________________
સમ્યક્ પરાક્રમ
૧૮૩
અનુપ્રેક્ષાઃ-
२४ अणुप्पेहाए णं भंते ! जीवे किं जणयइ ?
अणुप्पेहाए णं आउय- वज्जाओ सत्त-कम्मपयडीओ धणियबंधण बद्धाओ सिढिल बंधणबद्धाओ पकरेइ । दीहकालट्ठिईयाओ हस्सकालट्ठिईयाओ पकरेइ । तिव्वाणुभावाओ मंदाणुभावाओ पकरेइ । बहुप्पएसग्गाओ अप्पपएसग्गाओ पकरेइ । आउयं च णं कम्म सय बंध सिय बंधइ । असायावेयणिज्जं च णं कम्मं णो भुज्जो भुज्जो उवचिणाइ । अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंत-संसार कतारं खिप्पामेव वीइवयइ ।
I
=
=
=
શબ્દાર્થ:- અણુપ્લેહાર્ = અનુપ્રેક્ષાથી, ચિંતન કરવાથી આયવપ્નાઓ - આયુષ્યકર્મ સિવાય સત્ત = સાત જન્મપયડીઓ = કર્મોની પ્રકૃતિઓ પિવ-બંધળ વદ્ધાનો = ગાઢ બંધનોથી બંધાયેલી હોય તો તેને સિદિત બંધળ વૃદ્ધાઓ - શિથિલ બંધવાળી પરેડ્ = કરી દે છે વીહાલકિયાો = દીર્ઘ કાળની સ્થિતિવાળી હોય તેને હસાલટ્ટિયાગો - અલ્પકાળની સ્થિતિવાળી તિવ્વાનુભાવાળો - તીવ્ર રસવાળી હોય તેને મવાળુમાવાઓ = મંદ રસવાળી વહુખલાઓ = બહુપ્રદેશી હોય તેને અપ્પવૃËાઓ = અલ્પપ્રદેશી બાયું માંં = આયુષ્ય કર્મ સિય – કદાચ વધરૂ = બંધાય છે. જો બંધŞ = બંધાતુ પણ નથી અસાયવેળાં = અશાતાવેદનીય # = કર્મનો મુન્નો મુન્નો = વારંવાર જો ધિાદ્ = બંધ થતો નથી અળાય= આ અનાદિ અળવવાં
=
અનંત વીહમાં = દીર્ઘમાર્ગવાળા પાડત-સંસાર-તત્ત્વ = ચતુર્ગતિરૂપ સંસાર-કંતાર-અટવીને હિપ્પામેવ = શીઘ્ર વીવયફ = પાર કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનુપ્રેક્ષા કરવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– અનુપ્રેક્ષા કરવાથી આયુષ્ય કર્મ સિવાયના સાત કર્મોની પ્રકૃતિઓ પ્રગાઢ બંધનવાળી હોય તે શિથિલ બંધવાળી થાય છે, દીર્ઘકાળની સ્થિતિવાળી હોય તે અલ્પકાળની સ્થિતિવાળી થાય છે, તીવ્ર રસવાળી પ્રકૃતિઓ મંદ રસવાળી થઈ જાય છે અને બહુકર્મપ્રદેશો અલ્પકર્મપ્રદેશોમાં પરિવર્તિત થાય છે. અનુપ્રેક્ષા કરનાર જીવ આયુષ્ય કર્મ કદાચ બાંધે છે અને કદાચ બાંધતો નથી. અનુપ્રેક્ષા કરનાર પુનઃ પુનઃ અશાતાવેદનીય કર્મ બાંધતો નથી. તે અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચાતુર્ગતિક સંસાર અટવીને જલદીથી પાર કરે છે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે છે.
વિવેચનઃ
અનુપ્રેક્ષા : । :– સ્વાધ્યાયનો આ ચોથો પ્રકાર છે. સાધનાના ક્ષેત્રમાં તેનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તેનાથી સર્વ કર્મક્ષયરૂપ મહાલાભની પ્રાપ્તિ થાય છે.
સૂત્રના ભાવોનું ઊંડાણપૂર્વક ચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષામાં સૂત્રાર્થનું સૂક્ષ્મતાપૂર્વક અને ઊંડાણપૂર્વક ચિંતવન કરવામાં આવે છે. આવું ચિંતન કરતાં સૂત્રોના રહસ્યોનો પાર પામી શકાય છે, શાસ્ત્રના નવા નવા રહસ્યો ઉદ્ઘાટિત થાય છે, મનની એકાગ્રતા સધાય છે. સૂત્રપાઠ અને અર્થ હૃદયમાં સ્થિર થાય છે. ઊંડાણપૂર્વકના ગહન ચિંતનમાં સ્થિર થયેલો સાધક ક્રમશઃ ધ્યાન તપને પામે છે. આ રીતે અનુપ્રેક્ષા ધ્યાનમાં પણ સહાયક બને છે. તેથી જ ધર્મધ્યાન અને શુક્લાનની ચાર-ચાર અનુપ્રેક્ષાઓનું શાસ્ત્રમાં કથન છે. અનિત્યાદિ ભાવના ધર્મધ્યાનની અનુપ્રેક્ષા છે અને અનંતવૃત્તિતાનુપ્રેક્ષા વગેરે શુક્લધ્યાનની