________________
[ ૧૪૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ઇન્દ્રિયોનો અનિગ્રહ અથવા ઇન્દ્રિય અસંયમ, (૧૬–૧૮) ત્રણ યોગોનો અસંયમ, (૧૯) વસ્ત્ર, પાત્ર, ઉપકરણ આદિ અયતનાથી લેવા મૂકવા; (૨૦) સોય જેવી નાની વસ્તુઓ અયતનાથી લેવી મૂકવી. () સંવર તત્વઃ- મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ધર્માચરણ દ્વારા આસવને રોકવા તે સંવર કહેવાય છે અર્થાત્ કર્મપુદ્ગલોને આત્મા તરફ આવતા રોકવા તે સંવર છે. સમ્યકત્વ, વ્રત, અપ્રમાદ, અકષાય અને યોગની સ્થિરતા, એ પાંચ સંવરના મુખ્ય સાધનો છે. વિસ્તારની અપેક્ષાએ સંવરના પણ ૨૦ ભેદ છે; તે આશ્રવથી વિપરીત હોય છે. (૧-૫) સમ્યકત્વ આદિ પાંચ; (–૧૦) અહિંસાદિ પાંચ; (૧૧–૧૫) પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ; (૧૬–૧૮) ત્રણ યોગોનો સંયમ; (૧૯) વસ્ત્ર, પાત્ર આદિ યતનાથી લેવા મૂકવા અને (૨૦) સોય જેવી નાની વસ્તુઓ પણ યતનાથી લેવી મૂકવી. (૭) નિર્જરા તત્વઃ- કર્મોનો આંશિક નાશ થવો તેને નિર્જરા કહે છે. કર્મો ઉદયમાં આવવાથી ભોગવાય જાય અથવા તપસ્યા આદિ દ્વારા પણ કર્મો આત્માથી દૂર થઈ જાય તેને નિર્જરા કહે છે. બાર પ્રકારના તપ કરવાથી કર્મોનો ક્ષય થાય છે. ઉપવાસ આદિ અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલિનતા, તે છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આત્યંતર તપ છે. નિર્જરા બે પ્રકારે થાય છે– સકામ નિર્જરા અને અકામનિર્જરા (૧) નિર્જરાના લક્ષપૂર્વક બાર પ્રકારના તપની આરાધનાથી કર્મો ખરી જાય, તેને સકામનિર્જરા કહે છે. કર્મો ઉદયમાં આવીને ભોગવાઇ જવાથી ક્ષય પામે, તે અકામનિર્જરા છે. (૮) બંધ તત્ત્વ:– કર્મનો દૂધ અને પાણીની જેમ આત્મા સાથે સંબંધ થવો, તે બંધ કહેવાય છે. આશ્રવ દ્વારા ખેંચાયેલી કાર્મણ વર્ગણાનું આત્મા સાથે એકમેક થઈ જવું સંયોગ સંબંધ થઈ જવો, તે બંધ છે.મિથ્યાત્વ, અવ્રત આદિ પાંચ કર્મબંધના મુખ્ય કારણ છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ તેમ બંધના ચાર પ્રકાર છે. (૯) મોક્ષ તત્વ – આત્મા સાથે લાગેલા કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવું તેને મોક્ષ કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત અધ્યયનમાં મોક્ષ પ્રાપ્તિ માટેના ચાર સાધનો-ઉપાયોનું વર્ણન છે. તેમાં પ્રથમ સાધન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જીવાદિ નવતત્ત્વોને જાણવા પરમ આવશ્યક છે. તે તત્ત્વોનું સ્વરૂપ સૂક્ષ્મ કે
યૂલરૂપે આગમોમાં જે રીતે વર્ણિત છે; તેને જાણી-સમજીને તે તત્ત્વો પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. આ રીતે આ ગાથાઓમાં સમ્યક્ત્વની સંક્ષિપ્ત અને સ્પષ્ટ પરિભાષા કહી છે.
બીજી રીતે જોઈએ તો નવ તત્ત્વમાં જીવ અને અજીવ તે બે મુખ્ય તત્વ છે. બાકીના તત્ત્વોનો સમાવેશ આ બે તત્ત્વમાં થાય છે. પુણ્ય, પાપ, આસવ અને બંધ તત્ત્વમાં જે કર્મ પરમાણુઓ છે તેનું ઉપાદાન કારણ પદગલ છે અને નિમિત્ત કારણ જીવના વિકારી ભાવ છે. તેમાં ઉપાદાન કારણ, કાર્યરૂપે પરિણમે છે. તેથી અહીં અજીવ તત્ત્વની મુખ્યતા છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ ધર્મતત્ત્વ છે, તે જીવના નિજગુણથી ઉત્પન્ન થાય છે. આ ત્રણે તત્ત્વોનો સ્વભાવ આત્મામાંથી કર્મરૂપ પુગલોને દૂર કરવાનો છે. સંવર, નિર્જરા અને મોક્ષના ઉપાદાન કારણો આત્માના શુદ્ધ ભાવો છે, માટે તેમાં જીવ તત્ત્વની મુખ્યતા છે. જીવ તત્ત્વની મુખ્યતાવાળા તત્ત્વો અરૂપી છે અને પુગલ તત્ત્વની મુખ્યતાવાળા તત્ત્વો રૂપી છે. સમ્યગદર્શનના પ્રકાર:- નિમિત્તની અપેક્ષાએ સમ્યગદર્શનના બે પ્રકાર છે. (૧) ૩૧પ - કેટલાક જીવોને નવ તત્ત્વોની શ્રદ્ધા અન્યના ઉપદેશથી થાય છે. અન્યના ઉપદેશથી થતી તત્ત્વશ્રદ્ધાને અધિગમજ સમ્યગુદર્શન કહે છે.