________________
૧૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
હોય છે. તે ચારે ય અસ્વાધ્યાયકાલમાં કોઈ પણ પ્રકારનો સ્વાધ્યાય થતો નથી. તેમજ અષાઢ, ભાદરવો, આસો, કારતક અને ચૈત્રમાસની પૂર્ણિમા અને ત્યાર પછીની પ્રતિપદાઓ(એકમ) તે પણ અસ્વાધ્યાયના દિવસો છે.
સંક્ષેપમાં સ્વાધ્યાય કરતી વખતે સ્વાધ્યાયના કાલ-અકાલની સાવધાની રાખવી, તે કાલ પ્રતિલેખન છે. સ્વાધ્યાય કરનાર મુનિએ સર પ્રકારના અસ્વાધ્યાયને ટાળીને સ્વાધ્યાય કરવો જોઈએ. સ્વાધ્યાયના કાલ- અકાલની સાવધાની રાખવા માટે જીવે અપ્રમત્ત અને જાગૃત રહેવું પડે છે તેથી તેના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. પ્રાયશ્ચિત્ત :|१८ पायच्छित्तकरणेणं भंते ! जीवे किं जणयइ ?
पायच्छित्तकरणेणं पावकम्मविसोहिं जणयइ, णिरइयारे यावि भवइ। सम्मं च णं पायच्छित्तं पडिवज्जमाणे मग्गं च मग्गफलं च विसोहेइ, आयारं च आयारफलं च आराहेइ । શબ્દાર્થ - પછિત્તરમાં = પ્રાયશ્ચિત્ત કરવાથી પાવવિલોહિં = પાપકર્મોની વિશુદ્ધિ નાયડુ = થાય છે યાવિ = અને તે ઉપરફાર = નિરતિચાર, દોષ રહિત બવફ = થાય છે અH = સમ્યક પ્રકારથી પછિત્ત = પ્રાયશ્ચિત્ત પહિવામાને = ગ્રહણ કરતો જીવન = માર્ગ (સમ્યકત્વ) મોક્ષમાર્ગને માપd = માર્ગના ફળ મોક્ષને વિનોદ વિશુદ્ધ કરે છે આવારં = આચારને, ચારિત્રને આવા૨પત્ત = ચારિત્રના ફળ મોક્ષને મારા = પ્રાપ્ત કરી લે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રાયશ્ચિત્ત કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ પાપકર્મોની વિશુદ્ધિ કરે છે અને તેના વ્રતાદિ નિરતિચાર થાય છે. સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરનાર સાધક માર્ગ અને માર્ગ ફળને વિશુદ્ધ કરે છે, ચારિત્ર અને તેના ફળરૂપે મોક્ષની આરાધના કરે છે. વિવેચન :
જે ક્રિયાથી પાપનો નાશ થાય અને ચિત્તની શુદ્ધિ થાય, તેને પ્રાયશ્ચિત કહે છે. પાપથી વિશુદ્ધ થયેલા જીવનું ચારિત્ર દોષ રહિત શુદ્ધ અને નિર્મળ બની જાય છે. મf મહત્ત ૨ વિનોદે – માર્ગ અને માર્ગફળની વિશુદ્ધિ કરે છે. સમ્યગુદર્શન તે મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે અને સમ્યગદર્શનનું ફળ સમ્યજ્ઞાન છે. પ્રાયશ્ચિત્ત કરનાર જીવ સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનની વિશુદ્ધિ કરે છે. આવા જ આવાજai આરાદે:- સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનની વિશુદ્ધિ થયા પછી તે જીવ આચાર–ચારિત્ર અને તેના ફળ રૂપ મોક્ષની આરાધના કરે છે. અથવા મોક્ષમાર્ગ- ક્ષાયોપશમ સમકિતને પામે છે અને તેના ફળની વિશુદ્ધિ કરે અર્થાત્ તે સમકિતને નિર્મળ અને દઢ કરતાં ક્ષાયિક સમકિતને પામે છે અને ક્ષાયિક સમકિતની આરાધના કરતાં તે જીવ મોક્ષગતિને પામે છે.
સંક્ષેપમાં પ્રાયશ્ચિત્ત કરનાર જીવ સમ્યગુજ્ઞાન અને સમ્યગુદર્શનની વિશુદ્ધિથી સમ્યક ચારિત્રની આરાધના કરે છે.