________________
[ ૨૦૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
वयगुत्तयाए णं णिव्वियारत्तंजणयइ । णिव्वियारेणंजीवे वइगुत्ते अज्झप्पजोग साहणजुत्ते यावि भवइ । શબ્દાર્થ – વયજુથી = વચનગુપ્તિથી વિયારd = નિર્વિકાર ભાવની, નિર્વિચાર ભાવની નાયડુ = પ્રાપ્તિ થાય છે ઈમ્બિયારે = નિર્વિકારી વફતે = વચન ગુપ્ત ને = જીવ, સાધક અાખનો-સાદાગુ = આધ્યાત્મ યોગ (ધર્મધ્યાન) આદિના સાધનોથી યુક્ત, ભવ= થાય છે. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! વચન-ગુપ્તિથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- વચન ગુપ્તિથી જીવ નિર્વિચાર અવસ્થા(નિર્વિકલ્પ દશા)ને પ્રાપ્ત કરે છે, નિર્વિચાર અવસ્થાને પ્રાપ્ત થયેલો જીવ સર્વથા વચનગુપ્ત થઈને આધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી યુક્ત થઈ જાય છે. વિવેચન :
વચનના સંયમને વચનગુપ્તિ કહે છે. તેના બે સ્વરૂપ છે– (૧) સર્વથા વચનનો નિરોધ એટલે મૌન (૨) અશુભ(અકુશલ) વચનનો સંપૂર્ણ નિરોધ. બંને પ્રકારની વચન ગુપ્તિથી સાધક વચન વિકારોથી રહિત અવસ્થાને અર્થાત્ ઉન્નત વચન શુદ્ધિને પ્રાપ્ત કરે છે. વચન પર નિયંત્રણ સિદ્ધ સાધક બાહ્ય વચન વ્યવહારથી મુક્ત થઈ માત્ર સ્વાધ્યાય, વાચના, ધર્મકથા આદિ આધ્યાત્મ સાધક વચનયોગોથી યુક્ત બને છે. આ રીતે વચનગુપ્ત સાધકની સર્વવચન શક્તિ આધ્યાત્મ સાધનમાં જ જોડાય છે. અન્ય વચનવિકારોથી તે સાધક દૂર થઈ જાય છે. નિળિયારનં :- શબ્દના બે અર્થ થાય છે, નિર્વિચારતા-વિચાર શુન્યતા અથવા નિર્વિકારતા-વિકાર શૂન્યતા. મૌનથી આત્મલીનતા આવે અને આત્મલીન થયેલા સાધકો વિચાર શૂન્ય બની જાય છે.
તે જ રીતે વચનના સંયમથી જીવ નિર્વિકારતા-વિકારમુક્ત બને છે અર્થાત્ વચન દ્વારા ક્લેશ-કંકાશ આદિ જે વિકૃતિઓ ઉત્પન્ન થવાની હોય તે સર્વ વિકૃતિઓ દૂર થાય છે. વિકારમુક્ત સાધક અધ્યાત્મ સાધનોથી સંપન્ન થાય છે. સાધના પરિપક્વ થતાં તે વચનસિદ્ધિ પ્રાપ્ત કરે છે. કાયમુતિઃ५७ कायगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ?
कायगुत्तयाए णं संवरं जणयइ । संवरेण कायगुत्ते पुणो पावासकणिरोहं करे । શબ્દાર્થ:- ગુવી - કાયગુપ્તિથી, કાયિક વ્યાપારના નિરોધથી સંવરં સંવરની પુળો - પછી ચિનુ? = કાયગુપ્ત બનેલો જીવ પાવાવનોદ = પાપ આસવોનો નિરોધ શરૃ = કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાયગુપ્તિથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– કાયગુપ્તિના પ્રભાવથી જીવ આસવ-પ્રવૃત્તિના નિરોધરૂપ સંવરને પ્રાપ્ત કરે છે. સંવરથી કાયગુપ્ત થયેલો સાધક પાપ કર્મ બંધ કરાવનાર પ્રાણાતિપાત આદિ અઢાર પ્રકારના પાપ આસવનો નિરોધ કરે છે.