________________
[ ૧૮૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અનુપ્રેક્ષા છે.
અનુપ્રેક્ષામાં શુભભાવોની વૃદ્ધિ થવાથી આયુષ્યને છોડીને શેષ સાત કર્મોની પ્રકૃતિઓ શિથિલ થઈ જાય છે, તે સાતે કર્મોના પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ, એ ચાર પ્રકારના અશુભબંધો શુભબંધમાં પરિવર્તિત થાય છે. અશાતાવેદનીય કર્મોનું શાતાવેદનીયરૂપે સંક્રમણ થાય છે. તે સાધક વારંવાર અશાતાવેદનીય આદિ અશુભ પ્રકૃતિઓ બાંધતો નથી. તેના અનાદિ સંસારનો અંત ઘણી જ ઝડપથી થાય છે. આકર્ષ શર્મા સિવ વંધ.- અનુપ્રેક્ષા કરનાર આયુષ્ય કર્મ કદાચ બાંધે અને કદાચ બાંધતો નથી. તેના કારણો આ પ્રમાણે છે– (૧) જે આત્મા તે જ ભવમાં મોક્ષગામી હોય તે આયુષ્યકર્મ બાંધતો નથી. (૨) આયુષ્ય કર્મનો બંધ આયુષ્યના ત્રીજા-ત્રીજા ભાગે એક જ વાર થાય છે. અનુપ્રેક્ષા સમયે આયુષ્યનો ત્રીજો ભાગ ન હોય તો આયુષ્યકર્મનો બંધ થતો નથી. (૩) પૂર્વે આયુષ્યનો બંધ થઈ ગયો હોય, તો પણ આયુષ્યબંધ થતો નથી. જે જીવનો સંસાર પરિભ્રમણ કાળ બાકી હોય અને તેના આયુષ્યનો બંધકાલ હોય, તે આયુષ્ય કર્મનો બંધ કરે છે. ધર્મકથા :२५ धम्मकहाए णं भंते ! जीवे किं जणयइ?
धम्मकहाए णं णिज्जरं जणयइ । धम्मकहाए णं पवयणं पभावेइ । पवयणपभावेणं जीवे आगमेसस्स भद्दत्ताए कम्म णिबंधइ । શબ્દાર્થ – ધુમ્મહ બ = ધર્મકથા કહેવાથી, ધર્મોપદેશ દેવાથી બાર = કર્મોની નિર્જરા નાય = થાય છે પવય = પ્રવચનની ભાવે = પ્રભાવના થાય છે પવયા ભાવે = પ્રવચનની પ્રભાવના કરવાથી નવે = જીવ ના મેસર્સ = ભવિષ્યકાળમાં મદ્દત્તા — = ભદ્ર એટલે શુભ કર્મોનો જ વિષય = બંધ કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્મકથાથી એટલે ધર્મનો ઉપદેશ-પ્રવચન કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– ધર્મકથા કરવાથી જીવ કર્મોની નિર્જરા કરે છે. તે જિન પ્રવચનની પ્રભાવના કરે છે અર્થાત્ જિનેશ્વર ભગવાનના ઉપદેશને પ્રકાશિત કરે છે. જિનેશ્વર ભગવાનના ઉપદેશને પ્રકાશિત કરનાર જીવ ભવિષ્યમાં ભદ્રતા-કલ્યાણ પ્રાપ્ત કરે એવા શુભ કર્મોનો બંધ કરે છે. વિવેચનઃધર્મકથા :- જે દુર્ગતિમાં પડતા જીવને બચાવે છે, તે ધર્મ છે. તેની કથા કરવી અર્થાત્ અહિંસાદિરૂપ ધર્મની પ્રરૂપણા કરવી તેમજ કથાનુયોગના માધ્યમથી ધર્મ તત્ત્વોનું વ્યાખ્યાન કરવું તેનું નામ ધર્મકથા છે. વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તન અને અનુપ્રેક્ષાથી સૂત્રાર્થ પામેલા સાધક ધર્મકથાથી જિન પ્રવચનને અને તેના મહત્વને જન-જનમાં પ્રકાશિત કરે છે. આવી ધર્મકથા કરનાર જીવ નિયમતઃ પોતાના કર્મોની નિર્જરા કરે છે અને પ્રવચનની પ્રભાવના કરે છે. પ્રભાવના કરનાર પ્રવચનકાર શુભ કર્મોનું ઉપાર્જન કરે છે કે તેથી તેનું કલ્યાણ થવામાં કોઈ પણ પ્રકારની બાધા નડતી નથી.
ધર્મકથામાં જન સાધારણને સહજ રીતે રસ ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા જનતા ધર્મમાં જોડાય છે. તેથી શાસન પ્રભાવના વિશેષ રૂપે થાય છે.