________________
[ ૧૮૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
મૂળપાઠ તથા તેના અર્થ સમજાવે છે, ત્યારે તેના અનુસંધાનમાં શિષ્યને જે જિજ્ઞાસાઓ થતાં ગુરુદેવને પ્રશ્ન પૂછે, તેને પ્રતિપૃચ્છના કહેવાય. પ્રતિપૃચ્છનાથી શિષ્યના અંતરમાં મૂળપાઠ અને અર્થ સ્પષ્ટ થાય છે, હૃદયમાં તેનું અવધારણ થાય છે, શિષ્યની શંકાઓનું સમાધાન થાય છે. વવાનોદi - (૧) કાંક્ષા મોહનીય એટલે મિથ્યાત્વ મોહનીય. શંકાઓનું સમાધાન થવાથી તેનું શ્રુતજ્ઞાન નિર્મલ થાય છે. તે જીવને જિનવાણી પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને બહુમાન થવાથી તેનું સમ્યકત્વ શદ્ધ અને સ્થિર થાય છે. તેના દર્શન મોહનીયકર્મના દલિકો નષ્ટ થઈ જાય છે અને તે જીવ ક્ષાયિક સમકિતને પ્રાપ્ત કરે છે. (૨) કાંક્ષા મોહનીય એટલે અન્ય દર્શનોની કક્ષા એટલે ઈચ્છા-આકાંક્ષા થવી, તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે. તેનાથી જીવને સર્વ ધર્મો સમાન લાગે છે પરંતુ પ્રતિપૃચ્છનાથી તે જીવને સત્યધર્મની સ્પષ્ટતા થાય છે અને તેથી તેને અન્ય ધર્મોની આકાંક્ષા થતી નથી. (૩) સ્વદર્શનમાં શંકા આદિ થાય, તે પણ ઉપલક્ષણથી કાંક્ષા મોહનીય છે. પ્રતિપુચ્છના કરવાથી તેની શંકાઓનું સમાધાન થઈ જતાં કાંક્ષા મોહનીયકર્મ નાશ પામે છે. પરિવર્તના - २३ परियट्टणयाए णं भंते ! जीवे किं जणयइ ? परियट्टणयाए णं वंजणाई जणयइ, वंजणलद्धिं च उप्पाएइ । શબ્દાર્થ - રયળ = પરિવર્તન, ભણેલા-શીખેલા સૂત્રપાઠને પુનઃ પુનઃ બોલવા, ફેરવવા વંગારું = વ્યંજનો, અક્ષરો, શબ્દો ગાય = યાદ રહી જાય છે વંગાદ્ધિ = વ્યંજન-લબ્ધિ, અક્ષર-લબ્ધિ અને પદલબ્ધિ ૩ખાદ્ઘ = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરાવર્તનથી જીવને શું લાભ થાય છે? ઉત્તર- પરાવર્તના એટલે શીખેલા પાઠોનું પુનરાવર્તન કરવાથી ભૂલાયેલા શબ્દો, યાદ રહી જાય છે. પુનરાવર્તનથી વ્યંજન લબ્ધિ ઉત્પન્ન થાય છે. વિવેચન :પરિવર્તના - મૂળ સૂત્રપાઠ ભૂલાય ન જાય તે માટે અવારનવાર તેને યાદ કરવા, સ્મૃતિમાં લાવવા અથવા તેનું પુનઃ પુનઃ આવર્તન કરવું તે પરિવર્તના છે. પરિવર્તન કરવાથી મૂળ પાઠ કંઠસ્થ રહે છે, તેમજ એક અક્ષર કે એક એક પદ યાદ કરતાં બાકીના પદ ક્રમશઃ યાદ આવી જાય છે. અર્થસહિત પરિવર્તના કરતાં કરતાં અર્થો વધારે સ્પષ્ટ થતાં જાય છે અને આગળ વધતા સાધકને કોઈવાર નવા-નવા અર્થો અને ભાવો પણ ઉઘાટિત થાય છે. પરિવર્તન કરનાર વ્યંજન લબ્ધિને પામે છે.. વનદ્ધિ – વ્યંજન લબ્ધિ. જેના દ્વારા અર્થ પ્રગટ થાય તે અક્ષરોને વ્યંજન કહે છે. કંઠસ્થ કરેલા વિષયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી વ્યંજનલબ્ધિ પ્રાપ્ત થાય છે. સૂત્રના એક અક્ષરની સ્મૃતિથી તેના પછી ક્રમશઃ આવતા અનેક અક્ષરો કે પદોની સ્વતઃ સ્મૃતિ થઈ જવી તેને વ્યંજનલબ્ધિ કહે છે. વ્યંજનો-અક્ષરોના સમુદાયને પદ કહે છે. એક પદના સ્મરણથી અનુક્રમે અન્ય સેંકડો પદની સ્મૃતિ થઈ જવી તેને પદાનુસારિ લબ્ધિ કહે છે. પરિયટ્ટણા કરનારને પદાનુસારિ લબ્ધિ પણ પ્રગટે છે. આ શક્તિ વિશેષ ખીલતી જાય, તેમ એક પદ કે ચરણના આધારે આગળ પાછળના પદ, ચરણ અને ગાથાઓ પણ યાદ આવી જાય છે.