________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૮૫ ]
શ્રુત-આરાધના:२६ सुयस्स आराहणाए णं भंते ! जीवे किं जणयइ ? सुयस्स आराहणाए णं अण्णाणं खवेइ, ण य संकिलिस्सइ । શબ્દાર્થ - સુયસ્ત મારાપાણ = શ્રુતજ્ઞાનની આરાધના કરવાથી જીવે = જીવ ૩ણા = અજ્ઞાનનો હવે = નાશ કરે છે જ નવિ નિરૂફ = સંક્લેશ પામતો નથી. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શ્રુતજ્ઞાનની આરાધના કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તરશ્રુતજ્ઞાનની આરાધનાથી જીવ અજ્ઞાનનો નાશ કરે છે અને તે વિવિધ ક્લેશોથી રહિત થઈ જાય છે. વિવેચન : -
આગમની સમ્યક્ આરાધનાને શ્રુતની આરાધના કહે છે. પૂર્વોક્ત વાચના આદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાનની આરાધના થાય છે.
જીવ જેમ જેમ શ્રુતજ્ઞાનની આરાધના કરે છે તેમ તેમ તેના હૃદયમાં અપૂર્વ અપૂર્વ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી તેનો અજ્ઞાનભાવ દૂર થાય છે. જ્ઞાન ભાવમાં રમણ કરતા તે સમાગત કોઈ પણ પરિસ્થિતિમાં સંક્લેશ પરિણામોથી દૂર રહી, સમતા, પ્રસન્નતાના પરિણામોમાં જ સ્થિર રહે છે. મનની એકાગ્રતા:|२७ एगग्गमण-सण्णिवेसणयाए णं भंते ! जीवे किं जणयइ ? ए गग्ग-मण-सण्णिवेसणयाए णं चित्तणिरोहं करेइ । શબ્દાર્થ - પાળવેલા = મનની એકાગ્રતાથી પિત્તળનો€ = ચિત્તવૃત્તિનો નિરોધ વરદ્ = કરે છે. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! મનની એકાગ્રતાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર– મનની એકાગ્રતાથી ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. વિવેચનઃમનની એકાગ્રતા :- (૧) મનને એકાગ્ર અર્થાત્ એક અવલંબનમાં સ્થિર કરવું (૨) ધ્યેય વિષયક જ્ઞાનમાં તલ્લીન થવું (૩) મનની ચંચળ ચિત્ત વૃત્તિનો વિરોધ કરવો, તે મનની એકાગ્રતા છે.
જો કે સૂત્રમાં “એકાગ્ર” પદ જ આપ્યું છે તો પણ પ્રસ્તુતમાં સમ્યક પરાક્રમનો વિષય હોવાથી શુભ અવલંબન દ્વારા મનને એકાગ્ર કરવું, તે પ્રમાણે અર્થ થાય છે. આ રીતે ધર્મ કે શુકલ ધ્યાનમાં મનને એકાગ્ર કરવાથી ચારે બાજુ દોડતી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે, ચિત્તને ઉન્માર્ગે જતું રોકી શકાય છે. તેથી મનની એકાગ્રતાનું ફળ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. પાતંજલ યોગદર્શનમાં પણ યોગશ્ચિત્તવૃત્તિ નિરોધઃ, તેમ કહ્યું છે. વિર ભરોદ - ચિત્ત નિરોધ, ચિત્તની વિકલ્પ શૂન્યતા. ચિત્તની ચંચળતા દૂર થવી અને ચિત્ત શાંત થવું સંયમ :२८ संजमेणं भंते ! जीवे किं जणयइ ? संजमेणं अणण्हयत्तं जणयइ ॥