________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
यणं जीवे अमाई इत्थिवेयं णपुंसगवेयं च ण बंधइ, पुव्वबद्धं च णं णिज्जरेइ । શબ્દાર્થ – આતોવMTS i = ગુરુ સમક્ષ પોતાના દોષો પ્રકાશિત કરીને આલોચના કરવાથી મોજમજ વિધાન = મોક્ષ માર્ગમાં વિદ્ધ કરનાર-વિઘાતક મળતસારંવદ્ધા = અનંત સંસારની વૃદ્ધિ કરનાર ભાયાણિયાણ-મિષ્ઠાવંસ-સજ્જાઈ = માયા, નિદાન અને મિથ્યાદર્શનરૂપ ત્રણ શલ્યોને ૩રપ ર = હૃદયમાંથી કાઢી નાંખે છે ૩જુમાવે = સરળ ભાવ નણય = પ્રાપ્ત કરે છે ૩જુભાવવિઇને = સરળભાવને પ્રાપ્ત થયેલો ગાવે = જીવ અમારૂં = માયા કપટ રહિત થઈ જાય છે રૂત્વિવેચું = સ્ત્રીવેદ પુસાચું = નપુંસક વેદનો વધ = બંધ કરતો નથી પુષ્યવદ્ધ = પહેલાં બંધ થયો હોય તો ઉપરેડ્ડ = તેની નિર્જરા કરે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આલોચનાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- આલોચનાથી મોક્ષમાર્ગમાં વિદ્ગકારક અને અનંત સંસારવર્ધક માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય હૃદયમાંથી નીકળી જાય છે અને જીવ સરળતાને પ્રાપ્ત કરે છે. સરળતાને પ્રાપ્ત થયેલો જીવ માયારહિત-સરળ થઈ જાય છે, તેથી તે સ્ત્રીવેદ અને નપુંસક વેદનો બંધ કરતો નથી. જો સ્ત્રીવેદ કે નપુંસક વેદ પહેલા બંધાઈ ગયા હોય, તો આલોચનાથી તેની નિર્જરા થઈ જાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આલોચનાના ફળનું દિગ્દર્શન છે. આલોચના – આલોચના એટલે () કાત્મકોષમાં ગુરુ પુરત: પ્રાશન ડોવના: I ગુરુ સમક્ષ પોતાના દોષોનું પ્રકાશન, (૨) પોતાના દૈનિક જીવનમાં લાગેલા દોષોનું સ્વયં નિરીક્ષણ, સ્વાવલોકન, આત્મસંપ્રેક્ષણ (૩) ગુણદોષોની સમીક્ષા. આલોચનાનું ફળઃ- ગુરુ સમક્ષ પાપોનું પ્રકાશન કરવાથી તે પાપદોષ દૂર થઈ જાય છે. તેમાં મહત્ત્વનો લાભ એ છે કે તે જીવ મોક્ષમાર્ગના બાધક માયા, નિદાન, મિથ્યાત્વ રૂપ ત્રણ શલ્ય રહિત બની જાય છે.
જ્યાં સુધી આ શલ્યો અંતરમાં ખૂંચતા હોય, છુપાઈને રહેલા હોય, ત્યાં સુધી મોક્ષમાર્ગમાં જીવની પ્રગતિ થતી નથી. શલ્ય રહિત જીવ જ સાધનામાર્ગમાં વિકાસ કરી શકે છે. માયા કપટનો નાશ થતાં તે જીવ સરળ બને છે અને સરળ વ્યક્તિની જ શુદ્ધિ થઈ શકે છે. આ રીતે આલોચના કરવાથી તે જીવ મોક્ષ પ્રાપ્તિ માટેની યોગ્યતા પ્રાપ્ત કરે છે. માથાડિયા બિછાવંસન સાબ - માયા, નિદાન અને મિથ્યાદર્શન શલ્ય. તીક્ષ્ણ કાંટા, તીક્ષ્ય બાણ અથવા શરીરની અંદરના ઘા કે પીડા દેનારી વસ્તુને શલ્ય કહેવાય છે. જેવી રીતે પગમાં ખેંચી ગયેલો કાંટો નીકળે નહીં ત્યાં સુધી ખટકતો રહે છે, તેવી રીતે માયા, નિદાન અને મિથ્યાદર્શન રૂ૫ શલ્યો હૃદયમાં સદા ખટકતા રહે છે. આ ત્રણ શલ્યોની જેનાથી ઉત્પત્તિ થાય છે એવા કારણભૂત કર્મને દ્રવ્ય શલ્ય કહે છે અને તેના ઉદયથી માયા, નિદાન અને મિથ્યાદર્શનરૂપ ભાવો પ્રગટે, તે આત્મભાવો(પરિણામ)ને ભાવશલ્ય કહે છે. છલ, કપટ તેમજ બીજાને છેતરવાની વૃત્તિ, તે માયા છે. તપ, ધર્માચરણ આદિના ફળ રૂપે વૈષયિક સુખોની માંગણી કરવી તે નિદાન કહેવાય છે. જીવાદિ નવ તત્ત્વો અને દેવ ગુરુ તથા ધર્મને વિપરીતરૂપે જાણવા, માનવા અને શ્રદ્ધવા તે મિથ્યાદર્શન છે. લ્વિયં પુરાય ર જ વંધઃ - આલોચના કરનાર જીવ સ્ત્રીવેદ કે નપુંસકવેદનો બંધ