________________
[ ૧૮૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સ્વાધ્યાય :२० सज्झाएणं भंते ! जीवे किं जणयइ ? सज्झाएणं णाणावरणिज्ज कम्मंखवेइ । શબ્દાર્થ – સાપ = સ્વાધ્યાય કરવાથી પાણાવરળિs = જ્ઞાનાવરણીય વન = કર્મનો હવિક્ = ક્ષય થાય છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સ્વાધ્યાયથી જીવને શું લાભ થાય છે? ઉત્તર- સ્વાધ્યાય કરવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. વિવેચન :
સ્વ આત્મા, અધ્યાય-અધ્યયન. સ્વયં પોતાનું અધ્યયન એટલે અભ્યાસપૂર્વક નિરીક્ષણ કરવું તે સ્વાધ્યાય છે. પોતાના આત્મપરિણામોના નિરીક્ષણમાં આગમ પાઠનું અધ્યયન સહાયક બને છે. તેથી સૂત્રના અધ્યયનને પણ સ્વાધ્યાય કહે છે. સ્વાધ્યાયકાલમાં જિનપ્રવચનનું અધ્યયન કરવું, કરાવવું વગેરે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના પાંચ ભેદ છે. યથા– વાચના, પૃચ્છના, પરિપટ્ટણા, ધર્મકથા અને અનુપ્રેક્ષા. સૂત્રકારે સ્વાધ્યાયના આ પાંચે ય પ્રકારોના લાભનું પૃથક-પૃથક નિરૂપણ કર્યું છે. સ્વાધ્યાયનું ફળ– સ્વાધ્યાય કરનાર સાધક ચિત્તની એકાગ્રતાને પામીને અંતર્મુખી બને છે. અંતર્મુખી બનેલો સાધક આગમના ભાવો અને પોતાના આચરણની તુલના કરે છે. આ રીતે આત્મનિરીક્ષણથી પોતાના દોષોનો ત્યાગ કરીને જિનાજ્ઞાનુસાર આચરણ કરે છે. તેમ કરતાં શાસ્ત્ર સ્વાધ્યાય સ્વનું અધ્યયન બની જાય છે અને તેવા સ્વાધ્યાયથી આત્મવિશુદ્ધિ થાય અને અનંત કર્મોની નિર્જરા થાય છે. અહીં શ્રુતજ્ઞાનની ઉપાસના થતી હોવાથી જ્ઞાનાવરણીય કર્મોના નાશનું મુખ્યતયા કથન છે. વાચના :२१ वायणाए णं भंते ! जीवे किं जणयइ ?
वायणाए णं णिज्जरं जणयइ । सुयस्स अणुसज्जणाए अणासायणाए वट्टइ । सुयस्स य अणुसज्जणाए अणासायणाए वट्टमाणे तित्थधम्म अवलंबइ । तित्थधम्म अवलंबमाणे महाणिज्जरे महापज्जवसाणे भवइ । શબ્દાર્થ – વાયTU = આગમની વાચનાથી, વાચના લેવા અને દેવાથી નિરંગ કર્મોની નિર્જરા નવ = થાય છે સુસ = શ્રુત જ્ઞાનની આજુલઝાર = બહુ પરિચિતતા, શ્રુતસ્કૃતિની તાજગી સલાયા = આશાતના રહિત અવસ્થામાં વકૃ = રહે છે, વર્તે છે વસા = શ્રુત જ્ઞાનની ઉપસ્થિતિ અને અનાશાતના અવસ્થામાં રહેલા સાધક તિજન્મ = તીર્થધર્મનું, વીતરાગમાર્ગનું અવતારૂ = અવલંબન પ્રાપ્ત કરે છે અવનવના = અવલંબન પ્રાપ્ત કરતો જીવ મહઝિરે = કર્મોની મહાનિર્જરા કરે છે મહાપwવતા ભવ = મહાપર્યવસાન કરે છે, એટલે કે કર્મોનો અંત કરીને મોક્ષ સુખ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાચનાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– વાચના કરવાથી જીવને કર્મોની નિર્જરા થાય છે તથા તે શ્રુતજ્ઞાનની શુદ્ધ સ્મૃતિ અને