________________
[ ૧૭૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ઉપશમ કરે છે. તે જીવ અંતર્મુહૂર્ત માટે મોહ રહિત વીતરાગ અવસ્થાનો અનુભવ કરે છે. અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્ણ થતાં ઉપશાંત કરેલું મોહનીય કર્મ ઉદયમાં આવે છે અને તે જીવ દસમા આદિ નીચેના ગુણસ્થાનોમાં ક્રમશઃ આવી જાય છે. ક્ષપક શ્રેણી :- ક્ષપકશ્રેણી ભાવવિશુદ્ધિની એક ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયા છે. તેમાં સાધક અપ્રમત્તભાવોમાં પ્રબળ પુરુષાર્થથી મોહનીય કર્મનો ક્ષય કરતો આગળ વધે છે. ત્યારે ભવિષ્યમાં ઉદયમાં આવવા યોગ્ય મોહનીયકર્મના અનંતપ્રદેશી દલિકોને ક્રમશઃ ઉદયમાં લાવીને ક્ષય કરે છે. મોહનીયકર્મક્ષયની આ પ્રક્રિયામાં પ્રથમ સમયથી બીજા સમયે, બીજા સમયથી ત્રીજા સમયે અસંખ્યાતગુણ અધિક કર્મદલિકોનો ક્ષય થાય છે. આ પ્રકારે પ્રત્યેક સમયથી પછીના સમયે અસંખ્યાતગુણ અધિક કર્મદલિકોનો ક્ષય થાય છે. કર્મનિર્જરાની આ ધારા અસંખ્ય સમયાત્મક અંતર્મુહૂર્ત સુધી ચાલે છે. તેટલા સમયમાં તે જીવ નવમા ગુણસ્થાને થઈને દસમા ગુણસ્થાને પહોંચી જાય છે. ત્યાં મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં સાધક બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં પણ અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત સુધી રહી ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરી તેરમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે.
ત્યાં પોતાના આયુષ્ય પ્રમાણે સ્થિત રહે છે. આ આખી પ્રક્રિયાને જૈન પરિભાષામાં ક્ષપક શ્રેણી કહે છે. ક્ષપક શ્રેણીનો પ્રારંભ કર્યા પછી જીવને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. આત્મદોષ ગહ :| ९ गरहणयाए णं भंते ! जीवे किं जणयइ ?
गरहणयाए णं अपुरक्कारं जणयइ, अपुरक्कारगए णं जीवे अप्पसत्थेहितो जोगेहिंतो णियत्तेइ, पसत्थे य पडिवज्जइ, पसत्थ जोगपडिवण्णे य णं अणगारे अणंतघाइ पज्जवे खवेइ । શબ્દાર્થ -નરહળવાણ = આત્મગઆંથી અપુરવાર = અપુરસ્કાર ભાવ, અનાદર ભાવ, ગર્વ-ભંગની નય = પ્રાપ્તિ થાય છે અને આત્માનમ્રતા પ્રાપ્ત થાય છે અપુરવાર ને = આત્માનમ્રતા પ્રાપ્ત કરેલો જે = જીવ અપ્રસહિંતો = અપ્રશસ્ત, અશુભ ગોહિત= યોગોથી પિત્ત = નિવૃત્ત થઈ જાય છે પત્થગોનાપડિવU = શુભ યોગો પ્રાપ્ત કરનાર અનારે = અણગાર અપાત-વાડું = અનંત જ્ઞાન, દર્શનાદિની ઘાત કરનારા ઘાતકર્મોના પwવે = કર્મ પર્યાયોનો હવેઙ = ક્ષય કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આત્મગહથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– આત્મ ગહથી જીવ અપુરસ્કાર(ગર્વ ભંગ) ભાવ પ્રાપ્ત કરે છે. અપુરસ્કાર ભાવને(ગર્વ ભંગને) પ્રાપ્ત થયેલો જીવ અપ્રશસ્ત મન, વચન, કાયાના વ્યાપારથી નિવૃત્ત થઈ જાય છે. પ્રશસ્ત યોગ પ્રાપ્ત કરનાર તે અણગાર અનંત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય રૂ૫ ચાર ઘાતકર્મોની પર્યાયોનો ક્ષય કરે છે. વિવેચન : - નખથા - ગહનો અર્થ છે– ગુરુ આદિની સમક્ષ પોતાના દોષો પ્રગટ કરવા અને આત્મસાક્ષીએ તે દોષોનો ત્યાગ કરવો, ગહ છે. ગહનું ફળ – પોતાના દોષો ગુરુ સમક્ષ કે અન્ય સમક્ષ પ્રગટ કરનાર વ્યક્તિના દોષો બધા જાણે છે. તેથી