________________
[ ૧૭ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ચતુર્વિશતિસ્તવઃ
११ चउव्वीसत्थएणं भंते ! जीवे किं जणयइ ? चउव्वीसत्थएणं दसणविसोहि जणयइ। શબ્દાર્થ - ૨૩ળસ્થળ = ચોવીસ તીર્થકરોનું સ્તવન, ગુણકીર્તન કરવું ઢસળવિસર્દ = દર્શન વિશુદ્ધિ, સમ્યત્વની વિશુદ્ધિ નાથ = થાય છે. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તરચતુર્વિશતિ સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. વિવેચન :ચતુર્વિશતિ સ્તવ :- ઋષભદેવ ભગવાનથી લઈને મહાવીર સ્વામી સુધીના વર્તમાન ચોવીસીના તીર્થકરોના નામ સ્મરણપૂર્વકનું સ્તવન–ગુણકીર્તન(લોગસ્સના પાઠથી) કરવું તે ચતુર્વિશતિ સ્તવ છે.
ચતુર્વિશતિ સ્તવનો પાઠ કરવાથી દર્શનની વિશુદ્ધિ થાય છે; જિનેશ્વરોના નામ સ્મરણથી સમ્યમ્ દર્શનમાં બાધા ઉત્પન્ન કરનાર કર્મો દૂર થાય છે. કારણ કે તીર્થકરોની સ્તુતિ કે ગુણગાન શ્રદ્ધા અને ભક્તિથી જ થાય છે. તેથી સ્તુતિ કરનાર જીવનું સમ્યકત્વ નિર્મળ થાય છે અને શ્રદ્ધા દઢીભૂત થાય છે. ગુરુવંદના:|१२ वंदणएणं भंते ! जीवे किं जणयइ ?
वंदणएणं णीयागोयं कम्म खवेइ, उच्चागोयं कम्मं णिबंधइ, सोहग्गं च णं अप्पडिहयं आणाफलं णिव्वत्तेइ, दाहिणभावं च णं जणयइ ।। શબ્દાર્થ:- Hug - વંદના કરવાથી (જીવ) નીયા - નીચગોત્ર = = કર્મનો કg - ક્ષય કરે છે શ્વાનોય = ઊંચગોત્ર નું = કર્મને વિંધફ = બાંધે છે તોદ = સૌભાગ્ય, ભાગ્યશાળી
ખડિયું = અપ્રતિહત, અખંડ ભાણા પણ = સફળ આજ્ઞાના ફળને ગ્લિફ = પ્રાપ્ત કરે છે વહિપમ = દાક્ષિણ્ય-ભાવને નાથ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વંદના કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર-વંદના કરવાથી જીવ નીચ-ગોત્ર કર્મનો ક્ષય કરે છે. ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે અને તે સૌભાગ્યને પ્રાપ્ત કરે છે તેમજ તેની આજ્ઞા સર્વત્ર શિરોધાર્ય થાય છે તથા તે દાક્ષિણ્યભાવને એટલે કે ચતુરાઈ, પટુતા, વિચક્ષણતા આદિ ગુણોને પ્રાપ્ત કરે છે. આ રીતે તે લોકોને પ્રીતિપાત્ર અને માન્ય બની જાય છે. વિવેચન :વંદણા - આચાર્ય, ગુરુ આદિને વંદન કરવા. ગુરુવંદનાના ત્રણ પ્રકાર છે– જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. (૧) પંચાંગ નમસ્કાર થઈ ન શકે ત્યારે અથવા રસ્તામાં ગુરુદેવ સમક્ષ ઊભા રહી, હાથ જોડી, મસ્તક નમાવી 'મસ્થાખ વંકામિ' બોલીને વંદન કરવા, તે જઘન્ય વંદન છે. (૨) તિકડુત્તોના પાઠથી વિધિપૂર્વક પંચાંગ નમસ્કાર કરવા તે મધ્યમ વંદન છે. (૩) ઉભયકાલના પ્રતિક્રમણ સમયે ત્રીજા વંદના આવશ્યકમાં ઈચ્છામિ ખમાસમણો'ના પાઠથી બાર આવર્તનપૂર્વક વંદન કરવા, તે ઉત્કૃષ્ટ વંદન છે.