________________
સગપરામ
|
[ ૧૭૯ ]
ક્ષમાપના:१९ खमावणयाए णं भंते ! जीवे किं जणयइ ?
खमावणयाए णं पल्हायणभावं जणयइ । पल्हायण भावमुवगए य सव्वपाणभूयजीव-सत्तेसु मित्तीभावमुप्पाएइ । मित्तीभावमुवगए यावि जीवे भावविसोहिं काऊण णिब्भए भवइ । શબ્દાર્થ :- ઉનાવાયા = અપરાધની ક્ષમા માંગવાથી પન્હાવભાવે નાયડુ = ચિત્ત આહાદિત(પ્રસન્ન) થાય છે પન્હાયમાંવમુવIC = ચિત્ત પ્રસન્નતાના ભાવને પ્રાપ્ત થયેલો જીવ સવ્વ-પMિ-શૂનવ-સત્તે; = સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વો સાથે મિત્તમાંવમુખડુ = મૈત્રીભાવ પ્રાપ્ત કરે છેfમમવં ૩વI= મૈત્રીભાવને પ્રાપ્ત થયેલો જીવ ભાવવિદિં = પોતાના ભાવની વિશુદ્ધિ Iઝન = કરીને પિમ = નિર્ભય મવડું = થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્ષમાપનાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- ક્ષમાપનાથી જીવ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. પ્રસન્ન ચિત્તવાળો સાધક સર્વ પ્રાણી, ભૂતો, જીવો અને સત્ત્વો પ્રત્યે મૈત્રીભાવ રાખે છે. મૈત્રીભાવને પ્રાપ્ત થયેલો જીવ ભાવવિશુદ્ધિ કરીને નિર્ભય થઈ જાય છે. વિવેચન :સમાપના - કોઈ વ્યક્તિ દ્વારા અપરાધ થતાં તેનો પ્રતિકાર કરવાની કે તેને સજા કરવાની પોતાની શક્તિ હોવા છતાં તેના અપરાધને માફ કરવો, પ્રતિકાર ન કરવો તે ક્ષમા છે. તેમજ કોઈ દુષ્કૃત્ય કે અપરાધ કર્યા પછી પોતાના ગુરુદેવ કે આચાર્યની પાસે અથવા જેનો અપરાધ કર્યો હોય તેની સમક્ષ નિવેદન કરવું કે, “ હે પૂજ્ય! મારો અપરાધ ક્ષમા કરો, ભવિષ્યમાં હું આવો અપરાધ નહીં કરું.’ આવી રીતે ક્ષમા માંગવી તે ક્ષમાયાચના” છે. ક્ષમા ભાવના રાખવી કે ક્ષમા યાચના કરવી, તે બંનેને ક્ષમાપના કહે છે. ક્ષમાપનાનું ફળ - (૧) પ્રફ્લાદ ભાવ– ચિત્ત પ્રસન્નતા. ક્ષમાયાચના કરવાથી સામી વ્યક્તિ પ્રત્યેના રાગદ્વેષ દૂર થઈ જાય છે. તેનું ચિત્ત પ્રસન્ન થાય છે. (૨) મૈત્રી ભાવ- તે સર્વ જીવોનું હિત ચિંતવવારૂપ મૈત્રી ભાવથી ભાવિત થાય છે. (૩) નિર્ભયતા- આ રીતે તેના ભાવો વિશુદ્ધ થતાં તે નિર્ભય બને છે. સાચા હૃદયના ભાવથી ક્ષમા માંગનારને સામી વ્યક્તિ પણ ક્ષમા પ્રદાન કરે, તેથી તેના દિલમાંથી પણ રાગદ્વેષના ભાવ દૂર થાય છે. આમ ક્ષમાનું આદાન-પ્રદાન થવાથી જીવોમાં પરસ્પર મૈત્રીભાવ થાય છે અને વેર વિરોધના ભાવ નાશ પામે છે; તેથી કોઈને કોઈના તરફથી ભય રહેતો નથી, તે નિર્ભયતાને પ્રાપ્ત થાય છે. સવ્વપાન-મૂળવ-સ૬ - સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોમાં.
प्राणाः द्वित्रिचतुः प्रोक्ताः, भूतास्तु तरवः स्मृताः ।।
जीवा पञ्चेन्द्रिया प्रोक्ताः, शेषाः सत्त्वा उदीरिताः ॥ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયને પ્રાણ, વનસ્પતિને ભૂત, પંચેન્દ્રિયને જીવ અને પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય અને વાઉકાયને સર્વ કહે છે. જ્યાં આ ચારે ય શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં આ રીતે જુદા-જુદા અર્થ કરવા જોઈએ પરંતુ ચારેયમાંથી કોઈ એક જ શબ્દનો પ્રયોગ હોય તો ત્યાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોનું ગ્રહણ થઈ જાય છે.