________________
સમ્યપશામ
૧૮૭ ]
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વ્યવદાનથી– સંપૂર્ણ આશ્રવ નિરોધથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સંપૂર્ણ આશ્રવ નિરોધથી જીવ અક્રિય અવસ્થાને પ્રાપ્ત કરે છે. અક્રિય બનેલો જીવ ત્યાર પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, સર્વ કર્મોથી મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે અને સર્વદુઃખોનો અંત કરે છે. વિવેચન :
પ્રસ્તુતમાં વોદાન = વ્યવદાનનું ફળ નિદર્શિત કર્યું છે.
વિ=વિગત, વિછિન્ન, રહિત, આદાન = કર્યગ્રહણ કર્યાશ્રવ, તેથી વ્યવદાનનો અર્થ છે–આશ્રવનો વિચ્છેદ, આશ્રવ રહિત અવસ્થા.
તપથી પૂર્વ સંચિત કર્મોનો ક્ષય-નિર્જરા થાય છે પરંતુ જ્યાં સુધી આંશિક પણ કર્મનો પ્રવાહ ચાલુ હોય, ત્યાં સુધી જીવની મુક્તિ થતી નથી. સર્વકર્મક્ષય માટે સંપૂર્ણ આશ્રવ નિરોધરૂપ વ્યવદાન અત્યંત જરૂરી છે. ચૌદમા ગુણસ્થાને જીવ અયોગી અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે આશ્રવનો સંપૂર્ણ નિરોધ થઈ જાય છે, તે જીવ અયોગી હોવાથી અક્રિય અવસ્થાને પ્રાપ્ત કરે છે. અક્રિય થયેલો જીવ અત્યંત અલ્પ સમયમાં જ સર્વ કર્મોનો ક્ષય કરી મુક્ત થઈ જાય છે.
સિબ્સ-સિદ્ધ થાય છે. તેના સર્વ કાર્યો પૂર્ણ થઈ જવાથી તે કૃતકૃત્ય અવસ્થાને પામે છે. ગુડ્ડબુદ્ધ થાય છે. સંપૂર્ણ બોધને પામે છે, તે અખંડ જ્ઞાન-દર્શન સ્વરૂપ અવસ્થાને પામે છે. જ્ઞાનદર્શનના ઉપયોગમય બને છે. મુન્દ્ર-સર્વ કર્મોથી અને શરીરથી મુક્ત થઈ જાય છે. પરિણિધ્વાચપરમનિર્વાણ- શાંતિને પામી જાય છે. સર્વ પ્રકારની બાધા-પીડાથી રહિત અવ્યાબાધ સુખરૂપ અવસ્થાને પામે છે. સદ્ગપુરવાનુમત રેડ્ડ- સંસારના સમસ્ત દુઃખોનો સદાને માટે અંત કરે છે. સંયમ, તપ અને વ્યવદાન :- આ ત્રણે અનુષ્ઠાનો સાધનામાર્ગના ક્રમિક સોપાન છે. સંયમથી જીવની મોક્ષમાર્ગમાં તીવ્રવેગથી પ્રગતિ થાય છે; નવા કર્મોનું આગમન પ્રાયઃ રોકાય જાય છે. સંયમ સાથે તપની આરાધનાથી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય થાય છે અને આત્મશુદ્ધિની વૃદ્ધિ થાય છે. અંતે વ્યવદાનથી સંપૂર્ણ આશ્રવનો વ્યવચ્છેદ થાય છે; આત્મા અક્રિય અવસ્થાને પામે છે. આ રીતે ત્રણેના સંયોગે જીવની મુક્તિ થાય છે. પ્રસ્તુત સૂત્રમાં આ ત્રણેના ફળની ક્રમશઃ પૃચ્છા કરી છે. સુખશાતતા:३१ सुहसाएणं भंते ! जीवे किं जणयइ ?
सुहसाएणं अणुस्सुयत्तं जणयइ । अणुस्सुयएणं जीवे अणुकंपए अणुब्भडे विगयसोगे चरित्तमोहणिज्ज कम्म खवेइ । શબ્દાર્થ-જુદાણ - સુખશાતતાથી અર્થાત્ વિષયસુખનો ત્યાગ કરવાથી, વિષય-સુખની ઉપેક્ષા, સુખની નિરપેક્ષા પુસુયત્ત = અનુત્સુક્તા અર્થાત્ વિષયો પ્રતિ અનિચ્છા નાયડુ = ઉત્પન્ન થાય છે અનુસુ- કપ = અનુત્સુક્તાથી, સુખો પ્રત્યે ઉત્સુકતા રહિત થવાથી નવે = જીવ અજુપણ = બીજા જીવો પ્રત્યે અનુકંપા કરનાર સમયે = નિરભિમાની, વ્યગ્રતા રહિત, ઉતાવળ રહિતવિયોને = શોક-ચિંતા રહિત થઈને વરિત્તનોને = ચારિત્રમોહનીય = કર્મનો હવેફ = ક્ષય કરે છે.