________________
સમ્યક પશw
[ ૧૮૯ ]
અર્થાતુ ધર્મધ્યાનમાં એકનિષ્ઠ થાય છે, એકાગ્રચિત્ત થાય છે, દિવસ અને રાત સદેવ સર્વત્ર અનાસક્ત અને અપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે. વિવેચન : - પ્રતિબદ્ધતા અને અપ્રતિબદ્ધતા - પ્રતિબદ્ધતા એટલે કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અથવા ભાવ સાથે જીવનું આસક્તિપૂર્વક બંધાઈ જવું. અપ્રતિબદ્ધતા એટલે જીવને કોઈપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સાથે આસક્તિપૂર્વક પ્રતિબંધ ન થવું. અપ્રતિબદ્ધતાનું ફળ :- અપ્રતિબદ્ધતાથી ક્રમશઃ (૧) નિઃસંગતા (૨) એકાત્મતા-આત્મનિષ્ઠા (૩) એકાગ્રચિત્તતા (૪) સદેવ સર્વત્ર અનાસક્તિ, વિરકિત અને (૫) અપ્રતિબદ્ધ વિચરણ પ્રાપ્ત થાય છે. વિવિક્તશયનાસન - ३३ विवित्तसयणासणयाए णं भंते ! जीवे किं जणयइ ?
विवित्तसयणासणयाएणंचरित्तगुत्तिं जणयइ । चरित्तगुत्ते यणंजीवे विवित्ताहारे दढचरित्ते एगतरए मोक्खभावपडिवण्णे य अट्ठविह कम्मगठि णिज्जरेइ । શબ્દાર્થ – વિવરસથી સાપ = વિવિક્ત શયનાસનતાથી એટલે સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાન, શયન અને આસનનું સેવન કરવાથી પિત્ત |ત્તિ નાયડુ = ચારિત્રની રક્ષા થાય છે વરિત્તરે = ચારિત્રની રક્ષા કરનારવિવિત્તાદારે = વિવિક્તાહારી, વિગયાદિમાં અનાસક્તરંવરિતે = ચારિત્રમાં દઢ તર= એકાન્તરત, એકાન્તસેવી મોજqમાવપડિવUM = મોક્ષભાવ પ્રતિપન્ન-મોક્ષનો સાધક થાય છે કુવિદ = આઠ પ્રકારની સ્કૂકિં = કર્મગ્રંથીનો નિઝરૂ = નાશ કરે છે, ભેદન કરે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાન, શયન અને આસનનું સેવન કરવાથી જીવને શું લાભ થાય છે ?
જન સંપર્કથી રહિત અથવા સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરવાથી સાધક ચારિત્રની રક્ષા કરે છે. ચારિત્રની રક્ષા કરનાર જીવ વિગય રહિત, શુદ્ધ સાત્વિક પવિત્ર આહારી, દઢચારિત્રી, એકાંતપ્રિય મોક્ષભાવથી સંપન્ન થઈને આઠ પ્રકારના કર્મોની ગ્રંથીનો નાશ કરે છે અર્થાતુ કર્મોની નિર્જરા કરે છે. વિવેચનઃવિવિક્ત શયનાસનનું મહત્વ – જનસંપર્કથી દૂર અને સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગથી રહિત; એકાંત, શાંત, સાધના યોગ્ય નિવાસસ્થાન હોય તે વિવિક્ત નિવાસ છે. શાસ્ત્રોમાં આવા અનેક એકાંત સ્થાન બતાવ્યા છે– સ્મશાન, શૂન્યગૃહ, વૃક્ષમૂળ આદિ. સાધ્વીજીઓ અને સામાન્ય સાધકો માટે આ સ્થાનો યોગ્ય નથી. વિશિષ્ટ અને અભ્યાસી સાધક આવા સ્થાનોમાં સાધના કરી શકે છે. સામાન્ય સાધકો સ્ત્રી, પશુ અને નપુંસકના સંસર્ગથી રહિત, એકાંત સ્થાનમાં રહે છે.
વિવિક્ત શયનાસનનું સેવન કરનાર સાધક સર્વ પ્રકારની આસક્તિથી મુક્ત થઈને એકાંત આત્મભાવમાં લીન થઈ જાય છે. તેથી તેના ચારિત્રની દઢતા, પવિત્રતા અને પરિપકવતા થાય છે. તેવા