________________
[ ૧૫૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
રૂએ
સમ્યગુદર્શનમાં મફળં = ચારિત્રની ભજના છે સન્મત્તવારિત્તારું = સમ્યકત્વ અને ચારિત્ર ગુલાવું = એક સાથે (યુગપતુ) હોઈ શકે પુષ્ય = પહેલાં સન્મત્ત = સમ્યત્વ હોય છે. ભાવાર્થ :- સભ્યત્વ વિના ચારિત્ર હોતું નથી. સમ્યકત્વમાં ચારિત્રની ભજના છે. સમ્યકત્વ અને ચારિત્ર એક સાથે પણ ધેય શકે છે અને પહેલાં સમ્યક્ત પ્રાપ્ત થાય, પછી ચારિત્ર પ્રાપ્ત થાય તેમ પણ બની શકે છે.
णादंसणिस्स णाणं, णाणेण विणा ण हुंति चरणगुणा ।
__ अगुणिस्स पत्थि मोक्खो, णत्थि अमोक्खस्स णिव्वाणं ॥ શબ્દાર્થ – અવંખિસ = સમ્યગદર્શન રહિત વ્યક્તિને ખાઈ = જ્ઞાન ન = નથી નાખ = સમ્યગુજ્ઞાન વિMT = વિના વર[T = ચારિત્રગુણ, ભાવ ચારિત્ર ન હૃતિ = પ્રગટ થતું નથી અ[ણસ = ચારિત્રગુણ રહિતને નોવો = કર્મથી મુક્તિ નત્યિ = થતી નથી અનોઉસ = મોક્ષ થયા વિના, કર્મ મુક્ત થયા વિના શ્વાણ = નિર્વાણ, સિદ્ધ પદની પ્રાપ્તિ પબ્લ્યુિ = થતી નથી. ભાવાર્થ- સમ્યગદર્શન રહિત જીવને સમ્યગુજ્ઞાન થતું નથી, સમ્યગુજ્ઞાન વિના ચારિત્ર ગુણો પ્રગટ થતા નથી અર્થાત્ ભાવ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. ચારિત્રગુણ રહિત(ભાવ ચારિત્ર રહિત) જીવને કર્મોથી મુક્તિ થતી નથી. કર્મોથી મુક્તિ વિના નિર્વાણ એટલે સંપૂર્ણ આત્મશાંતિ, સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ થતી નથી. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સમ્યગુદર્શનની મહત્તા પ્રદર્શિત કરી છે.
સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યફ ચારિત્ર અને સમ્યક તપ તે મોક્ષમાર્ગ છે. તેમ છતાં અહીં સૂત્રકારે સમ્યગદર્શન અને સમ્મચારિત્રનો સંબંધ સ્પષ્ટ કર્યો છે.
0િ વરત્ત સમત્ત વિદૂ- સમ્યગ્દર્શન વિના સમ્યક્ ચારિત્ર હોતું નથી અર્થાત્ સમ્યફ ચારિત્રમાં સમ્યગદર્શનની નિયમ છે. જ્યાં સમ્યફચારિત્ર હોય ત્યાં સમ્યગુદર્શન અવશ્ય હોય છે. સમ્યગદર્શન વિના ચારિત્ર હોતું જ નથી. વંસ ૩ મ ળ્યું- સમ્યગુદર્શનમાં સમ્યફચારિત્રની ભજના છે અર્થાત્ જ્યાં સમ્યગદર્શન હોય,
ત્યાં સમ્યકુચારિત્ર હોય, તેવું એકાંતે નથી. જેમ કે અવિરત સમ્યગુદષ્ટિ જીવોને સમ્યગદર્શન હોય છે પરંતુ ચારિત્ર નથી અને સર્વવિરતિ સાધુઓને સમ્યગુદર્શન અને ચારિત્ર બંને હોય છે. આ રીતે સમ્યગુદર્શન સાથે ચારિત્રનો સંબંધ વૈકલ્પિક છે. સમ્મર વરિત્તા નુ વં- કેટલાક જીવોને સમ્યગદર્શન એવં સમ્યક ચારિત્રની પ્રાપ્તિ એક સાથે થાય છે. જેમ કોઈ મિથ્યાત્વી જીવ પ્રથમ ગુણસ્થાનથી સીધો સાતમા ગુણસ્થાને અપ્રમત્ત સંયત અવસ્થાને પામે, ત્યારે તે જીવને સમ્યગુદર્શન અને ચારિત્ર સાથે પ્રાપ્ત થાય છે. પુષ્ય વા સન્મત્ત- કેટલાક જીવો પહેલા સમ્યગુદર્શનને પામે છે ત્યાર પછી ક્રમશઃ ચારિત્રનો સ્વીકાર કરે છે, તે જીવોને સમ્યગુદર્શન અને ચારિત્ર ક્રમિક પ્રાપ્ત થાય છે.
સંક્ષેપમાં સમ્યફચારિત્ર સાથે સમ્યગ્દર્શન નિયમતઃ હોય છે પરંતુ સમ્યગુદર્શન સાથે સમ્યક્રચારિત્ર હોવાનો નિયમ નથી, તે ભજનાથી (વિકલ્પથી) હોય છે. તેમજ કેટલાક જીવોને સમ્યગુદર્શન અને ચારિત્ર એક સાથે પ્રાપ્ત થાય છે અને કેટલાક જીવોને તે ક્રમિક પ્રાપ્ત થાય છે.