________________
[ ૧૪૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
१४
પુગલ સડન પડન અને વિધ્વંસના સ્વભાવવાળું છે. તેથી તે સડી જાય છે, ભાંગી, તૂટી જાય છે અને વિખેરાઈ જાય છે અર્થાત્ તેના મૂળ આકારના સ્વરૂપનું પરિવર્તન થઈ જાય છે પરંતુ પરમાણુ પુગલશુદ્ધ દ્રવ્ય કયારે ય બદલાતું નથી. છ દ્રવ્યો અંગે ઉપસંહાર :- સંક્ષેપમાં છ દ્રવ્યોનું આ જગત છે. જીવ અને પુદ્ગલ તે બે દ્રવ્યના સંબંધથી આ જગત પ્રવર્તી રહ્યું છે. આકાશાસ્તિકાય જીવ અને પુગલને પોતાનામાં સમાવે છે. ધર્માસ્તિકાય જીવ અને પુદગલની ગતિમાં સહાય કરે છે, અધર્માસ્તિકાય તેમની સ્થિતિમાં સહાય કરે છે. કાળ દ્રવ્ય જીવના બાહ્ય આકારને અને પુલને જૂના અને નવા કરવાનું કાર્ય કરે છે. કાર્પણ વર્ગણા આ લોકમાં ઠસોઠસ ભરેલી છે, તે મુદ્દગલ રૂ૫ છે. જીવના વિકારી ભાવોને કારણે કાશ્મણ વર્ગણાઓ જીવની સાથે કર્મરૂપે બંધાય છે, તેમાં ધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક બને છે અને જીવ જ્યારે અવિકારી શુદ્ધ સ્વભાવમાં સ્થિત થાય ત્યારે તેમાં અધર્માસ્તિકાય સહાયક બને છે. આ રીતે છએ દ્રવ્યો પોતાનું મૂળભૂત સ્વરૂપ છોડ્યા વિના સતત પોતાના ગુણધર્મ અનુસાર પરિણત થઈ રહ્યા છે. સમ્યગદર્શન અને તેના પ્રકાર:४ जीवाजीवा य बंधो य, पुण्णं पावासवो तहा ।
संवरो णिज्जरा मोक्खो, संतेए तहिया णव ॥ શદાર્થઃ- નવા = જીવ સાવ = અજીવો = બંધyou = પુણ્યપાવ= પાપ આવો = આશ્રવ સંવરો = સંવર fuઝરીનિર્જરા મોક્વો =મોક્ષઆઇવ = નવતહિ યથાતથ્ય, તત્ત્વતિ છે. ભાવાર્થ - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ; આ નવ તત્ત્વ છે.
तहियाणं तु भावाणं, सब्भावे उवएसणं ।
भावेण सद्दहंतस्स, सम्मत्तं तं वियाहियं ॥ શબ્દાર્થ – હિયાળ યથાતથ્ય, સત્ય, તત્ત્વ ભાવાર્થ = ભાવોનો, જીવાદિ તત્ત્વોના અભાવે = સદુભાવમાં, અસ્તિત્વમાં ૩પ = ઉપદેશથી લાખ = સ્વાભાવિક રીતે, અંતઃકરણથી સહસ્ત્ર = શ્રદ્ધા કરનાર જીવને સમત્ત = સમ્યકત્વ (સમ્યગુદર્શન) વિવાદિયે = જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ભાવાર્થ:- આ નવ તત્ત્વોના અસ્તિત્વની સ્વાભાવિક રીતે(પોતાની મેળે) અથવા અન્યના ઉપદેશથી શ્રદ્ધા કરવી, તેને જિનેશ્વરોએ સમ્યકત્વ કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મોક્ષમાર્ગના મહત્ત્વના અંગ રૂપ સમ્યક્તનું સ્વરૂપ અને તેના પ્રકાર સમજાવ્યા છે. તથા તુ માવા-દયા- તથ્ય, સત્ય, યથાર્થ ખાવા- પદાર્થો, તત્ત્વો. જે ભાવો જેવા છે તેને તે રૂપે જાણીને શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે. સમ્યગુદર્શન તે આત્માના અનંત ગુણોમાં એક મુખ્યગુણ છે. તે આત્મ સ્વભાવ રૂપ હોવાથી કેવળ અનુભવ ગોચર છે. તેમ છતાં અનુભવદશાની પ્રાપ્તિ સુધી પહોંચતા પહેલાં તેનું સ્વરૂપ અહીં તેના લક્ષણ દ્વારા સમજાવ્યું છે. સમ્યગું દર્શન = સત્ય દર્શન, યથાર્થ દર્શન. જે નવ તત્ત્વોનું સ્વરૂપ જિનેશ્વરોએ જેવી રીતે દર્શાવ્યું છે તેને જાણી, સમજીને અંતઃકરણપૂર્વક