________________
૧૮૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! વિષય સુખનો ત્યાગ કરવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– વિષય સુખનો ત્યાગ કરવાથી વિષયો પ્રત્યે અનુત્સુક્તા(અનિચ્છા) થાય છે. અનુત્સુક્તાથી જીવ બીજા જીવો પ્રત્યે અનુકંપા રાખનાર બને છે, વ્યગ્રતા રહિત, ઉતાવળ રહિત બને છે, શાતા-સુખની સ્પૃહા રહિત થવાથી તેને કયારે ય શોક થતો નથી, તેથી તે શોક મુક્ત થઈ જાય છે. આ ત્રણ ગુણોથી યુક્ત તે જીવ ચારિત્ર મોહનીય કર્મનો અર્થાત્ સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષય કરે છે. વિવેચનઃ
सुहसाएणं :– સુખશાતતા. સુલ્લું વૈવિ શાતથતિ નાગતિકૃતિ સુવશાતતા વૈયિક સુખનો નાશ, અર્થાત્ વિષયસુખ પ્રત્યે નિસ્પૃહ થવું, વિષયજન્ય સુખનો ત્યાગ, વિષયસુખ પ્રત્યે ઉપેક્ષા તે સુખશાતતા છે.
વિષય સુખના ત્યાગી સાધક વિષયો પ્રતિ અનુત્સુક–નિસ્પૃહ હોય છે અને નિસ્પૃહમુનિ સંયમમાં, આત્મભાવોમાં સ્થિર થઈ જાય છે. જેમ-જેમ સંયમભાવોની સ્થિરતા વધે, તેમ-તેમ તેના વ્યવહારમાં જીવો પ્રત્યે અનુકંપાનો ભાવ વધતો જાય છે. સર્વ જીવો, વિષયના દુઃખરૂપ માર્ગને છોડીને સુખના માર્ગને સ્વીકારે તેવી તેની ભાવના રહે છે. વિષયાસક્તિથી રહિત તે અનુત્સુક અને અનુકંપાવાન સાધક ઉતાવળ રહિત, ચંચળતા રહિત એટલે ધીર, સ્થિર અને મંદકષાયી બની, શોક સંતાપ રહિત બને છે. આ ગુણોથી યુક્ત તે સાધક ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરે છે.
अणुकंप :− વિષય સુખો પ્રત્યે નિસ્પૃહ થયેલો સાધક સંકુચિત કે સ્વાર્થ વૃત્તિવાળો રહેતો નથી., તેથી બીજા પ્રાણીઓના દુઃખ જોઈને તેનું હૃદય અનુકંપાયુક્ત થઈ જાય છે. અનુભડે :– અનુદ્ભટ. વૈયિક સુખની સ્પૃહા રહિત સાધક ચપળતા રહિત અને ઉછાછળાપણા રહિત થાય છે. વિયલોને ઃ– જેના અંતરમાં વિષયોની લાલસા નથી તે નિરાકુલ(આકુલતા રહિત) બને છે અને તેને વિષય સુખોની કે અનુકૂળતા-પ્રતિકૂળતા કે પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ કે શોક થતો નથી. શોક રહિત જીવ મોહથી મુક્ત થવા માટે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરે છે. દર્શન મોહ તો તે સાધકને પહેલાંથી જ નાશ પામી ગયો હોય.
અપ્રતિબદ્ધતાઃ
| ३२ अप्पडिबद्धयाए णं भंते ! जीवे किं जणयइ ?
अप्पडिबद्धयाए णं णिस्संगत्तं जणयइ । णिस्संगत्तेणं जीवे एगे एगग्गचित्ते दिया य राओ य असज्जमाणे अप्पडिबद्धे यावि विहरइ । શબ્દાર્થ :- અડિવન્દ્વયાર્ ં = અપ્રતિબદ્ધતાથી, આસક્તિનો ત્યાગ કરવાથી, રાગભાવના નિવારણથી હ્સિત્ત = નિઃસંગતા, સ્ત્રી આદિની સંગતિથી અથવા જનસમુદાયથી રહિતપણું, કર્મ સંગથી રહિતપણું નળયજ્ઞ = પ્રાપ્ત થાય છે ખિસ્સુંન્નેળ = નિઃસંગતાથી નીવે = જીવ નેે = એકલો થઈને, રાગદ્વેષ રહિત થઈને વિત્તે = એકાગ્ર ચિત્તવાળો થાય છે વિયા = દિવસે રાઓ = રાત્રે અસખ્તમાળે = કોઈપણ પદાર્થમાં અનુરાગ ન રાખતો અ—ડિવન્દ્રે = અપ્રતિબદ્ધ ભાવથી વિહરફ = વિહરે છે, વિચરે છે.
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અપ્રતિબદ્ધતાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર–અપ્રતિબદ્ધતાથી(અનાસક્તિથી) જીવ નિઃસંગતા પ્રાપ્ત કરે છે. નિઃસંગતાથી જીવ એકાકી