________________
[ ૧૭ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
बोहिलाभ संपण्णे य णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ । શબ્દાર્થ - થવઘુમાં = સ્તવસ્તુતિ મંગલથી બT-વંસ-રત્ત-વોદિત્તામં= જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બોધિલાભ કપડું = પ્રાપ્ત કરે છે બાળસારિવોદિતમ સપm = જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બોધિલાભ પ્રાપ્ત કરનાર જીવ પૃવિમળોવવત્તિય = કલ્પ વિમાનો (૧૨ દેવલોક, ૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાન)માં ઉચ્ચ જાતિના દેવ થાય છે ગાદિપ ગા = જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરતો જીવ ક્રમશઃ અંતરિય = અંતક્રિયા કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સ્તવ-તિમંગલ કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સ્તવ-સ્તુતિ મંગલથી જીવને જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ બોધિલાભની અર્થાત્ શ્રુતચારિત્ર- ધર્મની અભિરુચિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ બોધિલાભથી સંપન્ન જીવ અંતક્રિયા યોગ્ય અર્થાત મોક્ષ મેળવવા યોગ્ય આરાધનાને પ્રાપ્ત થાય છે અથવા વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થવા યોગ્ય આરાધના કરે છે. વિવેચન :સ્તવ અને અતિ :- ભક્તિ-બહુમાનપૂર્વક ભગવદ્ગુણોનું કીર્તન કરવું. ભગવાનના ગુણોનું સ્મરણ કરવાને સ્તવ-સ્તુતિ કહે છે. પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી મહાપુરુષોના ગુણગ્રામરૂપ ભજન-કીર્તન-સ્તવનાદિ બોલવામાં આવે છે, તે સ્તવસ્તુતિ મંગલ કહેવાય છે. પ્રતિક્રમણમાં પ્રત્યાખ્યાન કર્યા પછી અંતિમ મંગલરૂપે નમોત્થણનો પાઠ કરવામાં આવે છે તેને પણ વસ્તુતિ મંગલ કહે છે. આ રીતે સ્તવ અને સ્તુતિ બંને શબ્દોનો અર્થ થાય છે કે ગુણકીર્તન કરવું;
સાહિત્યકારોએ તેના વિભિન્ન અર્થો પ્રગટ કર્યા છે. યથા– (૧) એક, બે કે ત્રણ શ્લોકવાળા ગુણકીર્તનને સ્તવ અને ત્રણથી વધારે શ્લોકવાળા ગુણકીર્તનને સ્તુતિ કહે છે. (૨) શક્રસ્તવ–નમોત્થણનો પાઠ સ્તવ છે અને ચતુર્વિશતિસ્તવ- લોગસ્સનો પાઠ સ્તુતિ છે. (૩) સાધારણ ગુણોનું વર્ણન કરવામાં આવે તે સ્તવ અને વિશેષ ગુણોનું વર્ણન કરવામાં આવે, તે સ્તુતિ કહેવાય છે. (૪) અભિધાન રાજેન્દ્ર કોષમાં ૧ થી ૭ શ્લોક સુધીના ગુણવર્ણનને સ્તવ અને જઘન્ય-૪, મધ્યમ-૮ તથા ઉત્કૃષ્ટ ૧૦૮ શ્લોકવાળા ગુણવર્ણનને સ્તુતિ કહી છે. સલપમાં ભક્તિ, બહુમાનપૂર્વક ગુણ-કીર્તન કરવું, તે ભાવ આ સવે અથોમાં પ્રતીત થાય છે.
- સ્તવ સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બોધિ લાભ પ્રાપ્ત થાય છે. બોધિ શબ્દનો અર્થ છે સમ્યગુ બોધ- યથાર્થ સમજણ. (૧) ધર્મ અને તત્ત્વોને યથાર્થ જાણવા, શાન સ્વરૂપ બોધિ છે. (૨) વસ્તુ જેમ છે તેમ માનવી; ધર્મ અને તત્ત્વ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરવી, દર્શન સ્વરૂપ બોધિ છે. (૩) જ્ઞાન પહed વિરતિ જ્ઞાનનું ફળ વિરતિ અર્થાત્ ચારિત્ર ગ્રહણ છે. જ્ઞાન અને દર્શન બોધિના ફળ સ્વરૂપે જે ચારિત્ર ગ્રહણ કરવામાં આવે, તેને ચારિત્ર સ્વરૂપ બોધિ કહે છે. આ ત્રણ પ્રકારના બોધિલાભથી જીવ અંતક્રિયા- સમસ્ત કર્મોનો અંત કરવા માટેની સાધના કરે છે. જો કોઈ જીવના કર્મો શેષ રહી જાય, તો તે વૈમાનિક જાતિના દેવમાં ઉત્પન્ન થાય છે. તે જીવ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યભવ પ્રાપ્ત કરીને સર્વ કર્મોનો અંત કરે છે. અંજિરિય- અંતક્રિયા. સમસ્ત કર્મોનો, જન્મ-મરણની પરંપરાનો અને યોગજન્ય સુમ-સ્થલ સર્વ ક્રિયાઓનો અંત કરવા માટે જે ક્રિયા થાય તેને અંતક્રિયા કહે છે. અંતક્રિયા કરનાર જીવ અક્રિય થઈને સિદ્ધ