SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૪ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ આત્માને પુનઃ શુભયોગમાં લાવવો તે પ્રતિક્રમણ. (૩) આત્મભાવથી શ્રુત થયેલા આત્માને આત્મભાવમાં સ્થાપિત કરવો તે પ્રતિક્રમણ. (૪) મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભયોગ તે પાંચ પ્રકારની વિભાવદશા- માંથી સ્વભાવદશામાં આવવા માટેનું અનુષ્ઠાન, તે પ્રતિક્રમણ. (૫) વ્રત-નિયમમાં લાગેલા અતિચાર દોષોથી નિવૃત્ત થવું તે પ્રતિક્રમણ. પ્રતિકમણનું ફળ – પ્રતિક્રમણનું ઉપરોકત સ્વરૂપ જ તેના લાભને સ્પષ્ટ કરે છે. પ્રતિક્રમણથી વ્રતમાં લાગેલા અતિચાર રૂ૫ છિદ્ર ઢંકાઈ જાય અને વ્રત અખંડિત બને છે. યથાસમયે પ્રતિક્રમણ ન થાય તો તે અતિચાર રૂપ છિદ્ર મોટું થાય છે અને તે દોષ અનાચાર બની જાય છે. ત્યારે તે સાધકનું વ્રત ખંડિત થઈ જાય છે. ખંડિત વ્રતથી સાધનાનું સાતત્ય રહેતું નથી. પ્રતિક્રમણ કરનાર પોતાના ચારિત્રને અસબલ એટલે દોષરહિત અને નિર્મળ બનાવે છે. તે મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ચારિત્ર અનુષ્ઠાનોમાં અપ્રમત્ત અને તલ્લીન બની, આવતા કર્મોના દ્વારને બંધ કરે છે. સંયમની તલ્લીનતાથી ઇન્દ્રિયો પોત-પોતાના વિષયોમાં ચંચળ બનતી નથી. આ રીતે તે સાધક ઇન્દ્રિય વિજેતા બની જાય છે. ભરત અને ઐરાવતક્ષેત્રમાં પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનમાં સાધકો માટે નિત્ય ઉભયકાલ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે પરંતુ મધ્યના બાવીસ તીર્થંકરના અને મહાવિદેહક્ષેત્રના સાધકોએ પર્વના દિવસે પ્રતિક્રમણ કરવાનું હોય છે. વિશેષ દોષ માટે તેઓ અપ્રમત્તભાવે તત્કાલ શુદ્ધિ કરી લે છે. કાયોત્સર્ગ - १४ काउस्सग्गेणं भंते ! जीवे किं जणयइ ? काउस्सग्गेणं तीयपडुप्पण्ण पायच्छित्तं विसोहेइ, विसुद्धपायच्छित्ते य जीवे णिव्वुय-हियए ओहरियभरुव्व भारवहे पसत्थज्झाणोवगए सुहं सुहेण विहरइ । શબ્દાર્થ - વડM = કાયોત્સર્ગથી તપદુષણ = ભૂતકાળ અને વર્તમાનકાળના દોષોનું પછિત્ત = પ્રાયશ્ચિત્ત કરીને વિરોહે = જીવ શુદ્ધ બને છે હરિ-ભથ્વ-મારવટું = જે રીતે બોજો ઉતરી જવાથી મજૂર સુખી થાય છે તે રીતે વિશુપાયછિત્ત = પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ બનેલો બને = જીવ _િદિવ્ય = શાંત હૃદયવાળો બનીને પસંસ્થા ખોવાણ = પ્રશસ્ત ધ્યાન ધરતાં ધરતાં સુસુપ = સુખપૂર્વક વિદર = વિચરે છે. ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! કાયોત્સર્ગથી જીવને શું લાભ થાય છે? ઉત્તર– કાયોત્સર્ગથી જીવ ભૂતકાળના અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું શુદ્ધિકરણ કરે છે, પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ થયેલો જીવ, બોજો ઉતરી જવાથી સ્વસ્થ અને સુખી બનેલા ભારવાહકની જેમ સ્વસ્થ અને શાંત ચિત્તવાળો થઈ જાય છે તથા પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન થઈને સુખપૂર્વક સંયમમાં વિચરણ કરે છે. વિવેચન :કાયોત્સર્ગનું ફળ :- કાયોત્સર્ગ તે પાંચમો આવશ્યક છે. અતિચારોની શુદ્ધિ નિમિત્તે અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધિ માટે આગમોક્ત વિધિ પ્રમાણે શરીર પરના મમત્વનો ત્યાગ કરી એક સ્થાને સ્થિર થઈ જવું, તે કાયોત્સર્ગ છે. તલ્સ વરખ પાઠથી કાયોત્સર્ગની પૂર્વભૂમિકા તૈયાર કરવામાં આવે છે. તે પાઠમાં અંતે દર્શાવ્યા મુજબ રાખ, મોરે, ફરે, વસિરામિ
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy