________________
સમ્યક્ પરાક્રમ
૧૭૫
અર્થાત્ એક સ્થાને સ્થિર થઈને, મૌન ધારણ કરીને, ધ્યાનમાં લીન થઈને કષાયાત્મા અને યોગાત્માનો ત્યાગ કરવામાં આવે છે. કાયોત્સર્ગમાં દોષોનું ચિંતન અને ફરી તે દોષો ન કરવાનો સંકલ્પ થાય છે. ભૂતકાળ અને વર્તમાન કાળના દોષો દૂર થવાથી આત્મા કર્મના બોજથી હળવો અને શાંતચિત્ત થાય છે. આમ થવાથી તે પ્રશસ્ત ધ્યાનમાં, સંયમ યોગમાં સુખપૂર્વક વિચરે છે.
પચ્ચક્ખાણઃ
१५ पच्चक्खाणं भंते ! जीवे किं जणयइ ?
पच्चक्खाणेणं आसवदाराई णिरुंभइ, पच्चक्खाणेणं इच्छाणिरोहं जणयइ, इच्छाणिरोहं गए य णं जीवे सव्वदव्वेसु विणीयतण्हे सीइभूए विहरइ । શબ્દાર્થ:- પન્નવવામેળ = પ્રત્યાખ્યાન કરવાથી આસવવાડું = આશ્રવ દ્વારોનો મિક્ નિરોધ થાય છે ફારિોહ્ન = ઇચ્છાનો નિરોધ જ્ઞળયક્ = થાય છે ફાળિોદું TTE = ઇચ્છા નિરોધ થવાથી નીવે - જીવ સવ્વલન્ક્વેસુ - સર્વ પદાર્થોમાં વિીિયતડ઼ે - તૃષ્ણા રહિત થાય સૌભ્રૂણ = શીતલીભૂત, થઈને પરમ શાંતિથી વિહરફ = વિચરે છે.
=
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– પ્રત્યાખ્યાન કરવાથી જીવ આશ્રવ દ્વારોનો નિરોધ કરે છે. પ્રત્યાખ્યાનથી ઇચ્છાનો નિરોધ થાય છે. ઇચ્છા નિરોધ કરનાર જીવ સર્વ પદાર્થોમાં તૃષ્ણા રહિત અને શીતલીભૂત થઈને વિચરે છે. વિવેચનઃ
પચ્ચક્ખાણ તે છઠ્ઠો આવશ્યક છે.
પચ્ચક્ખાણ :– આત્માનો વિરક્તભાવ પ્રગટ કરવો. વિરક્ત ભાવ દઢ રહે તે માટે દઢ સંકલ્પ કરવો અને આ દઢ સંકલ્પને ગુરુ સમક્ષ પ્રગટ કરીને ગુરુની સંમતિ લેવી, તેના શ્રી મુખેથી પચ્ચક્ખાણ ગ્રહણ કરાય છે. ગુરુ સમક્ષ પચ્ચક્ખાણનો સ્વીકાર કરવાથી તેની દઢતા વધે છે.
પૂર્વોક્ત પાંચે આવશ્યકથી આત્મવિશુદ્ધિ કર્યા પછી તે પાપસેવનના દંડ રૂપ અને ભવિષ્યમાં તે દોષોનું સેવન ન થાય તેવા સંકલ્પ માટે પચ્ચક્ખાણ કરવાના હોય છે. પચ્ચક્ખાણના વિવિધ પ્રકાર છે. પચ્ચક્ખાણનું ફળ :– પચ્ચક્ખાણમાં જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તેની આસક્તિ છૂટે છે તેથી તદ્દન્ય કર્મબંધ અટકી જાય છે.
જે વસ્તુના પ્રત્યાખ્યાન કરવામાં આવે તે વસ્તુ પ્રાપ્ત કરવાની અથવા પ્રાપ્ત થયેલી તે વસ્તુનો ઉપભોગ કરવાની ઇચ્છાથી જીવ નિવૃત્ત બની જાય છે. ઈચ્છાથી મુક્ત થયેલા જીવને તે પદાર્થો પરની તૃષ્ણા દૂર થઈ જાય છે. તૃષ્ણા રહિત જીવ વિવિધ સંતાપોથી રહિત થઈને ચિત્તમાં પરમ શાંતિનો અનુભવ કરે છે. સ્તવ-સ્તુતિ મંગલ :
१६ थवथुइमंगलेणं भंते ! जीवे किं जणयइ ?
थवथुइमंगलेणं णाण-दंसण-चरित्त-बोहिलाभं जणयइ, णाणदंसण-चरित्त