________________
| ૨૦૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
મવડું = બની જાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાવ સત્યથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– ભાવ સત્યથી ભાવની વિશુદ્ધિ થાય છે. ભાવ વિશુદ્ધિમાં પ્રવૃત્ત થયેલો જીવ અરિહંત પ્રરૂપિત ધર્મની આરાધના કરવા ઉધત થાય છે. અરિહંત પ્રરૂપિત ધર્મની આરાધનામાં ઉધમવંત જીવ પરલોકમાં પણ ધર્મનો આરાધક બને છે. વિવેચન -
- સત્યના અનેક પાસા છે. પૂર્ણ સત્યને પ્રાપ્ત કરવું સામાન્ય સાધક માટે અત્યંત મુશ્કેલ છે. પરંતુ સત્યાર્થી, મુમુક્ષુ સાધક માટે સત્યની પૂર્ણતા સુધી પહોંચવા માટે સત્ય સંબંધિત વિવિધ આરાધના આવશ્યક છે. સત્યનો પ્રવાહ ત્રણ ધારાથી વહે છે, ભાવો (આત્મભાવો)ની સત્યતાથી, ક્રિયાની(આચરણની) સત્યતાથી અને યોગની સત્યતાથી. પ્રસ્તુતમાં સૂત્રકારે ભાવ સત્યના ફળને પ્રદર્શિત કર્યું છે.
શદ્ધ અંતઃકરણથી ભાવની શુદ્ધિ થાય, તે જીવાત્માના અધ્યવસાય શુદ્ધ થાય છે. ભાવશુદ્ધિ થવાથી જીવ અરિહંત પ્રરૂપિત ધર્મની આરાધનામાં પ્રવૃત્ત થાય છે અને ઉક્ત ધર્મ આરાધના જીવને પરલોકમાં ધર્મની પ્રાપ્તિ કરાવે છે. જન્માત્તરમાં પણ તે ધર્મનો આરાધક થાય છે. જે કુળમાં કુળપરંપરાથી જ જિનધર્મનું પાલન થતું હોય, તેવા ઉચ્ચકુળમાં તેનો જન્મ થાય છે. કરણ સત્ય :५३ करण-सच्चेणं भंते ! जीवे किं जणयइ ?
करण-सच्चेणं करणसत्तिं जणयइ । करणसच्चे वट्टमाणे जीवे जहावाई तहाकारी यावि भवइ । શબ્દાર્થ - રળ-સોળું = કરણ સત્યથી, સત્ય પ્રવૃત્તિથી તરબત્ત = સત્ય ક્રિયા કરવાની શક્તિ cરાવે = કરણ સત્યમાં વકાણે = પ્રવૃત્ત, વર્તતો નવા = જેવું બોલે છે તonી યાવિ ભવ= તેવું જ કરે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કરણસત્યથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- કરણ સત્યથી જીવ કરણશક્તિ પ્રાપ્ત કરે છે અર્થાત્ કોઈપણ કાર્યને સમ્યક્ રીતે પૂર્ણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. કરણ સત્યમાં વર્તતો જીવ જેવું બોલે તેવું કરનાર બને છે. વિવેચન : -
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રત્યેક ક્રિયાઓનું આચરણ કરવું તેને કરણસત્ય કહે છે. આ પ્રકારની ક્રિયાની સત્યતા-યથાર્થતાથી તે જીવ અપૂર્વ શુભ ક્રિયાઓ કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. ક્રિયાની અપૂર્વ શક્તિથી સંયમ પાલનમાં તેનો વીર્ષોલ્લાસ વધતો જાય છે, તે જીવ જે પ્રમાણે ઉપદેશ આપે છે તે જ પ્રમાણે સ્વયં આચરણ પણ કરે છે. તેથી તેનો પ્રભાવ જનમાનસ પર વિશેષ પડે છે. તે લોકોનો વિશ્વાસપાત્ર બની રહે છે. યોગ સત્ય :५४ जोग-सच्चेणं भंते ! जीवे किं जणयइ ? जोग-सच्चेणं जोगं विसोहेइ ।