________________
મોક્ષમાર્ગ ગતિ
૧૫૧ |
નાલંસ . - પ્રસ્તુત ગાથામાં સમ્યગુ દર્શન, સમ્યગુજ્ઞાન, અને સમ્યક્યારિત્ર, કર્મ મુક્તિ અને નિર્વાણ આ પાંચની પૂર્વાપરતાનું નિરૂપણ કર્યું છે. નિર્વાણ પ્રાપ્તિની સાધનામાં સમ્યગુ દર્શનની પ્રાથમિકતા છે અર્થાત્ આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ સમ્યગૂ દર્શનથી જ થાય છે.
ખારૂ પાપ- સભ્ય દર્શન વિના જ્ઞાન સમ્યગુ થતું નથી. મિથ્યાત્વી જીવોનું જાણપણું જ્ઞાન કહેવાતું નથી, પરંતુ તે અજ્ઞાન કહેવાય છે. જ્યારે જીવ સમ્યગુ દર્શનને પામે છે, ત્યારે તે જ્ઞાન સમ્યગુ જ્ઞાન કહેવાય છે. આ રીતે જીવને સમ્યગ્દર્શન અને સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિ એક જ સમયે થાય છે તે પહેલાં જીવને મિથ્યાદર્શન અને અજ્ઞાન હોય છે.
- બાળ વિના જ હૃતિ વણકુળ- જ્ઞાન વિના ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન દ્વારા પદાર્થોનો યથાર્થ બોધ અને યથાર્થ શ્રદ્ધા થાય, ત્યારપછી જ તે જીવને ચારિત્ર ગુણની અર્થાત્ સમ્યકુચારિત્રની પ્રાપ્તિ થાય છે. જો કોઈ જીવ સમ્યગુજ્ઞાન કે સમ્યકુશ્રદ્ધા વિના પણ ચારિત્રનો સ્વીકાર કરે ત્યારે તે દ્રવ્ય ચારિત્રને પ્રાપ્ત કરે છે પરંતુ સમ્યક ચારિત્ર, સમ્યજ્ઞાન વિના થતું નથી. સમ્યક ચારિત્રની(ચારિત્ર ગુણની) પ્રાપ્તિ સમ્યજ્ઞાન-દર્શન પૂર્વક જ થાય છે.
અબિસ ત્યિ નોવો- ગુણ એટલે ચારિત્ર. ચારિત્ર વિના સર્વ કર્મોના ક્ષયરૂપ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તેથી કર્મમુક્તિ માટે ચારિત્રગુણની અનિવાર્યતા છે.
સ્થિ અનોfઉમ્સ બિાપ– કર્મોનો ક્ષય થયા વિના નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. સર્વ કર્મોનો ક્ષય તે મોક્ષ છે અને મોક્ષ થવાથી આત્મા અખંડ શાંતિ-સમાધિને પ્રાપ્ત કરે છે; તેને જ નિર્વાણ કહે છે.
મોક્ષ અને નિર્વાણની પ્રાપ્તિ પણ એક સાથે જ થાય છે. તેમ છતાં બંનેમાં કાર્ય-કારણભાવ સંબંધ છે. મોક્ષ કારણ છે અને નિર્વાણ તેનું કાર્ય છે.
આ રીતે મોક્ષમાર્ગના સાધનોમાં સમ્યગદર્શનની મુખ્યતા છે, તેમ છતાં સર્વ સાધનોની પરિપૂર્ણતા થાય, ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે. જેમ કે તેરમે ગુણસ્થાને કેવળી ભગવાનને કેવળજ્ઞાન અને કેવળ દર્શન હોવાથી જ્ઞાન-દર્શનની પૂર્ણતા છે પરંતુ યોગની પ્રવૃત્તિ હોવાથી ચારિત્રની પૂર્ણતા નથી. શૈલેશીકરણ કરીને જીવ ચૌદમા ગુણસ્થાને અયોગી અવસ્થાને પ્રાપ્ત થાય, ત્યારે ચારિત્ર અને તપ ગુણની પૂર્ણતા થાય છે. આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, તે ચારેની પૂર્ણતા થતાં જીવ અઘાતી કર્મોનો ક્ષય કરી, તે કર્મોથી મુક્ત થાય છે અને કર્મ મુક્ત જીવનું નિર્વાણ થાય છે. સમ્યકત્વના આઠ અંગઃ -
__णिस्संकिय णिक्कंखिय, णिव्वितिगिच्छा अमूढदिट्ठी य ।
उवबूह थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ठ ॥ શબ્દાર્થ:- વિજય = નિઃશંકતા, જિનવચનમાં શંકા ન કરવીવિલિય-નિષ્કાંક્ષા, પરદર્શનની કે સુખની આકાંક્ષા ન કરવી fણબ્રિતિષ્ઠા = નિવિચિકિત્સા. ધર્મકરણીના ફળમાં સંદેહશીલ ન થવું અમૂછઠ્ઠી = મૂઢતા વિનાનું એટલે સમજણવિનાનું સમ્યગુ દર્શન હોવું, જ્ઞાન ગર્ભિત સમ્યગ્દર્શન હોવું, સ્વશ્રદ્ધામાં દઢ રહેવું ૩વજૂદ = ઉપવૃંહણ, ગુણીજનોના ગુણોની પ્રશંસા કરવી. શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની સ્વ-પરમાં વૃદ્ધિ કરવી, પુષ્ટિ કરવી fથરીને = સ્થિરીકરણ, ધર્મથી ડગી જતાં જીવોને ધર્મમાં સ્થિર કરવા વછc = વાત્સલ્ય, સાધર્મીઓ પ્રત્યે પ્રેમભાવ, અહોભાવ રાખવો પનાવો = પ્રભાવના,