________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૪૩ |
તે તત્ત્વોની શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે. દર્શન શબ્દ અહીં શ્રદ્ધા અર્થમાં પ્રયુક્ત છે. તેથી સમ્યક–સાચી શ્રદ્ધા તે સમ્યગુદર્શન છે. પ્રસ્તુત ગાથામાં જીવાદિ નવ તત્ત્વોનો નિર્દેશ છે. તે નવ તત્ત્વ આ પ્રમાણે છે(૧) જીવ તત્વઃ - ચૈતન્ય લક્ષણ, સદા ઉપયોગ સહિત, સુખ દુઃખને જાણે અને સુખ દુઃખને અનુભવે, તેને જીવ કહે છે. પ્રસ્તુત અધ્યયનની ૧૧મી ગાથા અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. ચેતનાશક્તિ અથવા ઉપયોગ દ્વારા જીવના મન, વચન, કાયાના યોગોનું પ્રવર્તન થાય છે. આ ચેતનાશક્તિને કારણે જીવ, અજીવથી સ્પષ્ટ રીતે જુદો પડે છે. સંસારી અને સિદ્ધ તથા ત્રસ અને સ્થાવર વગેરે જીવના જુદા-જુદા અનેક ભેદો છે. તેમાં સંક્ષેપમાં બે ભેદ અને વિસ્તારથી પાંચ સો ત્રેસઠ ભેદ થાય છે. (૨) અજીવ તત્વ - જીવથી વિરુદ્ધ લક્ષણવાળું અજીવ તત્ત્વ છે. તેનામાં ચેતના નથી, તે જડ છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુલાસ્તિકાય આ પાંચ દ્રવ્યોનો સમાવેશ થાય છે. પુદ્ગલ અને જીવનો અનાદિકાળનો સંબંધ એ જ જીવના સંસાર પરિભ્રમણનું કારણ છે. આ રીતે સંસાર પરિભ્રમણના એક કારણ તરીકે અજીવ તત્ત્વને સમજવાની અને ઓળખવાની જરૂર છે. (૩) પુણ્ય તત્વઃ- અન્ય જીવોને માનસિક, વાચિક, કાયિક સુખ પહોંચાડવાની વિવિધ(નવ પ્રકારની) પ્રવૃત્તિઓ પુણ્ય આચરણરૂપ છે. શાતાવેદનીય આદિ શુભ પ્રવૃતિઓ, તે પુણ્ય પરિણામ છે. પુણ્ય નવ પ્રકારે બંધાય છે અર્થાત્ પુણ્ય ઉપાર્જન માટેની પ્રવૃત્તિઓ નવ પ્રકારની કહી છે– (૧) અન્નપુણ્યઅન્નદાન આપવું; તે જ રીતે (૨) પાણ(જલ) પુણ્ય (૩) લયન(મકાન)પુણ્ય (૪) શયન (શયનાસન) પુણ્ય (૫) વસ્ત્રપુણ્ય (૬) મનપુણ્ય- મનથી બીજા માટે શુભ ભાવના કરવી. (૭) વચનપુણ્ય- બીજાના સુખ માટે વચન પ્રયોગ કરવો. (૮) કાયપુણ્ય- કોઈની સેવા વગેરે કરીને શાતા પમાડવી. (૯) નમસ્કારપુણ્ય- ગુણીજનોને નમ્રભાવે નમસ્કાર કરી સન્માન આપવું. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી ધર્મ અને નિર્જરા થાય છે. તેથી તે પુણ્યથી ભિન્ન છે. પુણ્યના પરિણામે જીવને શારીરિક માનસિક કે સાંયોગિક વિવિધ પ્રકારે અનુકૂળતા પ્રાપ્ત થાય છે. પુણ્યનું ફળ શાતાવેદનીય આદિ ૪૨ પ્રકારની (પુણ્યરૂ૫) કર્મ પ્રકૃતિના ઉદયરૂપે ભોગવાય છે. (૪) પાપ તત્ત્વ :- અન્ય જીવોને મન, વચન, કાયાના યોગોથી દુઃખ પહોંચાડવાની હિંસાદિ ૧૮ પ્રકારની પ્રવૃત્તિઓ પાપ છે. અશાતાવેદનીય આદિ, જ્ઞાનાવરણીય આદિ અશુભ પ્રકૃતિઓ પાપરૂપ છે. પાપ બાંધવાના ૧૮ કારણો અઢાર પાપસ્થાનક તરીકે પ્રસિદ્ધ છે– (૧) પ્રાણાતિપાત– જીવ હિંસા (૨) મૃષાવાદઅસત્ય બોલવું (૩) અદત્તાદાન– ચોરી (૪) મૈથુન (૫) પરિગ્રહ (૬) ક્રોધ (૭) માન (૮) માયા-ક્યુટ (૯) લોભ- તૃષ્ણા (૧૦) રાગ (૧૧) દ્વેષ (૧૨) ક્લેશ (૧૩) અભ્યાખ્યાન-ખોટું આળ (૧૪) પૈશુન્ય-ચાડી ચૂગલી (૧૫) પરપરિવાદ– નિંદા (૧૬) રતિ, અરતિ–હર્ષશોક (૧૭) માયામોસો-કપટપૂર્વક જુઠું બોલવું (૧૮) મિથ્યાદર્શન શલ્ય- વિપરીત માન્યતા કે વિપરીત શ્રદ્ધા. પાપકર્મના ઉદયે જીવને વિવિધ પ્રકારે પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય છે. પાપનું ફળ અશાતાવેદનીય આદિ ૮ર પ્રકારની કર્મ પ્રકૃતિઓના ઉદયે ભોગવાય છે. (૫) આશ્રવ તત્ત્વઃ- કર્મપુલોનું આત્મા તરફ ખેંચાવું, તે આશ્રવ કહેવાય છે. રાગ, દ્વેષ અને કષાય આદિ આત્માના વિકારી ભાવોથી લોકમાં રહેલી કાર્મણ વર્ગણાઓ આત્મા તરફ ખેંચાય છે, તે આશ્રવ છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ, તે પાંચ આશ્રવના મુખ્ય કારણો છે. વિસ્તારની અપેક્ષાએ તેના વીસ ભેદ છે– (૧–૫) મિથ્યાત્વ આદિ પાંચ, (–૧૦) હિંસાદિ પાંચ અવ્રત, (૧૧-૧૫) પાંચ