________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
બંનેના સુમેળથી જ સમ્યક્ થાય છે તોપણ બાહ્ય તપ મુખ્યત્વે શરીર સાથે સંબંધિત હોય છે અને આત્યંતર તપ મુખ્યત્વે આત્માના ભાવો સાથે સંબંધિત હોય છે.
૧૩૪
સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચારે ય મોક્ષ માર્ગના અંગ પરસ્પર સંકળાયેલા છે. જ્ઞાનથી જીવાદિ ભાવો જાણી શકાય છે. દર્શનથી તે ભાવો પર શ્રદ્ધા થાય છે. ચારિત્રથી આશ્રવનો એટલે આત્મામાં આવતાં કર્મોનો નિરોધ થાય છે અને તપથી તેની પરિશુદ્ધિ થાય છે અર્થાત્ પૂર્વસંચિત કર્મોનો ક્ષય થાય છે. આ રીતે મોક્ષમાર્ગમાં ક્રમિક વિકાસ કરતાં સાધક આ ચારેયના સુમેલપૂર્વક સાધના કરે છે અને જ્યારે આ ચારેયની પૂર્ણતા થાય, ત્યારે જીવનો મોક્ષ થાય છે.
܀܀܀܀܀