________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
= ભિક્ષા આપશે નહિ મળે = હું સમજુ છું કે આ સમયે તે બિળયા હોહિફ = ઘરની બહાર ગઈ હશે અલ્થ = આ કામને માટે આપ અળો = કોઈ બીજા સાહૂ = સાધુને વળ્વડ= મોકલો.
૧૩૦
ભાવાર્થ :– ભિક્ષા લાવતી વખતે કોઈ શિષ્ય ગુરુને કહે છે– તે ગૃહિણી મને ઓળખતી નથી, તેણી મને ભિક્ષા આપશે નહિ, મને લાગે છે કે તેણી બહાર ગઈ હશે અથવા બીજા કોઈ સાધુને મોકલો, આ રીતે બહાના કરે. पेसिया पलिउंचंति, ते परियंति समंतओ । रायवेट्ठि च मण्णंता, करेंति भिउडिं मुहे ॥
|१३
શબ્દાર્થ:- પેસિયા = કોઈ કામ માટે મોકલેલા પત્તિšવૃત્તિ- કાર્ય કરવાની ના પાડી દે સમતો ગમે ત્યાં પયિંતિ = ભટકયા કરે રાયવેĚિ = રાજાની વેઠની જેમ મળતા = માને છે મુદ્દે = મુખ ઉપર મિšિ = ભૃકુટિ, ક્રોધની રેખા રેંતિ = કરે છે.
ભાવાર્થ :– અવિનીત શિષ્યને ગુરુ કોઈ કામ માટે મોકલે તો તે કામ કર્યા વિના પાછો ફરે, બબડાટ કરે, અને ગુરુથી દૂર રહેવા ગમે ત્યાં ભટકે, ગુરુની આજ્ઞાને રાજવેઠની જેમ માની મોઢું બગાડે છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં કુશિષ્યોના આચરણ અને તેમને અનુશાસિત કરવામાં ગુરુના મુશ્કેલીયુક્ત અનુભવનું વર્ણન છે.
रसगारविए :– કોઈ શિષ્ય સરસ સ્વાદિષ્ટ આહાર લાવે છે, મેળવે છે, સેવન કરે છે. તે રસવંતા આહારના અભિમાનથી રુગ્ણ અથવા વૃદ્ધ સાધુઓ માટે ભિક્ષા લાવતો નથી, તપસ્યા કરતો નથી. રૂઠ્ઠીનારવિણ્ :– મારા શ્રાવકો ધનાઢય છે, અમુક ધનિક મારા ભક્ત છે, મારી પાસે વસ્ત્ર-પાત્રાદિ છે, કોઈ અવિનીત શિષ્ય આવી ઋદ્ધિનો અહંકાર કરે છે.
સાયાના રવિ :– કોઈ શિષ્યને સુખ-સગવડતાઓની સંપન્નતાનો અહંકાર હોય છે, તેથી તેઓ એક જ સ્થળે રહીને અન્યત્ર વિહાર કરતા નથી તેમજ પરીષહ સહન કરતા નથી.
थद्धे ઃ– કોઈ શિષ્ય અભિમાની છે, હઠાગ્રહી છે, તેને કદાગ્રહ છોડવા માટે સમજાવવામાં આવે, તોપણ તે પોતાનો કદાગ્રહ છોડતા નથી, નમ્ર બનતા નથી, હિતશિક્ષા આપવા છતાં તે અભિમાનપૂર્વક સામે બોલે છે. ओमाण भीरु -- કોઈ શિષ્ય અપમાન ભીરુ હોવાને કારણે, અપમાનના ભયથી કોઈને ત્યાં ભિક્ષા લેવા માટે જતા નથી.
સાહૂ અળોથૅ વડ :– કોઈ કહે કે શું હું એક જ આપનો શિષ્ય છું કે દરેક કામ મને જ સોંપવામાં આવે છે, બીજા ઘણા શિષ્યો છે, તેમને મોકલોને ?
લિ ંવૃત્તિ ઃ- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) કોઈ કાર્ય માટે મોકલતાં, તે કાર્ય કર્યા વિના જ તે પાછો આવે (૨) કોઈ કાર્ય માટે મોકલે, તો તે બબડાટ કરે, લમણાઝીક કરે; ગુરુને કહે કે મને એ કામ આપે કહ્યું જ નથી, તે વ્યક્તિ ત્યાં મળી નથી, વગેરે બહાના બતાવે છે.
(૮) પરિયંતિ સમંતઓ :– કુશિષ્ય ગમે ત્યાં ભટક્યા કરે, પરંતુ(ગુરુની) પાસે જતા નથી. તે માને છે કે ગુરુની પાસે રહેશું તો કામ કરવું પડશે, તેમ સમજી ગુરુથી દૂર-દૂર રહે છે.