________________
[ ૧૩૩ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અવિનીત શિષ્યની અવિનીત પ્રવૃત્તિથી થાકેલા સ્થવિર ગર્ગ મુનિની વિચાર ધારાનું નિર્દેશન છે. વિંદ ભટ્ટ લઉં – દુષ્ટ-અવિનીત શિષ્યોથી મને શો લાભ? અવિનીત શિષ્યોથી મારું ઈહલૌકિક કે પારલૌકિક કયું પ્રયોજન સિદ્ધ થાય છે? તેવા શિષ્યોને પ્રેરણાદેવાથી તો મારા આત્મ-ભાવની હાનિ થાય છે અને કંઈ ફળ મળતું નથી. આવા કુશિષ્યોનો ત્યાગ કરી મારે સ્વયં એકાંત સાધનામાં લીન થવું જોઈએ. ગલિગર્દભ :- સ્થવિર ગર્ગમુનિએ અવિનીત, ઉદંડ, દુષ્ટ શિષ્યો માટે ગલિગર્દભ' શબ્દ પ્રયોજ્યો છે. પ્રાયઃ ગધેડા મંદબુદ્ધિ હોવાથી વારંવાર પ્રયત્નો કરવા છતાં, હાંકવા છતાં ચાલતા નથી. એ જ રીતે તે શિષ્યો વારંવાર પ્રેરણા દેવા છતાં સન્માર્ગ પર ચાલતા ન હતા, ઉદંડ બની નિરર્થક ચર્ચા કરતા હતા. તેઓ સાધનામાં આળસુ અને નિરુત્સાહ થઈ ગયા હતા. તેથી ગુરુએ વિચાર્યું કે મારો બધો સમય આ કુશિષ્યોને શિખામણ આપવામાં ચાલ્યો જાય છે, આત્મ સાધના માટે શાંત વાતાવરણ અને સમય મળતો નથી. તેથી તેઓને છોડી દેવા તે જ મારા માટે શ્રેયસ્કર છે, આમ વિચારી તેઓ એકાકી થઈ આત્મ સાધનામાં લીન બની ગયા.
વ્યાખ્યાકારોના કથનાનુસાર સ્થવિર ગર્ગમુનિ ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થયા હતા અને તેઓ તભવ મોક્ષગામી હતા. તેમને ૫૦૦ શિષ્યોનો વિશાળ પરિવાર હતો પરંતુ કર્મયોગે બધા શિષ્યો અવિનીત હતા.
કર્મસંયોગે આવી ઘટનાઓ ઘટિત થાય છે. આગમકારોએ આગમોમાં વિવિધ દષ્ટિકોણથી પુણ્યશીલ અને પાપી, હળુકર્મી અને ભારેકર્મી, યશસ્વી અને અયશસ્વી દરેક પ્રકારની વ્યક્તિઓના ચરિત્રોનું નિરૂપણ યથાસ્થાને કર્યું છે. તે જ જિનશાસનની વિશાળતા અને ઉદારતા છે. આ પ્રકારનું વર્ણન સાધકને અનેકાંતિક અને સમભાવી ચિંતન માટે પ્રેરક બને છે.
સત્તાવીસમું અધ્યયન સંપૂર્ણ