________________
સમ્યક્ પરાક્રમ
૧૭૩ ]
વંદના કરવાથી અભિમાનનો નાશ થાય છે અને નમ્રતા, વિનય આદિ ગુણો પ્રગટ થાય છે. તે ગુણોના પ્રગટીકરણથી તે જીવ નીચ ગોત્રહીન કુલ)માં ઉત્પન્ન થવા યોગ્ય કર્મોનો નાશ કરે છે, ઉચ્ચગોત્રશ્રેષ્ઠકુલમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મોનો બંધ કરે છે. તેના નમ્ર સ્વભાવથી તે સર્વજનપ્રિય અને સર્વમાન્ય બની જાય છે. આ ભવમાં અને આગામી ભવમાં સમસ્ત જન સમુદાય તેની આજ્ઞાને સહજ રીતે શિરોધાર્ય કરે તેવા આદેય વચનવાળો બની જાય છે.
તેના કુશળતાપૂર્વકના નિઃસ્વાર્થ વ્યવહારથી સર્વ લોકો તેને અનુકુળ બની જાય છે અને તે પણ સર્વને અનુકૂળ બનીને રહે છે.
આ રીતે વંદના કરનાર ઉચ્ચગોત્ર યોગ્ય કર્મબંધ, સૌભાગ્ય, સફળ આજ્ઞા અને દાક્ષિણ્યભાવને પ્રાપ્ત કરે છે. સોદા:- સૌભાગ્ય. અન્ય લોકો તેના તરફ સહજ રીતે ખેંચાઈ જાય, સર્વની પ્રસન્નતાને પામે, તેવા પ્રકારના વ્યક્તિત્વને, શ્રેષ્ઠભાગ્ય- સૌભાગ્ય કહે છે. નહિમાવં:- દાક્ષિણ્ય ભાવ. પોતાના ઉચિત વ્યવહારથી સર્વ લોકો તેને અનુકૂળ થઈ જાય અને તે સ્વયં સર્વને અનુકૂળ થઈને રહે છે. આ રીતે લોકપ્રિય બની શકે તેવા ગુણને દાક્ષિણ્યભાવ કહે છે. દાક્ષિણ્ય ભાવથી જીવ ચતુર, વિવેકવાન અને વિચક્ષણ બનીને રહે છે. પ્રતિક્રમણ:|१३ पडिक्कमणेणं भंते ! जीवे किं जणयइ ?
पडिक्कमणेणं वय छिद्दाणि पिहेइ, पिहिय वयछिद्दे पुण जीवे णिरुद्धासवे असबलचरित्ते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए विहरइ । શબ્દાર્થ – હિમM = પ્રતિક્રમણ કરવાથી વીછળ = વ્રતોમાં લાગેલા છિદ્રો (દોષ)ને ઉપદે = બંધ કરી દે છે પુણો = પછી પિટિયવછ = વ્રતમાં લાગેલા દોષોથી નિવૃત્ત થયેલા શુદ્ધ વ્રતધારી ની = જીવરિદ્ધાસવે = આશ્રવોને રોકીને કરવતરિતે = શબલાદિ દોષોથી રહિત શુદ્ધ સંયમવાન અસુ = આઠ પવથામાથાસુ = પ્રવચન માતાઓમાં ૩૩] = ઉપયુક્ત, સાવધાન થાય છે અપુરે = અપૃથકત્વ-સંયમમાં તલ્લીન બનીને સુખીણદિપ = સમાધિપૂર્વક અને ઈદ્રિયોને ઉન્માર્ગથી હટાવીને વિદ૨૬ = સંયમ માર્ગમાં વિચરણ કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રતિક્રમણ કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- પ્રતિક્રમણ કરવાથી જીવ પોતે સ્વીકારેલા વ્રતોમાં લાગેલા દોષોથી નિવૃત્ત થાય છે. વ્રતના દોષોથી નિવૃત્ત થયેલો જીવ આશ્રયોનો વિરોધ કરે છે, તે સબલ દોષોથી રહિત શુદ્ધ સંયમવાન બનીને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતાની આરાધનામાં સતત સાવધાન બને છે; સંયમયોગોમાં તલ્લીન (એક-મેક) થઈ જાય છે અને ઇન્દ્રિયવિજેતા બની, સમાધિયુક્ત થઈને સંયમમાર્ગમાં વિચરણ કરે છે. વિવેચનઃ
પ્રતિક્રમણ તે ચોથો આવશ્યક છે. તેના સ્વરૂપને સ્પષ્ટ કરનારા વિવિધ અર્થો આ પ્રમાણે છે(૧) પાપથી પાછા ફરવું તે પ્રતિક્રમણ. (૨) પ્રમાદ આદિને વશ થઈને શુભયોગથી અશુભયોગમાં ગયેલા