________________
સમ્યક્ પરાક્રમ
[ ૨૦૫ ]
શબ્દાર્થ - નોન-સન્ડે" = યોગ સત્યથી, મન, વચન, કાયાની સત્ય પ્રવૃત્તિ નો = મન, વચન, કાયાના યોગો વિનોદ = વિશુદ્ધ થાય છે. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! યોગ સત્યથી જીવને શું લાભ થાય છે? ઉત્તર– યોગસત્યથી– મન, વચન અને કાયાની સત્ય પ્રવૃત્તિથી જીવ યોગોને વિશુદ્ધ કરે છે. વિવેચન :
- મન, વચન, કાયાની પ્રવૃત્તિનું નામ યોગ છે. સત્યયોગ અર્થાતુ મન, વચન, કાયાની સત્ય પ્રવૃત્તિથી સ્કૂલ કે સૂક્ષ્મ સર્વ યોગોની શુદ્ધિ થાય છે. યોગ વિશુદ્ધિથી તર્જન્ય કર્મબંધ અટકી જાય છે. મન ગુતિ:५५ मणगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ?
मणगुत्तयाए णं जीवे एगग्गं जणयइ । एगग्गचित्ते णं जीवे मणगुत्ते सजमाराहए भवइ । શબ્દાર્થ -માણ = મનોગુપ્તિ, મનને વશમાં રાખવાથી પાપ નથફ = એકાગ્ર થાય છે, ચિત્તની એકાગ્રતાને પ્રાપ્ત કરે છે વિરે ઇ નીવે = એકાગ્ર ચિત્તવાળો જીવ મત્તે = મનને વશ કરીને સનમાર = સંયમનો આરાધક અવડુ = થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મન-ગુપ્તિથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– મન-ગુપ્તિથી જીવ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરે છે. એકાગ્ર ચિત્તવાળો જીવ અશુભ વિકલ્પોથી મનને સુરક્ષિત રાખતાં સંયમનો આરાધક બને છે. વિવેચન :
અશુભ અધ્યવસાયમાં જતાં મનને રોકવું તે મનોગુપ્તિ છે. મનોગુપ્તિના ત્રણ રૂપ થાય છે– (૧) આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો. (૨) ધર્મધ્યાનનો અનુબંધ થાય તથા શાસ્ત્રાનુસાર પરલોકની સાધના થાય તેવી માધ્યસ્થ પરિણતિ રાખવી. (૩) શુભ તેમજ સમસ્ત અશુભ મનોવૃત્તિનો વિરોધ કરવો; ત્યારપછી સાધક ક્રમશઃ આગળ વધતાં સર્વ વિકલ્પોથી રહિત થઈ સમભાવમાં અને આત્મભાવોમાં પ્રતિષ્ઠિત થાય, ત્યારે વ્યુત્સર્ગ તારૂપે સંપૂર્ણ મનોગુપ્તિ થાય છે. મનોગુપ્તિના આ સ્વરૂપને આધારે તેના ત્રણ પરિણામ થાય છે– (૧) એકાગ્રતા, ધર્મધ્યાન (૨) અશુભ અધ્યવસાયોથી મનની રક્ષા અને (૩) જ્ઞાનાદિ રત્નત્રય રૂપ સંયમની આરાધના. મનોગુપ્તિમાં અકુશલ મનનો નિરોધ અને કુશલ મનની પ્રવૃત્તિ થાય છે, તે એકાગ્રતા છે. તેમાં ચિત્તનો સર્વથા નિરોધ ન થતા, અનેક અવલંબનોમાં વિખરાયેલું મન એક અવલંબનમાં સ્થિર થાય છે. આગળ વધતો સાધક મનોનિગ્રહ કરતાં કરતાં નિર્વિકલ્પતાના અભ્યાસ સધી પહોંચી શકે છે અને ક્ષણિક(થોડા-થોડા સમય માટે) નિર્વિકલ્પ દશામાં પહોંચીને ઉત્તરોત્તર વ્યત્સર્ગ તપને પ્રાપ્ત કરે છે. અંતે સંપૂર્ણ યોગનિરોધ થાય ત્યારે આત્માને શાશ્વત નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. વચન ગુતિ:५६ वयगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ?