શબ્દાર્થ :- -ળાTM = શ્રોતેન્દ્રિયના નિગ્રહથી, શ્રોતેન્દ્રિયને વશમાં રાખવાથી મguળામyog = મનોજ્ઞ અને અમનોજ્ઞ, પ્રિય અને અપ્રિય સહુ = શબ્દોમાં રોળિયા = રાગદ્વેષનો નિગ્રહનાથ = થાય છે તપન્નર તગ્નિમિત્તક(શ્રોતેન્દ્રિય સંબંધી) વમનું = કર્મનો ન બંધ૬ = બંધ થતો નથી પુષ્પબદ્ધ = પહેલા બાંધેલા કર્મોની form = નિર્જરા કરી દે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયને વશમાં રાખવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– શ્રોતેન્દ્રિય નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં થતા રાગદ્વેષનો નિગ્રહ કરે છે. તેથી તે જીવ શબ્દ નિમિત્તક કર્મ બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન :
વિષય તરફ દોડનારી ઇન્દ્રિયોને વિષય તરફથી હટાવી લેવી, પ્રિય અને અપ્રિય વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા તે ઈન્દ્રિયનિગ્રહ છે.
ઇન્દ્રિય દ્વારા જે ગ્રહણ થાય, તેને ઇન્દ્રિય વિષય કહે છે. પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષય છે. તેમાં શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે.
શબ્દના ત્રણ પ્રકાર અને બાર વિકાર છે. યથા– જીવ શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ. તે ત્રણ પ્રકારના શબ્દો શુભ પણ હોય અને અશુભ પણ હોય, તેથી તેના ૩૪૨ = ૬ ભેદ થાય અને તે છ પ્રકારના શબ્દો પર રાગ અને દ્વેષ થાય, તેથી તેના ૬x૨ = ૧૨ વિકાર થાય.
શ્રોતેન્દ્રિયને તેના ત્રણ પ્રકારના વિષયમાંથી પાછી વાળવી અને તેના બાર પ્રકારના વિકાર ન કરવા તેને શ્રોતેન્દ્રિય નિગ્રહ કહે છે.
શ્રોતેન્દ્રિય નિગ્રહ કરનાર સાધક તત્સંબંધી રાગદ્વેષ કરતો નથી, તેથી તે શ્રોતેન્દ્રિયની આસક્તિ નિમિત્તક કર્મબંધ કરતો નથી અને પૂર્વે સંગ્રહિત કર્મોની નિર્જરા કરે છે. ચક્ષુરિન્દ્રિય નિગ્રહ:६५ चक्खिदिय-णिग्गहेणं भंते ! जीवे किं जणयइ ?
चक्खिदिय-णिग्गहेणं मणुण्णामणुण्णेसु रूवेसु रागदोस-णिग्गहं जणयइ, तप्पच्चइयं च णं कम्म ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચક્ષુરિન્દ્રિયને વશ કરવાથી જીવને શું લાભ થાય છે?