________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૬૯ ]
કરતા નથી. (૧) આલોચના કરનાર સાધક આરાધક થાય છે અને આરાધક જીવ તે જ ભવે મોક્ષ પ્રાપ્ત કરે તો કોઈ પણ વેદ મોહનીય કર્મનો બંધ કરતા નથી અને જો તેના કર્મો શેષ રહે તો તે દેવ થાય છે, ત્યારે તે માત્ર પુરુષવેદનો બંધ કરે છે. (૨) આરાધકને સ્ત્રી અને નપુંસક વેદનો બંધ ન થવામાં મુખ્ય કારણ એ છે કે આલોચના કરનાર આરાધક જીવ ચોથા, પાંચમા કે છઠ્ઠા આદિ ગુણસ્થાનમાં હોય છે, તે ગુણસ્થાનોમાં
સ્ત્રી વેદ અને નપુંસક વેદનો બંધ થતો નથી; તે બંને વેદનો બંધ પ્રથમ ગુણસ્થાનમાં થાય છે. આત્મદોષ નિંદા - | ८ जिंदणयाए णं भंते ! जीवे किं जणयइ ?
जिंदणयाए णं पच्छाणुतावंजणयइ, पच्छाणुतावेणं विरज्जमाणे करणगुणसेटिं पडिवज्जइ, करणगुणसेढिं पडिवण्णे य अणगारे मोहणिज्ज कम्मं उग्घाएइ । શબ્દાર્થ –fણાયg i = આત્મનિંદા અર્થાતુ પોતાના દોષોની સ્વયં નિંદા કરવાથી પછાપુતાવ નાથ = પશ્ચાતાપ થાય છે પક્ઝાપુતાવેજ = પશ્ચાતાપ કરવાથી વિશ્વના = વૈરાગ્ય ઉત્પન્ન થતાં ૨ ૮ = ક્ષપક શ્રેણી પર પવિશ્વ = ચઢે છે == અને રણદંપવિખે = ક્ષપક શ્રેણી પર ચઢેલો આખરે= અણગારનોdi = મોહનીય == = કર્મનો ૩યાક્ = ક્ષય કરે છે. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નિંદા કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- પોતાના દોષોની નિંદા કરવાથી પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપથી વૈરાગ્ય પામેલો જીવ કરણ ગુણ શ્રેણી (ક્ષપક શ્રેણી) પર ચઢે છે. ક્ષેપક શ્રેણી પર આરૂઢ થયેલો અણગાર મોહનીય કર્મનો ક્ષય કરે છે. વિવેચન :
આત્મનિંદા વિના આલોચના પુષ્ટ થતી નથી. આલોચનામાં આત્મનિંદાની અધિક આવશ્યકતા છે. તેથી સૂત્રકારે આલોચના પછી તરત જ(અનંતર) આત્મનિંદાના ફળની પૃચ્છા કરી છે. આત્મ નિદાન ફળ :- નિંદા એટલે પાપનો પશ્ચાતાપ. પશ્ચાતાપ કરનાર વ્યક્તિ પવિત્ર બની જાય છે. પશ્ચાતાપની તીવ્ર ભટ્ટીમાં તેનું મોહનીયકર્મ નાશ પામે છે અને તે કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રગટ કરે છે. વરણાવિંદ- કરણગુણશ્રેણી શબ્દ જૈન શાસ્ત્રોનો પારિભાષિક શબ્દ છે. તે “કરણ” અને “ગુણશ્રેણી એમ બે શબ્દોનો બનેલો છે. કરણનો અર્થ છે અપૂર્વકરણ. અપૂર્વકરણ એટલે પહેલાં કદાપિ પ્રાપ્ત ન થયેલા આત્માના નિર્મળ પરિણામ.ગુણશ્રેણી એટલે “અપૂર્વ-કરણ”થી ભાવોની ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં મોહનીય કર્મના ઉપશમ કે ક્ષયને કારણે આત્માના ગુણો પ્રગટ થયા. કરણ ગુણશ્રેણીનો અર્થ અહીં પ્રસંગવશ ક્ષેપક શ્રેણી છે.
મોહનીય કર્મના નાશ માટેની બે પ્રક્રિયા છે– (૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપક શ્રેણી. શ્રેણીનો પ્રારંભ આઠમાં ગુણસ્થાનથી થાય છે. તે ગુણસ્થાને રહેલો સાધક કર્મોનો અભૂતપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણ- સંક્રમણ આદિ કરે છે, તે આધ્યાત્મિક વિકાસની ઉચ્ચતમ ભૂમિકાનો પ્રારંભ છે. ઉપશમ શ્રેણી :- જે સાધક અપ્રમત્ત ભાવોમાં જ્યારે મોહનીય કર્મનો ઉપશમ કરતો આગળ વધે છે ત્યારે તે નવમી, દશમા ગુણસ્થાને થઈને અગિયારમા ગુણસ્થાને પહોંચે છે, ત્યાં મોહનીય કર્મનો સંપૂર્ણ