________________
મોક્ષમાર્ગ ગતિ
[ ૧૩૩ ]
અઠ્ઠાવીસમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનમાં મોક્ષમાર્ગ અને તેમાં ગતિ કરવાની પદ્ધતિનું સાંગોપાંગ વિશ્લેષણ હોવાથી તેનું નામ “મોક્ષમાર્ગ ગતિ' છે. આત્માની કર્મોથી સંપૂર્ણ મુક્તિ, સહજાવસ્થા કે પરમ આનંદ અવસ્થા, તે મોક્ષ છે. મોક્ષની સાધના મનુષ્ય ભવમાં જ થઈ શકે. ચતુર્વિધ સંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયોને મોક્ષમાર્ગ કહે છે અને તે માર્ગ પર ગતિ કરવી, તે જ સાધકનો પુરુષાર્થ છે. જિનેશ્વર ભગવંતોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષમાર્ગ કહ્યો છે. પ્રસ્તુત અધ્યયનમાં મોક્ષમાર્ગના આ ચારે ય ઉપાયોનું વિગતવાર વર્ણન છે. આત્માના અનંતગુણોમાં મુખ્ય ગુણ જ્ઞાન છે. જ્ઞાન ગુણથી જ અન્ય અનંત ગુણોને જાણી શકાય છે, અનુભૂતિ કરી શકાય છે. જગતના તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે સમ્યગુજ્ઞાન છે. સૂત્રકારે જ્ઞાનના વિષયભૂત છ દ્રવ્ય, તેના ગુણ, પર્યાય આદિનું વર્ણન કર્યું છે. જ્ઞાન એક અખંડ ગુણ હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમની વિવિધતાથી તેના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન, તે પાંચ ભેદ થાય છે. આત્માના શ્રદ્ધાગુણની શુદ્ધ પર્યાય સમ્યગ્દર્શન છે. જે વસ્તુ જેવી છે, તે જ રીતે તેનું જ્ઞાન પ્રાપ્ત કરી તેના પર શ્રદ્ધા કરવી, તે સમ્યગુદર્શન છે. સૂત્રકારે નવતત્ત્વોની સમજણપૂર્વકની શ્રદ્ધાને સમ્યગુદર્શન કહ્યું છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, તે નવ તત્ત્વ છે. જિનેશ્વર દર્શિત એ નવ તત્ત્વના સ્વરૂપમાં હીનાધિક કે વિપરીત શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શનની વિરાધના છે અને પૂર્ણરૂપે યથાર્થ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શનની સાચી આરાધના છે. સમ્યગુદર્શનની આરાધના કરવી તે જ સિદ્ધિનો માર્ગ છે. મોક્ષમાર્ગમાં સમ્યગુદર્શન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ પછી જ ઉપાર્જિત કરેલું જ્ઞાન સમ્યગુજ્ઞાન રૂપે પરિણત થાય છે, તેમજ તેના અભાવમાં નવપૂર્વ જેટલું જ્ઞાન પણ અજ્ઞાનની ગણનામાં આવે છે. તે જ રીતે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જ સમ્યક ચારિત્ર અને સમ્યગુ તપની આરાધના થાય છે. સમ્યગદર્શનના અભાવે વ્યવહારથી સ્વીકાર કરેલા ચારિત્ર અને તપ પણ મોક્ષ સાધનાના અંગરૂપ થતા નથી. તે જ મહત્ત્વશીલતાના કારણે આ અધ્યયનમાં સમ્યગ્દર્શનના ભેદ, દશ રુચિ, આઠ આચાર આદિ તત્ત્વોનું વિસ્તૃત વિશ્લેષણ છે. સમ્યગુજ્ઞાન અને સમ્યગ્દર્શન ગુણનું શ્રેષ્ઠ ફળ તે સમ્યક ચારિત્ર છે. આવતાં કર્મોનો વિરોધ કરે તે ચારિત્ર, તેમજ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ અને મહાવ્રત આદિનું પાલન, તે ચારિત્ર કહેવાય છે. પ્રસ્તુતમાં સામાયિક આદિ પાંચ અવસ્થાઓના માધ્યમથી ચારિત્રના પાંચ પ્રકાર કહ્યા છે. પૂર્વસંચિત કર્મોનો નાશ કરવા માટે સમ્યકતપ એ પણ મોક્ષમાર્ગનું મહત્ત્વનું અંગ છે. છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ, તેમ તપના બાર પ્રકાર છે. દરેક તપ દ્રવ્ય અને ભાવ