________________
સમ્યક પરમ
[ ૧૭ ]
કુળમાં જન્મરૂપ મનુષ્ય સુગતિ અને ઇન્દ્રવ આદિ પદની પ્રાપ્તિરૂપ દેવ સંબંધી સુગતિ આપનાર શુભકર્મો બાંધે છે. વિનયવાન જીવ સિદ્ધિરૂપ સુગતિનું વિશોધન કરે છે અર્થાત્ સિદ્ધગતિને પ્રાપ્ત કરાવનાર સમ્યગદર્શન આદિની શુદ્ધિ કરે છે. વિનયમૂલક શ્રુતજ્ઞાનાદિરૂપ સર્વ પ્રશસ્ત કાર્યોને સિદ્ધ કરે છે અને તેને જોઈને બીજા ઘણાં જીવો વિનયવાન બને છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ગુરુ અને સાધર્મિકોની સેવા-સુશ્રુષાના ફળનું કથન છે. સુરૂાથા - શુશ્રષા. તેના અર્થ આ પ્રમાણે છે– (૧) ગુરુ-રત્નાધિક અને સહવર્તી સાધર્મિકોના આદેશને વિનયપૂર્વક સાંભળવાની ઇચ્છા (૨) ગુર્નાદિકોથી ન અતિ દૂર કેન અતિ નિકટ રહીને વિધિપૂર્વક તેમની પર્યાપાસના-સેવા કરવી (૩) ગુરુ આદિ પાસેથી સર્બોધ તથા ધર્મશાસ્ત્ર સાંભળવાની ઇચ્છા રાખવી. શુશ્રષાનું ફળ - ગુર્નાદિકોની સેવા કરનાર જીવ વિનય વ્યવહારને કેળવનાર થાય છે, તેથી આશાતનાઓથી બચી જાય છે. આશાતનાઓના દોષથી મુક્ત તે જીવ ચારે ય ગતિ સંબંધી દુર્દશાઓને પ્રાપ્ત ન કરતાં મનુષ્ય અને દેવગતિ સંબંધી શ્રેષ્ઠ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. વિનયશીલતાથી તેના સર્વકાર્યો સિદ્ધ થાય છે તેમજ તેના સમ્યક વ્યવહાર અને તેનાથી થતાં લાભને જોઈને અન્ય જીવોને પણ તે માર્ગે આવવાની પ્રેરણા મળે છે. આ રીતે સેવા-સુશ્રુષા સ્વ-પરના લાભનું કારણ બને છે. વિડિHિ :- વિનયના અનેક લાભોને જાણીને વિનયવાન બનવું. વિનયને અંગીકાર કરવો. વિનય ભાવથી સંપૂર્ણ રીતે ભાવિત થવું, તે વિનય પ્રતિપત્તિ છે.
પ્રસ્તુત સૂત્રમાં વિનય પ્રતિપત્તિના ચાર અંગ બતાવ્યા છે– (૧) વાળ = વર્ણ, શ્લાઘા. ગુરુ ગુણની પ્રશંસા, ગુરુદેવની પ્રશંસા (૨) સંકલન- સંજ્વલન. ગુણપ્રકાશન, ગુણોનું કીર્તન કરવું (૩) મત્તિ- ભક્તિ. હાથ જોડીને આદરભાવપૂર્વક ગુરુ પધારે ત્યારે ઊભા થવું, આસન આપવું વગેરે આદર કરવો (૪) વધુમાણ- બહુમાન. આંતરિક પ્રીતિવિશેષ, વાત્સલ્ય, મનમાં આદરભાવ થવો. મધુસૂદેવ દુલા – આમ તો મનુષ્યગતિ અને દેવગતિ બંને સુગતિઓ છે, પરંતુ જ્યારે મનુષ્યગતિમાં મ્લેચ્છતા, દરિદ્રતા, અંગ વિકલતા આદિ પ્રાપ્ત થાય છે અને દેવગતિમાં નિમ્નતમ હલકી જાતિ, કિલ્વિષીપણું આદિ પ્રાપ્ત થાય, ત્યારે તે બંનેને દુર્ગતિ સમજવી. મyલ્લ દેવ સુનાઓ - મનુષ્ય અને દેવ સંબંધી સુગતિ વિશિષ્ટ કુળમાં જન્મ, ઐશ્વર્યની પ્રાપ્તિ વગેરે મનુષ્ય સુગતિ અને દેવભવમાં ઇન્દ્રત આદિ વિશિષ્ટ પદની પ્રાપ્તિ થવી તે દેવ સુગતિ છે. વિવમૂલાડું સવ્વ જ્ઞા:- વિનયમૂલક સર્વકાર્યો. વિનયથી સિદ્ધ થતાં સર્વ કાર્યો. ગુર્નાદિકોનો વિનય કરવાથી આ ભવમાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ, દર્શન વિશુદ્ધિ વગેરે અનેક પ્રયોજનો, કાર્યો સિદ્ધ થાય, પરભવમાં પદવી ધારી દેવપણાની પ્રાપ્તિ અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આલોચના:|७ आलोयणाए णं भंते ! जीवे किं जणयइ ?
- आलोयणाए णं माया-णियाण-मिच्छादसणसल्लाणं मोक्खमग्ग-विग्घाणं अणंत-संसार-वद्धणाणं उद्धरणं करेइ, उज्जुभावं च जणयइ, उज्जुभाव पडिवण्णे