________________
૨૦૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
वयसमाहारणयाए णं वयसाहारण-दसणपज्जवे विसोहेइ । वयसाहारणदसणपज्जवे विसोहित्ता सुलहबोहियत्तं णिव्वत्तेइ, दुल्लहबोहियत्तं णिज्जरेइ । શબ્દાર્થ – વયનારાયાણ = વચન સમાધારણતા, વચનને પઠન પાઠન સ્વાધ્યાયમાં જોડવું વચારણ-કંસાપાવે = વચન સંબંધી દર્શન પર્યાય વિલો = વિશુદ્ધ થાય છે વિસદિત્તા = વિશુદ્ધ કરીને જીવ સુનવોદિયત્ત = સુલભબોધિપણું ઉચ્ચત્ત = પ્રાપ્ત કરે છે
ફુ લોહિયાં = દુર્લભબોધિપણાની,
ગિફ = નિર્જરા કરે છે. ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! વચન સમાધારણતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર-વચન સમાધારણતાથી જીવ વાણીના વિષયભૂત દર્શનના પર્યાયોને વિશુદ્ધ કરે છે. વાણીના વિષયભૂત દર્શન પર્યાયોને વિશુદ્ધ કરીને સુલભ બોધિને પ્રાપ્ત કરે છે અને દુર્લભબોધિપણાની નિર્જરા કરે છે. વિવેચન : -
વચન યોગનું સમ્યક પ્રકારે નિયોજન કરવું. સ્વાધ્યાય આદિ પ્રશસ્ત વચનોમાં પ્રવૃત્ત થવું તેને વચન સમાધારણતા કહે છે. તેના ત્રણ પરિણામ છે– (૧) દર્શન પર્યાયની વિશુદ્ધિ (૨) સુલભબોધિપણાની પ્રાપ્તિ (૩) દુર્લભબોધિપણાનો નાશ. વચન સમાધારણતાને પ્રાપ્ત થયેલો જીવ નિરંતર સ્વાધ્યાયાદિમાં પ્રવૃત્ત હોવાથી તે જીવાદિ તત્ત્વોને જાણે છે, તવિષયક તેના શંકાદિ દોષ દૂર થઈ જાય છે, તેથી તેના સમ્યગુદર્શનની વિશુદ્ધિ થાય છે; સમ્યગુદર્શનની વિશુદ્ધિથી તેનું દુર્લભબોધિપણું નષ્ટ થાય છે અને તેને સુલભબોધિપણું પ્રાપ્ત થાય છે. તે જીવને ભવાન્તરમાં પણ સત્યધર્મની અવશ્ય પ્રાપ્તિ થાય છે. કાય સમાધારણતા :६० काय-समाहारणयाए णं भंते ! जीवे किं जणयइ?
कायसमाहारणयाए णं चरित्तपज्जवे विसोहेइ । चरित्तपज्जवे विसोहित्ता अहक्खाय चरितं विसोहेइ । अहक्खाय चरित्तं विसोहित्ता चत्तारि केवलिकम्मसे खवेइ । तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ परिणिव्वायइ सव्वदुक्खाणमत करेइ । શબ્દાર્થ :- વાયનાદારયાણ = કાય સમાધારણતા, કાયાને સંયમિત કરવાથી અદલાય વરિd = યથાખ્યાત ચારિત્ર. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કાય સમાધારણતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર-કાય સમાધારણાથી જીવ ક્ષાયોપથમિક ચારિત્રના પર્યાયોને નિર્મળ કરે છે. ક્ષાયોપથમિક ચારિત્ર પર્યાયોને નિર્મળ કરીને ક્ષાયિક યથાખ્યાત ચારિત્રને નિર્મળ કરે છે. યથાખ્યાત ચારિત્રને નિર્મળ (વિશુદ્ધ) કરીને કેવળી અવસ્થામાં વિદ્યમાન તે સાધક યથાસમયે આયુષ્યના અંતે ભવોપગ્રાહી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર, તે ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી તે જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે અને શીતળીભૂત બની જાય છે; અંતે સર્વ-દુઃખોનો અંત કરે છે. વિવેચન :
કાયાને સંયમની શુદ્ધ, નિરવધ પ્રવૃત્તિઓમાં સમ્યક પ્રકારે જોડવી, તેને કાય સમાધારણતા