________________
સમ્યક પરમ
૨૦૯ ]
કહેવાય છે. તેના ચાર પરિણામ છે– (૧) ચારિત્ર પર્યાયોની શુદ્ધિ (૨) યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ (૩) ચાર અઘાતી કર્મોનો ક્ષય (૪) સિદ્ધ દશાની પ્રાપ્તિ.
કાય સમાધારણતામાં કાયા દ્વારા નિરંતર સંયમની પ્રવૃત્તિ થાય છે, તેના સતત અભ્યાસથી જીવના ચારિત્ર પર્યાયોની વિશુદ્ધિ થાય છે. ક્ષાયોપથમિક ચારિત્ર નિર્મળ થવાથી ચારિત્રમોહનીય કર્મની નિર્જરા થાય છે અને જીવ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય તે ત્રણ કુલ મળીને ચાર ઘાતકર્મોનો નાશ કરીને સાધક કેવળી અવસ્થાને પ્રાપ્ત કરે છે. વિશુદ્ધ યથાખ્યાત ચારિત્રમાં સ્થિત થયેલો તે સાધક ત્યાર પછી મૃત્યુ સમયે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર તે ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે અને સર્વ દુઃખોનો ક્ષય કરી પરમ નિર્વાણ પામે છે. જ્ઞાન સપનતા:६१ णाणसंपण्णयाए णं भंते ! जीवे किं जणयइ ?
णाणसंपण्णयाए णं सव्वभावाहिगमं जणयइ, णाणसंपण्णे णं जीवे चाउरते संसारकंतारे ण विणस्सइ ।
जहा सूई ससुत्ता, पडिया वि ण विणस्सइ ।
तहा जीवे ससुत्ते, संसारे ण विणस्सइ ॥१॥ णाणविणय-तवचरित्तजोगे संपाउणइ, ससमयपरसमय विसारए य संघायणिज्जे भवइ । શબ્દાર્થ -પાળસંપvયાણ = જ્ઞાન સંપન્નતાથી, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી સવ્વભાવાહિi = સર્વ પદાર્થોનો અભિગમ અર્થાત્ સર્વ પદાર્થોનું જ્ઞાન વારતે = ચતુર્ગતિરૂપતારતારે = સંસાર અટવીમાં જ વિ ભટકતો નથી ગઈ = જે રીતે સત્તા = દોરા સહિતની સૂઈ = સોય પડિયા વિ= પડી જવા છતાં ન વિટ્ટ= ખોવાતી નથી તe = તેવી જ રીતે તે = સદ્ભુત, શ્રુતજ્ઞાની નાવે = જીવ સવારે = સંસારમાં જ નિફ = ભટકતો નથી નાણા-વિજય-ત-રિત નો = જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોને સાડા= પ્રાપ્ત કરે છે સાથપરમવિલાપ = સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંતના વિશારદ-જ્ઞાતા થાય છે ૫ = અને સંપાવાને = સંઘાતનીય, સંગ્રહણીય, માનનીય, પ્રમાણભૂત પુરુષ અવ = થાય છે. ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! જ્ઞાન સંપન્નતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– જ્ઞાન સંપન્નતાથી જીવ સમસ્ત તત્ત્વોનો જ્ઞાતા બને છે. જ્ઞાન સંપન્ન જીવ ચતુર્ગતિ રૂપી સંસાર કાન્તારમાં ભટકતો નથી.
ગાથાર્થ– જેમ દોરો પરોવેલી સોય પડી જવા છતાં ખોવાઈ જતી નથી તેમ શાસ્ત્રજ્ઞાન સહિત જીવ સંસારમાં વિનષ્ટ થતો નથી અર્થાત્ ભટકતો નથી. ll૧] તે જીવ જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોની અધિક, અધિકતમ ઉપલબ્ધિ કરે છે. તે સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતમાં વિશારદ થઈને સર્વને માટે સન્માનનીય થઈ જાય છે.