________________
૧૨૮
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
हा माई मुद्धेण पडइ, कुद्धे गच्छइ पडिप्पहं ।
मयलक्खेण चिट्ठइ, वेगेण य पहावइ ॥ શબ્દાર્થ - મારું = કોઈ માયાવી બળદ મુખ = માથું નમાવીને પડ = પડી જાય છે કોઈ ક્રોધમાં આવીને પરિપૂરું = સીધા માર્ગને ત્યજી ઉલટા માર્ગે છઠ્ઠ = દોડી જાય છે મનખ = કોઈ બળદ મરવાનો ઢોંગ કરીને વિદુ = પડી જાય છે તે ખ = વેગથી પાવઠું = દોડવા લાગે છે. ભાવાર્થ - કોઈ માયાવી(ઢોંગી) બળદ માથું નમાવીને-નીચું ઢાળીને જમીન ઉપર બેસી જાય છે. કોઈ ગુસ્સે થઈને ખોટા માર્ગે ચાલ્યો જાય છે. કોઈ મરેલા જેવો ઢોંગ કરી પડી રહે છે, તો કોઈ જોરથી દોડવા માંડે છે. । छिण्णाले छिदइ सेल्लि, दुद्दतो भंजए जुगं ।
से वि य सुस्सुयाइत्ता, उज्जहित्ता पलायए ॥ શબ્દાર્થ - છિપા = કોઈ દુષ્ટ બળદ ત્નિ = દોરડાને છિ = તોડી નાંખે છે કુદત = દુર્દાત્ત મુશ્કેલીથી કાબૂમાં આવનાર, કોઈ બળદ ગુi = ધૂંસરીને મન = તોડી નાંખે તે વિ = પછી તે દુષ્ટ બળ દ સુસુયાજ્ઞા = ફૂંફાડા મારતો ૩ દિત્તા = ગાડું છોડીને પતાય = ભાગી જાય છે. ભાવાર્થ - કોઈ દુષ્ટ બળદ દોરડું તોડી નાખે છે, મુશ્કેલીથી વશ થનારો કોઈ બળદ ભયંકર બની ધૂંસરી તોડી નાખે છે અને પછી તે ફૂંફાડા મારતો એટલે કે સૂ સૂ અવાજ કરતો ગાડું છોડી ભાગી જાય છે.
खलुंका जारिसा जुज्जा, दुस्सीसा वि हु तारिसा ।
जोइया धम्मजाणम्मि, भज्जति धिइदुब्बला ॥ શબ્દાર્થ - નરસા = જેવી રીતે કુળ = ગાડામાં જોડેલા રહg = દુષ્ટ, ગળિયો બળદ, ગાડી(ગાડું) તોડીને ગાડીવાનને દુઃખી કરી ભાગી જાય છે તારિસા = તે પ્રમાણે ધર્મગામ = ધર્મરૂપી ગાડામાં ગોવા = જોડેલા ફિક્શ્વના = ધૃતિદુર્બલ-અધીર અને કાયર દુસ્સા વિ = દુષ્ટ, સ્વચ્છંદી શિષ્યો પણ મન્નતિ = સંયમ ધર્મનો ભંગ કરી દે છે. ભાવાર્થ:- જેવી રીતે ગાડામાં જોડેલા દુષ્ટ અને ગળિયા બળદ ગાડું તોડીને ગાડીવાનને દુઃખી કરીને ભાગી જાય છે, તેવી રીતે ધર્મરૂપી ગાડામાં જોડેલા કાયર, દુષ્ટ શિષ્યો પણ સંયમધર્મનો ભંગ કરે છે. વિવેચન : -
પ્રસ્તુત ગાથામાં અવિનીત બળદની વિચિત્ર પ્રવૃત્તિઓ સાથે અવિનીત શિષ્યની પ્રવૃત્તિની તુલના કરી છે.
ગળીયા બળદને ગાડામાં જોડવાથી વાહકને કષ્ટ પરંપરાનો અનુભવ કરવો પડે છે. ગળીયા બળદને મારતાં મારતાં વાહક થાકી જાય છે અને તેને ક્લેશ થાય છે, શઠ બળદ વાહકની ઈચ્છાનુસાર ચાલતો નથી, તેથી વાહકને વ્યાકુળતા થાય છે અને ક્રોધ આવે છે. વળી દુષ્ટ બળદને મારતા-મારતાં ક્યારેક લાકડી તૂટી જાય છે. આમ વાહકની ચિત્તસમાધિનો ભંગ થાય છે અને તે બળદ વાહકને ઉચિત સ્થાને પહોંચાડી શકતો નથી. તેમ મુક્તિનગરની પ્રાપ્તિ માટે ધર્મરથમાં નિયોજિત કરવામાં આવેલા કુશિષ્યો પણ ધૈર્યના અભાવે સંયમનું સારી રીતે વહન કરતા નથી. તેઓ સંયમ અનુષ્ઠાનમાં દઢ રહી