________________
સમ્યક્ પરાક્રમ
૧૭૧
લોકો તેને પાપી ગણીને અનાદર કરે છે. લોકોના અનાદરને સહન કરતો હોવાથી તેના અભિમાનનો નાશ થાય છે અને નમ્રતા પ્રગટ થાય છે. આજ સુધી મન, વચન, કાયાથી પાપદોષનું સેવન કર્યું હતું, તેના પરિણામે હું અનાદરને પ્રાપ્ત થયો છું, તેમ જાણીને તે જીવ ફરી તે પાપનું સેવન કરતો નથી અને નમ્રભાવોમાં રહેતા તેના ભાવો વિશુદ્ધ થાય છે. ભાવ વિશુદ્ધિ અને શુભયોગમાં પ્રગતિ કરતા તે ઘાતીકર્મોનો નાશ કરી દેવળજ્ઞાનને પ્રગટ કરે છે.
અપુરવાર :– ‘આ વ્યક્તિ ગુણવાન છે' આમ કહીને ગૌરવ–બહુમાન પ્રગટ કરવું, તે પુરસ્કાર છે. આ પ્રકારના પુરસ્કારનો અભાવ અર્થાત્ ગૌરવ-બહુમાન ન થાય તે અપુરસ્કાર છે. સાધક પોતાના દોષો પ્રગટ કરીને પોતાનો અપુરસ્કાર અર્થાત્ અનાદર પ્રાપ્ત કરે છે. ખરેખર તે સાધક પોતાના જ કષાયાત્મા અને અશુભ યોગાત્માનો અનાદર કરે છે.
અપસન્થેનિંતો :- પોતાના દોષોનો અનાદર કરનાર વ્યક્તિ કર્મબંધના હેતુભૂત અપ્રશસ્ત યોગોથી નિવૃત્ત થઈ જાય છે.
અનંત-યાપાવે :– જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય, એ ચાર આત્માના ગુણ છે. જ્ઞાન અને દર્શનને આવરણ કરનાર પરમાણુઓને ક્રમશઃ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ કહે છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્ ચારિત્રનું વિઘાતક મોહનીય કર્મ છે અને દાન, લાભ, ભોગ આદિ પાંચ લબ્ધિઓનું વિઘાતક અંતરાય કર્મ છે. આ ચાર કર્મો આત્માના નિજગુણોનો ઘાત કરે છે અર્થાત્ નિજગુણોને આવરિત કરે છે. તેથી તે ઘાતીકર્મ કહેવાય છે. પર્યવ શબ્દ અહીં કર્મ પર્યાય, કર્મ પુંજ માટે પ્રયુક્ત છે. ગાંથી ક્રમશઃ આગળ વધતા સાધક થાનીકર્મોનો સંપૂર્ણ રીતે ક્ષય કરે છે.
સામાયિક ઃ
१० सामाइएणं भंते ! जीवे किं जणयइ ? सामाइएणं सावज्ज-जोग-विरइं जणय | શબ્દાર્થ:- મામાકૃષ્ણ - સામાયિક કરવાથી આવપ્ન-ગોળ = સાવધ યોગોથી, પાપકારી પ્રવૃત્તિથી વિદ્યું - નિવૃત્તિ બળયફ - થાય છે.
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સામાયિક કરવાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર– સામાયિક કરવાથી જીવ સાવધયોગોથી અર્થાત્ પાપાચરણથી નિવૃત્ત થાય છે.
વિવેચન :
આવશ્યક સૂત્રમાં દર્શાવેલા છ આવશ્યકમાં સામાયિક તે પ્રથમ આવશ્યક છે.
સામાયિક :– સર્વ પ્રકારના સાવધયોગ–પાપાચરણથી નિવૃત્ત થઈ પૂર્ણતયા સમભાવમાં સ્થિત થવું, તે સામાયિક છે. બે ઘડી, ચાર ઘડી આદિ મર્યાદિત સમય માટે તે અવસ્થાને સ્વીકારવી, તે શ્રાવકની દેશવિરતિ સામાયિક છે અને જીવન પર્યંત તે અવસ્થામાં રહેવું, તે સાધુની સર્વવરિત સામાયિક છે. સામાયિકમાં સ્થિત થયેલા શ્રાવક કે સાધુ જીવનમરણ, સુખ-દુઃખ, લાભ-અલાભ, નિંદા-પ્રશંસા, શત્રુ મિત્ર, સંયોગવિયોગ, પ્રિય-અપ્રિય વગેરે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પોથી કે રાગ-દ્વેષથી દૂર રહે છે. આ રીતે સામાયિકની સાધનાથી કર્મબંધના કારણરૂપ અઢારે પાપમ્યાનનો ત્યાગ થઈ જાય છે. તેથી આશ્રવનો નિરોધ થાય અને સંવરભાવની વૃદ્ધિ થાય છે.