________________
સમ્યક પરમ
૨૦૭ ]
વિવેચનઃ
અશુભ કાયિક વ્યાપારનો નિરોધ કરવો તેમજ કાયાની સમસ્ત પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો, તે કાયમુર્તિ છે. કાયગુપ્તિથી જીવ અશુભ યોગનો વિરોધ કરે છે, તર્જન્ય આશ્રવને રોકી સંવર કરે છે. તે જીવ અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ ગયો હોવાથી પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનજન્ય પાપાશ્રવનો નિરોધ કરે છે. મન સમધારણતા :५८ मण-समाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ?
मण-समाहारणयाए णं एगग्गंजणयइ । एगग्गंजणइत्ता णाणपज्जवे जणयइ । णाणपज्जवे जणइत्ता सम्मत्तं विसोहेइ, मिच्छत्तं च णिज्जरेइ । શબ્દાર્થ:-માણમાદારયાણ = મન સમાધારણતાથી, આગમ અનુસાર મનની પ્રવૃત્તિ કરવાથી, અર્થાત મનને સંકલ્પ-વિકલ્પોથી મુક્ત રાખી સ્વાધ્યાયાદિ ઉત્તમ કાર્યોમાં જોડાવવાથી = મનની એકાગ્રતા નાણાપwવે = જ્ઞાનની પર્યાયોની નાયડુ = પ્રાપ્તિ થાય છે સમત્ત = સમ્યકત્વની વિનોદે = વિશુદ્ધિ કરે છે મચ્છત્ત = મિથ્યાત્વની form = નિર્જરા કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મન સમાધારણાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર–મન સમાધારણતાથી જીવ ધર્મમાં એકાગ્રતા પ્રાપ્ત કરે છે. એકાગ્રતા પ્રાપ્ત થવાથી તત્ત્વના બોધરૂપ જ્ઞાન પર્યાયોની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન પર્યાયો પ્રાપ્ત થવાથી અર્થાત્ તત્ત્વ સ્વરૂપ જાણી લેવાથી જીવ સમ્યકત્વને શુદ્ધ કરે છે. તત્ત્વ અંગેની રુચિ તેનામાં વિશુદ્ધત્તર બની જાય છે તેમજ તે જીવ મિથ્યાત્વની નિર્જરા કરે છે. વિવેચન :
સમાધારણાનો અર્થ છે સમ્યક પ્રકારે વ્યવસ્થા કરવી અથવા નિયોજન કરવું. સમાધારણામાં સમ્યક પ્રકારે પ્રવૃત્તિનું સાતત્ય ફલિત થાય છે. મન સમાધારણા - આગમોક્ત ભાવોના (શ્રતના) ચિંતનમાં મનને સારી રીતે જોડવું, વ્યવસ્થિત કરવું, તે મન સમાધારણા છે. તેના ચાર પરિણામ છે– (૧) એકાગ્રતા (ર) જ્ઞાન પ્રાપ્તિ (૩) સમ્યકત્વ વિશુદ્ધિ (૪) મિથ્યાત્વની નિર્જરા.
જિન પ્રવચન અનુસાર મનને સમાધિમાં સ્થાપિત કરવા રૂપ મન સમાધારણાથી એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એકાગ્રતા પ્રાપ્ત થવાથી જીવ જ્ઞાન પર્યાયોને પ્રાપ્ત કરે છે અર્થાત્ મતિ, શ્રત આદિ જ્ઞાનોને તથા જ્ઞાનની અન્ય શક્તિઓને પ્રાપ્ત કરે છે. જ્ઞાનની એકાગ્રતાથી તેનું જ્ઞાન અતિ નિર્મળ થાય છે. આ રીતે જ્ઞાનની વિશુદ્ધિથી જીવ સમ્યક્ત્વને વિશુદ્ધ કરે છે. કારણ કે જ્ઞાન નિર્મળ થવાથી તેના અંતઃકરણમાં શંકા આદિ દોષોની ઉત્પત્તિ થતી નથી. સમ્યક્ત્વની વિશુદ્ધિ, થવાથી મિથ્યાત્વનો નાશ થાય છે. વચન સમાધારણતા:५९ वय-समाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ?