________________
સમ્યક પરમ
[ ૨૧૧ ]
વિવેચન -
દર્શનનો અર્થ અહીં ક્ષાયોપથમિક સમ્યગ્ગદર્શન છે. તેના ચાર પરિણામ છે– (૧) મિથ્યાત્વના દલિકોનો નાશ (૨) ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ (૩) કેવળજ્ઞાન, કેવળદર્શનની પ્રાપ્તિ (૪) સંયમની સમ્યક આરાધના. ક્ષાયોપશમ સમકિત સંપન્નસાધક સમ્યગુદર્શનને નિર્મળ કરતાં ભવ ભ્રમણના હેતુરૂપ મિથ્યાત્વના દલિકોનો સર્વથા ઉચ્છેદ કરીને ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી તેનો સમ્યગુદર્શનરૂપ પ્રકાશ કયારે ય બુઝાતો નથી. તે જીવ તે જ ભવમાં અથવા ત્રીજા કે ચોથા ભવમાં કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરે છે. ત્યાં સુધી તેનો ક્ષાયિક સમ્યકત્વનો પ્રકાશ પ્રજ્વલિત રહે છે. તે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરીને સંયમ-તપથી આત્માને ભાવિત કરતો વિચરણ કરે છે અને અંતે સર્વ કર્મ ક્ષય કરી મુક્ત થાય છે. ચારિત્ર સંપન્નતા - ६३ चरित्त-संपण्णयाए णं भंते ! जीवे किं जणयइ ?
चरित्तसंपण्णयाए णं सेलेसीभावं जणयइ, सेलेसिं पडिवण्णे य अणगारे चत्तारि केवलिकम्मसे खवेइ, तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वायइ सव्वदुक्खाणमंतं करेइ । શબ્દાર્થ – રિ-સંપUM E = ચારિત્ર સંપન્નતાથી સેલેરીમવું = શૈલેશી અવસ્થા નપફ = પ્રાપ્ત થાય છે પડિવો = પ્રાપ્ત થયેલો અણIR = અણગાર વારિ = ચાર વનિર્માતે = કેવળી કર્માશ, કેવળી અવસ્થામાં રહેલા ચાર કર્મોનો હવેડું = ક્ષય કરે છે તો = ત્યાર પછી = પછી સિા = સિદ્ધ થઈ જાય છે ગુરૂ = બુદ્ધ થઈ જાય છે મુવેર્ = મુક્ત થઈ જાય છે પરબ્લિાય = કર્ણાગ્નિને બુઝાવીને શીતલ થઈ જાય છે સદ્ગપુરા = સર્વ દુઃખોનો અંત રેડ્ડ = અંત કરી દે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્ર સંપન્નતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- ચારિત્ર સંપન્નતાથી સાધક શૈલેશીભાવને પ્રાપ્ત કરે છે. શૈલેશીભાવને પ્રાપ્ત થયેલા અણગાર ચાર અઘાતી કર્મોનો ક્ષય કરે છે. તત્પશ્ચાત્ તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. વિવેચન :
સામાયિકાદિ ચારિત્રની પરિપકવતાને, દઢતાને ચારિત્ર સંપન્નતા કહે છે. તેના ત્રણ પરિણામ છે– (૧) શેલેશી ભાવની પ્રાપ્તિ. (૨) ચાર અઘાતી કર્મોનો ક્ષય. (૩) સિદ્ધ, બુદ્ધ અને મુક્ત દશાની પ્રાપ્તિ.
ચારિત્ર હંમેશાં સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનપૂર્વક હોય છે. તેથી ચારિત્ર સંપન્ન સાધક જ્ઞાનસંપન્ન અને દર્શન સંપન્ન હોય જ છે. આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે રત્નત્રયથી સંપન્ન થયેલો સાધક યથાખ્યાત ચારિત્રની પૂર્ણતાને પ્રાપ્ત કરી શૈલેશીકરણ અને યોગ નિરોધ કરે છે, ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. રેલી ભાવ ગાય – ના ત્રણ અર્થ થાય છે. (૧) શૈલેશ– મેરુપર્વતની જેમ નિષ્કપ અવસ્થા પ્રાપ્ત કરે છે (૨) શૈલ– ખડકની જેમ સ્થિર ઋષિ-શેલર્ષિ થઈ જાય છે (૩) શીલ+ઈશ = ચારિત્રના ઈશ,