________________
સમ્યક્ પરાક્રમ
199
થાય છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં અંતક્રિયાના ચાર પ્રકાર કહ્યા છે– (૧) અલ્પસંયમ અલ્પવેદના અલ્પ સંયમ પર્યાયમાં અલ્પવેદનાનો અનુભવ કરીને મોક્ષે જવું. જેમ કે મરુદેવા માતા (૨) અલ્પસંયમમહાવેદના–જેમ કે ગજસુકુમાર મુનિ (૩) દીર્ઘસંયમ અપવેદના—જેમ કે ભરત ચક્રવર્તી. (૪) દીર્ઘસંયમ મહાવેદના- જેમ કે સનત્કુમાર ચક્રવર્તી.
કાળ પ્રતિલેખના : -
१७ कालपडिलेहणयाए णं भंते! जीवे किं जणयइ ? कालपडिलेहणयाए णं णाणावरणिज्जं कम्मं खवेइ ।
શબ્દાર્થ :- જાતડિતે પયાર્ ન = સ્વાધ્યાય કાળના પ્રતિલેખનાથી, આકાશ વગેરે સંબંધી અસ્વાધ્યાયના અવલોકનથી, જાણકારી કરવાથી ખાખાવાં - જ્ઞાનાવરણીય માંં - કર્મનો અને = ક્ષય થાય છે.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કાળ પ્રતિલેખનાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર– કાળની પ્રતિલેખનાથી અર્થાત્ આકાશ વગેરે સંબંધી અસ્વાધ્યાયની જાણકારી કરવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. વિવેચન :
કાળ પ્રતિલેખન :– સ્વાધ્યાય કરવા યોગ્ય કાલનો અને સ્વાધ્યાય નહીં કરવા યોગ્ય અકાલનો નિર્ણય કરવો. વિસ્તારની અપેક્ષાએ શાસ્ત્રોક્ત વિધિથી સ્વાધ્યાય, ધ્યાન, શયન, જાગરણ, પ્રતિલેખન, પ્રતિક્રમણ, ભિક્ષાચર્યા આદિ ધર્મક્રિયા માટે યોગ્ય સમયની સાવધાની રાખવી કે ધ્યાન રાખવું; દિવસ અને રાત્રિના જુદા જુદા વિભાગોમાં સાધુ સમાચારીના નિયમાનુસાર જે સમયે જે ક્રિયાઓ કરવાની હોય, તે તે ક્રિયાઓ માટે તે સમયનો ખ્યાલ રાખવો તેને પણ કાળ પ્રતિલેખન કહી શકાય છે.
સાધક જીવનમાં પ્રત્યેક કાર્યમાં સમયની સાવધાની અત્યંત મહત્ત્વની છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં લે છાલ સમાયરે ગોચરીનું કાર્ય યોગ્ય સમયે કરવાનું વિધાન છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં સમાચારી અધ્યયનમાં મુનિને સ્વાધ્યાય આદિ કરતાં પહેલાં દિવસ અને રાત્રિમાં કાલની પ્રતિલેખના કરવાનું વિધાન છે. શ્રી આચારાંગ સૂત્રમાં મુનિને 'કાલજ્ઞ' બનવાનું કહ્યું છે. આ રીતે મુનિને સમયાનુસાર દરેક પ્રવૃત્તિ કરવાની હોય છે.
પ્રસ્તુત પ્રસંગમાં કાલ પ્રતિલેખનનું ફળ શાનાવરણીય કર્મનો નાશ થાય, તે પ્રમાણે કહ્યું છે. તેથી અહીં સ્વાધ્યાય-અસ્વાધ્યાય કાલના પ્રતિલેખનરૂપ અર્થ પ્રાગિક છે.
સ્વાધ્યાય કરવાના ચાર કાલ આ પ્રમાણે છે–
૧. પૂર્વાલ— દિવસનો પ્રથમ પ્રહર ૨. અપરાહ્મ− દિવસનો ચોથો પ્રહર ૩. પ્રદોષ- રાત્રિનો પ્રથમ પ્રહર ૪. પ્રત્યૂષ– રાત્રિનો ચોથો પ્રહર.
ઠાણાંગ સૂત્ર અને નિશીથ સૂત્રમાં ચાર સંધ્યાને અસ્વાધ્યાય કાલ કહ્યા છે– (૧) પૂર્વ સંધ્યા— પ્રાતઃકાલનો ઉષાકાલ. (૨) પશ્ચિમ સંધ્યા– સૂર્યાસ્ત સમયનો સંધ્યાકાલ. (૩) મધ્યાન્હ કાલ–બપોરનો સમય. (૪) અર્ધ રાત્રિક કાલ– મધ્ય રાત્રિનો સમય. આ ચારે પ્રકારના કાલ સ્વાધ્યાયને માટે અયોગ્ય છે. તે ચારે ય સમય, સ્થૂલ દષ્ટિએ એક મુહૂર્તના હોય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ તેનો સમય કિંચિત હીનાધિક પણ