________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૪૧ ]
() પુદ્ગલાસ્તિકાય:- “પુદ્ગલ' શબ્દ જૈન દર્શનમાં જડ પદાર્થો માટે વપરાતો પારિભાષિક શબ્દ છે.
પુ ભેગા થવું અને ‘ગલ' = વિખેરાવું. જે ભેગા થાય અને વિખેરાય તે પુદ્ગલ દ્રવ્ય છે. તેમાં નવા-નવા રૂપો ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તેના ગુણો છે. પરમાણુ તેનું શુદ્ધ સ્વરૂપ છે. તે સ્વયં અપ્રદેશી છે પરંતુ તે પરમાણુઓ ભેગા મળીને સ્કંધ થવાની યોગ્યતા ધરાવે છે. તેથી તેને અસ્તિકાય કહે છે. પુદ્ગલ દ્રવ્યના મુખ્ય બે ભેદ છે– પરમાણુ અને સ્કંધ. પુદ્ગલ દ્રવ્યના અવિભાજ્ય અંશને પરમાણ કહે છે. બે કે બેથી વધારે પરમાણુઓ ભેગા મળીને જે રૂપ ધારણ કરે, તેને સ્કંધ કહે છે. તેના ત્રણ ભેદ છે, સંખ્યાત પ્રદેશ સ્કંધ, અસંખ્યાત પ્રદેશી ઢંધ અને અનંતપ્રદેશી ઢંધ.
પ્રસ્તુત ૧રમી અને ૧૩મી ગાથામાં પુલના ૧૦ લક્ષણ બતાવ્યા છે. તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર પુદ્ગલના ગુણ છે અને શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ, આ છ પુદ્ગલના પરિણામ અથવા કાર્ય છે. અહીં ગાથામાં પુદ્ગલના પરિચાયક ગુણ અને પરિણામોનું સંકલન છે, તે કથન સાપેક્ષ છે. વાસ્તવમાં ગુણ હંમેશાં દ્રવ્યની સાથે રહે છે અને પરિણામ અથવા કાર્ય નિમિત્ત મળે પ્રગટ થાય છે. શબ્દ – જૈન દર્શનમાં શબ્દને પૌલિક, રૂપ અને અનિત્ય માન્યો છે. સ્થાનાંગસૂત્રમાં પુદ્ગલોના સંઘાત અને વિઘાત તથા જીવના પ્રયત્નથી થનાર પુગલોના ધ્વનિ પરિણામને શબ્દ કહ્યો છે. કાયયોગ દ્વારા ભાષાવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ થાય, તે પુદ્ગલ ભાષારૂપમાં પરિણત થાય અને ત્યારપછી વક્તાના મુખથી વચનયોગ દ્વારા બોલાય છે. ત્યારે તે “શબ્દ” કહેવાય છે અર્થાતુ વચનયોગ દ્વારા જ્યાં સુધી શબ્દો બોલાતાં નથી, ત્યાં સુધી તેને શબ્દ કહેવાતો નથી. જ્યારે બોલાય છે ત્યારે તે શબ્દ કહેવાય છે, શબ્દ જીવ અને અજીવ બંને દ્વારા પ્રગટે છે. જીવ શબ્દ સાક્ષર અને નિરક્ષર બન્ને પ્રકારે હોય છે. અજીવ શબ્દ અનક્ષરાત્મક (અવાજરૂપે) હોય છે. ત્રીજો મિશ્ર શબ્દ જીવ-અજીવ બન્નેના સંયોગથી ઉત્પન્ન થાય છે. જેમ કે વાજિંત્રોનું સંગીત વગેરે. અંધકાર અને ઉદ્યોત – જૈન દર્શનની માન્યતાનુસાર અંધકાર, તે પ્રકાશના અભાવરૂપ નથી પરંતુ પ્રકાશની જેમ અંધકાર પણ પુદ્ગલની પર્યાય છે. જેમ પ્રકાશનું તેજસ્વીરૂપ અને ઉષ્ણ સ્પર્શ પ્રસિદ્ધ છે, તેમ અંધકારનું કૃષ્ણ-કાળુ રૂપ અને શીત સ્પર્શ અનુભવસિદ્ધ છે. આ રીતે અંધકાર અશુભ પુદ્ગલોનું કાર્ય છે, તેથી તે પૌદ્ગલિક છે. છાયા - છાયા પણ પૌલિક છે, તે પુદ્ગલની એક પર્યાય છે. પ્રત્યેક પૂલ, પૌગલિક પદાર્થ ચય-ઉપચય ધર્મવાળા છે. તેનો ચય-ઉપચય થવા સાથે તેમાંથી તદાકાર કિરણો(પુદ્ગલો) નીકળે અને તે પ્રતિબિંબિત થાય, તેને છાયા કહે છે. તે બે પ્રકારની હોય છે– (૧) તડ્વર્ણાદિવિકાર છાયા- દર્પણ આદિ સ્વચ્છ પદાર્થોમાં જેવી હોય તેવી જોવા મળતી આકૃતિ અને (૨) પ્રતિબિંબ છાયા- અન્ય પદાર્થો પર માત્ર અસ્પષ્ટ પ્રતિબિંબ પડે તેવી અસ્પષ્ટ આકૃતિ. આ રીતે છાયા ભાવરૂપ છે અભાવરૂપ નથી અને તે પુદ્ગલનું જ પરિણામ છે. Wત્ત પુદત્ત – પ્રસ્તુત ગાથામાં પુદ્ગલ દ્રવ્યની પર્યાયનું સ્પષ્ટીકરણ છે. અનેક પરમાણુઓનું એકત્વ-ભેગા થવું, ભેગા થયેલા પરમાણુઓનું(છૂટા) થવું, એક, બે, ત્રણ આદિ સંખ્યાબદ્ધ થવું, ગોળ, ચોરસ આદિ વિવિધ આકારોને ધારણ કરવા, તેમજ સંયોગ, વિયોગ આદિ આ સર્વે ય તેની પર્યાયો છે. જેમ અનેક રજકણો એકત્રિત થઈને માટીનો પિંડ બને, તેમાંથી ઘટ બને. કાલાંતરે ઘટ ફૂટી જાય, તેના ઠીકરા થાય, તે ઠીકરા પણ ક્રમશઃ તૂટતાં-તૂટતાં રજકણ રૂપે પરિવર્તન પામે છે. આ રીતે અવસ્થાઓ બદલાયા કરે છે પરંતુ પુદ્ગલ દ્રવ્ય ત્રિકાલ શાશ્વત છે.